News Continuous Bureau|Mumbai.
ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે આજે મતદાન થવાનું છે.
આ ચૂંટણીમાં NDA તરફથી જગદીપ ધનખડ અને વિપક્ષ તરફથી માર્ગરેટ અલ્વાની વચ્ચે ટક્કર થવાની છે.
સવારે 10થી સાંજે પાંચ વાગ્યા વચ્ચે સંસદ ભવનમાં સાંસદો મતદાન કરશે.
ચૂંટણીના પરિણામો પણ સાંજ સુધીમાં જાહેર થઈ જશે.
ઉલ્લેખનીય છે કે વર્તમાન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનો કાર્યકાળ 10 ઓગસ્ટે સમાપ્ત થઈ રહ્યો છે.
