Site icon News Continuous Bureau | Mumbai

Viksit Bharat : પ્રધાનમંત્રી 11મી ડિસેમ્બરે ‘વિકસીત ભારત @2047: યુવાનોનો અવાજ’ લોન્ચ કરશે

Viksit Bharat : આ પહેલનો ઉદ્દેશ્ય Viksit Bharat @2047 ના વિઝનમાં વિચારોનું યોગદાન આપવા માટે દેશના યુવાનોને પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે પ્રધાનમંત્રી દેશભરમાં રાજભવન ખાતે આયોજિત વર્કશોપમાં યુનિવર્સિટીઓના કુલપતિઓ અને સંસ્થાઓના વડાઓને સંબોધન કરશે

Viksit Bharat PM Narendra Modi to launch Viksit Bharat @2047

Viksit Bharat PM Narendra Modi to launch Viksit Bharat @2047

News Continuous Bureau | Mumbai

Viksit Bharat : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી (PM Modi) 11મી ડિસેમ્બર, 2023ના રોજ સવારે 10:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ (Video conferencing)  દ્વારા ‘વિકસીત ભારત @2047: યુવાનોનો અવાજ’ લોન્ચ કરશે. પ્રધાનમંત્રી દેશભરના રાજભવન (Rajbhavan) ખાતે આયોજિત વર્કશોપ (Work shop) માં યુનિવર્સિટીઓના કુલપતિઓ, સંસ્થાઓના વડાઓ અને ફેકલ્ટી સભ્યોને પણ સંબોધન કરશે, જે પહેલની શરૂઆતનું પ્રતીક હશે.

Join Our WhatsApp Channel

પ્રધાનમંત્રીનું વિઝન દેશની રાષ્ટ્રીય યોજનાઓ, પ્રાથમિકતાઓ અને ધ્યેયોની રચનામાં દેશના યુવાનોને સક્રિયપણે સામેલ કરવાનું છે. આ વિઝનને અનુરૂપ, ‘વિકસીત ભારત @2047 : યુવાનોનો અવાજ’ પહેલ દેશના યુવાનોને Viksit Bharat @2047ના વિઝનમાં વિચારોનું યોગદાન આપવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે. Viksit Bharat @2047 માટે તેમના વિચારો અને સૂચનો શેર કરવા માટે યુવાનોને જોડવાની પ્રક્રિયા શરૂ કરવાની દિશામાં વર્કશોપ મહત્ત્વનું પગલું હશે.

આ સમાચાર પણ વાંચો : Inox India IPO : પૈસા તૈયાર રાખો… 14મી ડિસેમ્બરથી આ કંપનીનો આવી રહ્યો છે IPO, કંપનીએ કરી પ્રાઇસ બેન્ડની જાહેરાત..

Viksit Bharat@2047 એ ભારતને તેની સ્વતંત્રતાના 100મા વર્ષ, 2047 સુધીમાં એક વિકસીત રાષ્ટ્ર બનાવવાનું વિઝન છે. આ વિઝનમાં વિકાસના વિવિધ પાસાઓનો સમાવેશ થાય છે, જેમાં આર્થિક વૃદ્ધિ, સામાજિક પ્રગતિ, પર્યાવરણીય ટકાઉપણું અને સુશાસનનો સમાવેશ થાય છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Ink Attack on Abhijeet Deepke અભિજીત દીપકે પર શાહીનો હુમલો જાહેરમાં મહિલાએ ફેંકી શાહી, રાજકીય ગરમાવો વધ્યો
Sonam Wangchuk Protest હોસ્પિટલમાં પણ સોનમ વાંગચુકના ઉપવાસ યથાવત પત્નીએ કહ્યું 20 જુલાઈએ સંસદ માર્ચ થઈને જ રહેશે
Vikram1 Launch Success ઓર્બિટમાં ગુંજ્યું ‘વંદે માતરમ્’ ‘વિક્રમ1’ ની સફળ લોન્ચિંગ પર પીએમ મોદીએ વૈજ્ઞાનિકોને કર્યો ફોન; ટીમને પાઠવ્યા અભિનંદન
Sonam Wangchuk Protest History સરકાર સામે વાંગચુકનો ‘અગ્નિપથ’ ૫ વાર અનશન કરી લદ્દાખના હકો માટે લડ્યા આ વૈજ્ઞાનિક, જાણો શું મળ્યું પરિણામ?
Exit mobile version