Site icon

UP Flood: હિંડોન નદીના પૂરના કારણે નોઈડામાં ઓલા કંપનીના 350 વાહનો ડૂબી ગયા.. જુઓ વિડીયો.

UP Flood: યમુના નદીમાં સતત વધી રહેલા પાણીને કારણે હિંડોન નદીમાં પૂર આવ્યું છે. હવે નોઈડાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

UP Flood: 350 vehicles of Ola company drowned in Noida due to flood of Hindon river, video viral

UP Flood: 350 vehicles of Ola company drowned in Noida due to flood of Hindon river, video viral

News Continuous Bureau | Mumbai

UP Flood: હિંડોન નદી (Hindon River) માં પૂરના કારણે ગ્રેટર નોઈડા (Greater Noida) ના સુતિયાના ગામ પાસે ડમ્પિંગ યાર્ડમાં પાર્ક કરેલી 350 કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. તેનો ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે, ઈકોટેક-3 પોલીસ સ્ટેશન વિસ્તારના પુરાણા સુતિયાણા ગામમાં હિંડોન નદીના ડૂબ વિસ્તારમાં ઓલા કંપનીની કારનું ડમ્પયાર્ડ છે જ્યાં લગભગ 350 વાહનો છે.

Join Our WhatsApp Community

પોલીસે જણાવ્યું કે આ યાર્ડના કેરટેકર દિનેશ યાદવે પોલીસને જણાવ્યું છે. કે કોરોના કાળની જૂની અને રિકવર થયેલી કાર અહીં પાર્ક કરવામાં આવી છે અને તે તમામ વાહનો હાલમાં બંધ છે. તેમણે કહ્યું કે ઓલા કંપનીના ઉચ્ચ સ્તરીય મેનેજમેન્ટને ડમ્પયાર્ડમાં પાણી ભરવા અંગે જણાવવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે પાણીના વધતા સ્તરને જોતા ઓલા કંપનીના સંચાલકોને યાર્ડ ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : Ameesha Patel  ‘ગદર 2’ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં તારા સિંહ સાથે નહીં જોવા મળે તેની સકીના! આ અભિનેત્રી બની કારણ

ચેતવણી બાદ પણ વાહનો હટાવવામાં આવ્યા ન હતા

આ વીડિયો વાયરલ થયા બાદ ડીએમએ કહ્યું કે, “હિંડોન નદીના ડૂબ વિસ્તારમાં એક ખાનગી કંપનીએ પોતાનું અનધિકૃત યાર્ડ બનાવ્યું છે, જેણે વારંવારની ચેતવણી પછી પણ અહીં પાર્ક કરેલા વાહનોને હટાવામાં નથી આવી. અહીં સામાન્ય જનજીવનને કોઈ અસર થઈ નથી અને કોઈ જાનહાનિ થઈ નથી.”
ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશમાં ગંગા નદી, યમુના નદી, શારદા નદી સહિત અનેક નદીઓમાં પાણી ઝડપથી વધી રહ્યું છે. દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર બુધવારે પણ ખતરાના નિશાનથી ઉપર છે. જેના કારણે હિંડોન નદીના જળસ્તરમાં પણ વધારો થયો છે. જેના કારણે નોઈડા અને ગાઝિયાબાદના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આ દરમિયાન હવે નોઈડાનો આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.

UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Delhi Blast Investigation: દિલ્હી બ્લાસ્ટ: રહસ્ય પરથી ઊઠશે પડદો! ૧૩ શંકાસ્પદોની પૂછપરછ, આજે આવી શકે છે પહેલો FSL રિપોર્ટ
PM Modi Statement: દિલ્હી બ્લાસ્ટ પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા: ‘આખો દેશ પીડિતોની સાથે, ષડયંત્ર કરનારાઓને…’ આપી આ કડક ચેતવણી!
Rajnath Singh Statement: દેશની સુરક્ષા પર સવાલ: રક્ષા મંત્રી રાજનાથ સિંહે દિલ્હી બ્લાસ્ટના જવાબદારોને પાઠ ભણાવવાની ખાતરી આપી.
Exit mobile version