Site icon News Continuous Bureau | Mumbai

આજે રાજ્યસભાની 19 સીટો માટે ચૂંટણી, આઠ રાજ્યોમાં થઈ રહ્યું છે મતદાન. ગુજરાતમાં ખરાખરીનો જંગ

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો.

સવારે નવ વાગ્યાથી દેશના આઠ રાજ્યોમાં રાજ્યસભાની ઓગણીસ સીટ માટે મતદાન શરૂ થઈ ગયું છે. મધ્ય પ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં ચૂંટણી ઘણી જ રસપ્રદ બની ગઈ છે. મધ્યપ્રદેશમાં દિગ્વિજયસિંહ જીતશે કે પછી જ્યોતિરાદિત્ય સિંધિયા તે જોવાનું રહેશે જ્યારે કે ગુજરાતમાં ભાજપના ઉમેદવાર નરહરિ અમીન અથવા કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકી જીતે છે તે માટે લડાઈ જામી છે. માત્ર એક વોટના અંતરથી ગુજરાતમાં હાર અને જીત નો ફેંસલો થઈ શકે છે. રાજસ્થાનમાં ભાજપના ઉમેદવારને જીતાડવા માટે અપક્ષ અને ક્રોસ વોટિંગ ઉપર મદાર રાખીને બેઠા છે. આમ મધ્યપ્રદેશ,  ગુજરાત અને રાજસ્થાનમાં ખરાખરીનો જંગ જામ્યો છે. બીજી તરફ ઝારખંડ માં કોંગ્રેસ અને બીજેપી વચ્ચે સીધી ટક્કર છે. પૂર્વ રાજ્ય એટલે કે મણિપુર મેઘાલય અને મિઝોરમમાં રાજ્યસભાની એક એક સીટ માટે ચૂંટણી થઈ રહી છે. 

Join Our WhatsApp Channel

રાજ્યસભામાં કોણ જીતશે તેની ઉપર સર્વે કોઈ નજર કરીને બેઠા છે.

 

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3fxoxI2 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

Sambit Patra Slams Opposition ભાજપ સાંસદ સંબિત પાત્રાનો વિપક્ષ પર આકરો પ્રહાર વિરોધ પ્રદર્શનને ‘ફ્લોપ શો’ ગણાવ્યો, કહ્યું ‘આ લોકશાહીની સાચી જીત છે’
No Democracy In India ‘ભારતમાં હવે લોકશાહી બચી નથી, તેને ખતમ કરનાર ગદ્દાર’ પ્રિયંકા ગાંધીનો કેન્દ્ર સરકાર પર આકરો પ્રહાર
CJP Protest Over 1500 Detained દિલ્હી પોલીસનું મહાએક્શન CJP વિરોધ પ્રદર્શન વચ્ચે 1500 થી વધુ લોકોની અટકાયત, રાજધાની છાવણીમાં ફેરવાઈ
Election Results 2026 BJP Record Victory ‘મોદી મેજિક’ અને સંગઠનની તાકાત સામે વિપક્ષનો સંપૂર્ણ સફાયો; દિગ્ગજ નેતાઓ પોતાની બેઠકો પણ ન બચાવી શક્યા
Exit mobile version