ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
27 જુન 2020
અમેરિકામાં નવેમ્બરમાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી યોજાવાની છે. જેમાં પોતાની ઉમેદવારી નોંધાવનાર ડેમોક્રેટિક પક્ષના ઉમેદવાર જો બાઈડન જીતી જાય તો ભારત માટે પરિસ્થિતિ મુશ્કેલ બની શકે છે, કેમ કે જો એ પોતાના ચૂંટણી ઢંઢેરામાં ભારતના નાગરિકતા કાનુન સંશોધન અને રાષ્ટ્રીય નાગરિકતા રજીસ્ટર (એન.આર.સી) પર અસહમતિ દર્શાવી છે.
જો બાઈડને પોતાના પ્રચાર માટે બનાવેલી ડોટ.કોમ વેબસાઇટ પર કાશ્મીર અંગે ચર્ચા કરતાં લખ્યું છે કે "હવે કાશ્મીરમાંથી લોકોના અધિકારોને બહાલ કરવા જોઈએ. જે કોઈ પ્રતિબંધો લાદવામાં આવ્યા હોય તેને હટાવવા જોઈએ. કાશ્મીર ના લોકોને અસહમતી દર્શાવવા શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનો કરવા દેવા જોઈએ અને ઇન્ટરનેટ પરની પાબંદી હટાવી જોઈએ" સાથે જ તેમણે કહ્યું કે "ભારત ધર્મનિરપેક્ષ અને વિવિધ સમાજો વર્ગ વર્ણ માં વહેંચાયેલો દેશ છે. આથી ત્યાં સમાન નાગરિક ધારો અને નેશનલ રજીસ્ટર ઓફ સીટીઝન લાગુ કરવાના, નાગરિકતા સંશોધન કાનૂનથી તેઓ નારાજ છે"….
બીજી બાજુ અમેરિકન મુસ્લિમ સમુદાય માટે પણ જો બાઈડને પોતાનો એજન્ડા વેબ પર મૂકયો છે..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com