Site icon

ગ્રામીણ ભાગોમાં ૮૦% લોકોને વેક્સિનનો ફોબિયા; સર્વેમાં બહાર આવી ચોંકાવનારી બાતમી, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૯ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Community

સોમવાર

હાલમાં વેક્સિન સંદર્ભે સંસશોધકોએ કરેલા એક સર્વેમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. ગામડાના 80.10% લોકોને તો શહેરના 36%  લોકોમાં વેક્સિનનોફોબિયા જોવા મળ્યો છે. આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનનાં અધ્યાપિકા ડૉ.ધારા દોશી અને મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉ.યોગેશ એ. જોગસણ દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યું છે, જેમાં તારણો સામે આવ્યાં છે.

મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકોએ ગુજરાતનાં ગામેગામ જઈ વેક્સિનેશન અંગે જાગૃતિ ફેલાવવાનો નિર્ણય કર્યો હતો. તેઓ ગ્રામ્ય અને શહેરી વિસ્તારના કુલ 2,700થી વધુ લોકોને મળ્યા હતા અને ત્યાર બાદ છેલ્લા 3 મહિનાના ઑબ્ઝર્વેશનને આધારે આ તારણો કાઢવામાં આવ્યાં છે. ગ્રામીણ લોકોએ સર્વે કરનારાઓને કહ્યું હતું કે જો અમે વેક્સિન લઈએ તો ભગવાન કોપાયમાન થાય અને ગુસ્સો કરી બેસે તો કંઈક અપશુકન થશે.

વેક્સિનના આવા ભયનાં લક્ષણો અને ભગવાનના ભયનાં લક્ષણોને મનોવિજ્ઞાનની ભાષામાં વેક્સિનોફોબિયા અથવા ઝ્યૂસોફોબિયા કહેવાય છે. વેક્સિનનોફોબિયા એ રસી માટેનો એક અતાર્કિક ભય છે. આ સ્થિતિથી પીડિત કોઈ વ્યક્તિ ફક્ત રસીના વિચારથી ખૂબ જ ચિંતા અને અસ્વસ્થતા અનુભવે છે. તેમની અસ્વસ્થતા એટલી તીવ્ર હોય છે કે તેના પરિણામે વ્યક્તિ ડિપ્રેશનમાં પણ આવી શકે છે.

યોગી આદિત્યનાથ સાથે પંગો લેનાર આઝમ ખાનની તબિયત ફરી લથડી.. હવે ઇલાજ માટે લખનઉં રવાના… જાણો વિગત…

ઉલ્લેખનીય છે કે કોરોના માટે હાલ એકમાત્ર ઉપાય રસી જ છે. રસીને લઈને ગ્રામીણ લોકોમાં એવી પણ અફવા સાંભળવા મળી છે કે રસી લીધા બાદ કોઈપણ સ્ત્રી કે પુરુષમાં માતા કે પિતા બનવાની ક્ષમતા રહેશે નહીં. કોરોના રસી મારફતે વર્લ્ડ લેવલે પૉપ્યુલેશન ઓછું કરવાનો કારસો રચાઈ રહ્યો છે. આવી બીજી અનેક અફવાઓના કારણે લોકો કોરોના વાયરસની રસી લેવાની આનાકાની કરી રહ્યા છે.

PM Modi Mizoram 2025: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમના આઈઝોલમાં 9,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો
Vrindavan: વૃંદાવન જ નહીં, પાકિસ્તાન સુધી છે બાંકેબિહારીજીની સંપત્તિ,મંદિર પ્રબંધન કમિટી કરી રહી છે આ કામ
Rafale Fighter Jet: ભારતીય વાયુસેના રાફેલ ફાઇટર જેટ નર લઈને સરકારને કરી આવી ડિમાન્ડ, શું ભારતમાં જ થશે તૈયાર?
PM Modi Manipur visit: મણિપુર હિંસા બાદ PM મોદીની પ્રથમ મુલાકાત, આ શહેર થી શરૂ થશે તેમનો પ્રવાસ
Exit mobile version