Site icon News Continuous Bureau | Mumbai

બાળકો માટે સારા સમાચાર : આવતા મહિનાથી તેમને આ રસીના ડોઝ લાગશે; જાણો રસી વિશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 23 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

દેશને માથે કોરોનાની ત્રીજી લહેરની તલવાર લટકે છે. આ લહેરનો ખતરો બાળકો પર વધુ હોવાનું કહેવાઈ રહ્યું છે. તેમનું રસીકરણ ક્યારે થશે તેની સહુને ચિંતા છે. આ ચિંતાનો અંત આવતા મહિને આવી જશે. ૧૨થી ૧૮ વર્ષની વયનાં બાળકોનું રસીકરણ શરૂ થશે. 

 કૅડિલા હેલ્થકૅર કંપની તેની ઝાયકોવ-ડી વેક્સિન બજારમાં ઉપલબ્ધ કરશે. આ રસીના ડોઝ શરૂઆતમાં ફક્ત ૧૨ વર્ષથી ઉપરનાં બાળકોને આપવામાં આવશે.

ઝાયકોવ-ડી વિશ્વની પ્રથમ ડીએનએ આધારિત કોરોનાની રસી છે. તેના ત્રણ ડોઝ અપાશે. પ્રથમ બે ડોઝ વચ્ચે ૨૮ દિવસ, બીજા અને ત્રીજા ડોઝ વચ્ચે ૫૬ દિવસનું અંતર રહેશે. બાળકોને સોઈ ન લગાડતાં ઇન્જેક્શન અપાશે.

મુંબઈ પોલીસની ચિંતા વધશે? ખંડણી ઉઘરાવવાના કેસમાં આ કુખ્યાત ગેંગસ્ટર અને બે સાગરીતો દોષમુક્ત; જાણો વિગતે 

ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા (ડીજીઆયએસ)એ ગત મહિને ઝાયકોવ-ડી રસીને ઇમર્જન્સી ઉપયોગમાં લેવા માટે મંજૂરી આપી હતી. ઑક્ટોબરથી દર મહિને કંપની રસીના એક કરોડ ડોઝનું ઉત્પાદન શરૂ કરશે.

Darbhanga Graduates MLC Election Result બિહાર વિધાન પરિષદ ચૂંટણીમાં મોટો ઉલટફેર દરભંગા ગ્રેજ્યુએટ સીટ પર ભાજપના કિલ્લામાં ગાબડું, RJD ના અનિલ કુમાર ઝા વિજયી
Kharge Challenges BJP On Ballot Papers નાગપુરની હાર બાદ કોંગ્રેસનું મોટું રાજકીય દાવપેચ! શું ભાજપ બેલેટ પેપર પડકાર સ્વીકારશે? જાણો ખડગેના તીખા પ્રહારો પાછળનું ગણિત
CEC Gyanesh Kumar Mock Impeachment મુખ્ય ચૂંટણી કમિશનર સામે વિપક્ષનો મોટો મોરચો મીરા કુમાર સંભાળશે ‘સ્પીકર’ ની ખુરશી, મલ્લિકાર્જુન ખડગે લાવશે મોક મહાભિયોગ પ્રસ્તાવ
MLC Election Results Political Analysis ૧૩ જીત્યા તોય ચિંતા, ૧ જીતીને પણ ઉત્સવ! MLC ચૂંટણીના પરિણામો પાછળ એવું તો શું છુપાયેલું છે જે સામાન્ય નજરે નથી દેખાતું? જુઓ સમગ્ર સમીકરણ
Exit mobile version