Site icon

આ વ્યક્તિ બનશે ઉપરાષ્ટ્રપતિ- આજે પરિણામ જાહેર થશે

News Continuous Bureau | Mumbai

આજે દેશને નવા ઉપરાષ્ટ્રપતિ(Vice president) મળવાના છે. હાલના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ(Venkaiah Naidu)નો કાર્યકાળ આગામી 10 ઓગસ્ટે સમાપ્ત થઈ રહ્યો છે, આવામાં એનડીએ(NDA) ના જગદીપ ધનખડ(Jagdeep Dhankhad) અને વિપક્ષી ઉમેદવાર માર્ગારેટ આલ્વા(Margaret Alva)માંથી જે પણ જીતશે તે ઉપરાષ્ટ્રપતિ તરીકે 11 ઓગસ્ટે શપથ લેશે. મહત્વ પૂર્ણ છે કે આ ચૂંટણી માટે સવારથી જ મતદાન શરૂ થઈ ચૂક્યું છે અને તેમાં સાંસદો(MP) ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે. 

Join Our WhatsApp Community

આજે સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન(voting) ચાલશે, ત્યારપછી મતોની ગણતરી કરવામાં આવશે અને આજે સાંજે જ પરિણામ પણ જાહેર કરવામાં આવશે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાજ્યસભા(Rajya Sabha)ના 223 સાંસદ, રાજ્યસભાના નોમિનેટ 12 સાંસદ અને લોકસભા(Loksabha) ના 543 સાંસદો મતદાન કરશે. આ રીતે કુલ 788 લોકો મત આપી શકશે. 

 આ સમાચાર પણ વાંચો : અફઘાનિસ્તાનના કાબુલની મસ્જિદમાં 2 ઘાતક બોમ્બ બ્લાસ્ટ- આટલા લોકોના નિપજ્યા મોત

જોકે આ ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર જગદીપ ધનખડની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે.  મીડિયા રિપોર્ટ મુજબ ઉપરાષ્ટ્ર્રપતિની ચૂંટણીને લઈને વિરોધ પક્ષોમાં પણ મતભેદો સામે આવ્યા છે. કારણ કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનજીર્ની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસે(TMC) અલ્વાના નામની જાહેરાત પહેલા સર્વસંમતિ ન સાધવાના પ્રયાસોને ટાંકીને મતદાન પ્રક્રિયાથી દૂર રહેવાની જાહેરાત કરી છે. મતદાન થયા પછી ટૂંક સમયમાં મતોની ગણતરી કરવામાં આવશે અને મોડી સાંજ સુધીમાં દેશના નવા ઉપરાષ્ટ્ર્રપતિના નામની જાહેરાત કરવામાં આવશે. નવા ઉપરાષ્ટ્ર્રપતિ 11 ઓગસ્ટે શપથ લેશે.

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version