Site icon

કોરોના કી ઐસી કી તૈસી! ક્રિસમસને લઈને પર્યટન સ્થળોમાં એડવાન્સ બુકિંગ વધ્યું; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 13 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

સોમવાર.

ડિસેમ્બરમાં ડોમેસ્ટિક એર ફેરમાં ૩૦% અને ઇન્ટરનેશનલ એર ફેરમાં ૫૦% સુધી વધારા છતાં ક્રિસમસ અને ન્યૂ યર સેલિબ્રેશન માટે એડવાન્સ બુકિંગમાં ચાર ગણી જેટલી વૃદ્ધિ જાેવા મળી છે. ઇઝમાયટ્રિપના કો-ફાઉન્ડર રિકાંત પિત્તીએ જણાવ્યું કે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે નવે.-ડિસે.માં મુખ્ય વૅડિંગ ડેસ્ટિનેશન્સનું બુકિંગ ૧૦૦% જેટલું વધારે છે. ગુલમર્ગ, ગોવા, ઉદયપુર, જયપુર, મસૂરી, શિમલા, નૈનીતાલ, કોર્બેટ, ઋષિકેશ અને પોર્ટ બ્લેરના બુકિંગમાં તેજી છે. રાજા-રાની ટ્રાવેલ્સના ચેરમેન અભિજિત પાટિલ કહે છે કે ગુલમર્ગની હોટલો ફુલ છે. હવે ટૂરિસ્ટ્‌સ પહલગામ તરફ વળતાં ત્યાં પણ ૮૦% બુકિંગ થઇ ગયું છે. ૬૦% હાઉસબોટ પણ બુક છે. જમ્મુ-કાશ્મીરમાં ફેમિલી ટૂરિસ્ટ્‌સનો ટ્રાફિક વધુ રહે છે.ક્રિસમસથી શરૂ થઇને ન્યૂ યર સુધી ચાલનારી ફેસ્ટિવ સિઝનને લઇને ઘરેલુ પર્યટન ઉદ્યોગમાં જબરદસ્ત ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. મોટા ભાગના પર્યટન સ્થળોના એડવાન્સ બુકિંગમાં ૪૦૦% વધારો થયો છે. કોરોનાનો નવો ઓમિક્રોન વેરિયન્ટ આવતાં ટૂરિઝમ સેક્ટર, ટૂર-ટ્રાવેલ્સ અને ઇવેન્ટ મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રી ચિંતામાં હતી. ઇન્ટરનેશનલ ફ્લાઇટ્‌સ પરની રોક ૩૧ જાન્યુ. સુધી લંબાવાતાં ઇન્ડિયન એસોસિયેશન ઑફ ટૂર ઓપરેટર્સ નિરાશ છે પણ આ કઠણાઇઓ વચ્ચે ઘરેલુ પર્યટન ઉદ્યોગની ગાડી ફરી પાટા પર આવી રહી છે.

આરે કોલોની રસ્તા સિમેન્ટ ક્રોંક્રીટના બનાવવાની પાલિકાની યોજના આડે આવ્યા પર્યાવરણવાદીઓ; જાણો વિગત
 

Wagah Border: પાકિસ્તાને આટલા ભારતીય હિન્દુ શ્રદ્ધાળુઓને વાઘા બોર્ડર પર રોક્યા, શીખો સાથે જવાની ન આપી મંજૂરી
Team India: ઢોલ-નગારા સાથે ‘વર્લ્ડ ચેમ્પિયન્સ’નું દિલ્હીમાં ગ્રાન્ડ વેલકમ! વિજય બાદ PM મોદીને મળવા પહોંચી ટીમ ઇન્ડિયા, રાષ્ટ્રીય ગૌરવની ક્ષણ.
Rahul Gandhi: રાહુલ ગાંધીનો ‘હાઇડ્રોજન બોમ્બ’: ‘હરિયાણામાં ૨૫ લાખ વોટની ચોરી, બિહારમાં પણ એવું જ થશે’, વિપક્ષે કર્યા સૌથી મોટા આક્ષેપ.
Mirzapur train accident: મિર્ઝાપુરમાં કરુણ દુર્ઘટના: ચૂનાર રેલવે સ્ટેશન પર ટ્રેનની અડફેટે આવતા આટલા લોકોના દર્દનાક મોત,
Exit mobile version