વિજય માલ્યાનો ખેલ ખલાસ થઈ ગયો!!! ભારતને બહુ મોટી જીત મળી છે. 9000 કરોડ રૂપિયા નું ફુલેકું કરીને ભારત દેશમાંથી નાસી છૂટેલા એવા વિજય માલ્યા ને આખરે હવે મુંબઈ આવવું પડ્યું છે. લાંબા લચક કોર્ટ કેસ બાદ તમામ કોર્ટમાં તેઓ કેસ હારી જતા હવે તેમને લંડન વિમાનમાં બેસાડી દેવાયા છે અને તેમનું વિમાન હવે ભારત પહોંચશે છે. તેમની વિરુદ્ધમાં મુંબઈમાં કેસ ચાલુ હોવાને કારણે તેમને મુંબઇ લઇ જવાશે. અહીં આર્થર રોડ જેલમાં તેમનો નિવાસ થશે. આમ ભારતીય ઓથોરિટી સાથે નો થપ્પો હવે પત્યો છે…