Site icon

Wada police action: વાડા પોલીસ સ્ટેશનની મોટી કાર્યવાહી; ઝારખંડના ડ્રાઇવરની ધરપકડ, પ્રતિબંધિત માલની હેરાફેરીનો પર્દાફાશ

પાલઘર: પોલીસ અધિક્ષક (SP) શ્રી યતિશ દેશમુખની સૂચના મુજબ પાલઘર જિલ્લામાં ગેરકાયદેસર ધંધા પર કડક કાર્યવાહી ચાલી રહી છે, જેના ભાગરૂપે વાડા પોલીસે મોટી સફળતા મેળવી છે.

Wada police action વાડા પોલીસ સ્ટેશનની મોટી કાર્યવાહી; ઝારખંડના ડ્રાઇવરની ધરપકડ

Wada police action વાડા પોલીસ સ્ટેશનની મોટી કાર્યવાહી; ઝારખંડના ડ્રાઇવરની ધરપકડ

News Continuous Bureau | Mumbai

Wada police action પાલઘર: પોલીસ અધિક્ષક (SP) શ્રી યતિશ દેશમુખની સૂચના મુજબ પાલઘર જિલ્લામાં ગેરકાયદેસર ધંધા પર કડક કાર્યવાહી ચાલી રહી છે, જેના ભાગરૂપે વાડા પોલીસે મોટી સફળતા મેળવી છે. વાડા પોલીસ સ્ટેશનની હદમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસે ₹૩૩,૦૦,૦૦૦/- ની કુલ કિંમતનો પ્રતિબંધિત તમાકુજન્ય પદાર્થોનો જથ્થો જપ્ત કર્યો છે અને એક આરોપીની ધરપકડ કરી છે.
ખંડેશ્વરી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી વાડા પોલીસની ટીમે શંકાસ્પદ જણાતા વાહન ને અટકાવી તેની ઝીણવટભરી તપાસ હાથ ધરી.
વાહનચાલકની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે તે ઝારખંડના ગિરીડીહ નો રહેવાસી છે. વાહનની તલાશી લેતા પોલીસને મહારાષ્ટ્ર રાજ્યમાં પ્રતિબંધિત ₹૧૮ લાખની કિંમતનો તમાકુજન્ય પદાર્થ મળી આવ્યો. પોલીસે વાહન સહિત કુલ ₹૩૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.
આરોપી વિરુદ્ધ વાડા પોલીસ સ્ટેશનમાં કલમ ૧૪૩, ૧૪૪, ૧૪૬, ૧૭૬ તેમજ અન્ન સુરક્ષા માનક કાયદો ૨૦૦૬ અને નિયમ ૨૦૧૧ ની કલમ ૨૬(૨), ૨૭, ૨૮, ૨૯, (૧), (૩) અને (અ) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને આગળની તપાસ શરૂ કરી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Mumbai police bravery: પોલીસ જવાનની બહાદુરી: ચાકુ હુમલામાં ઘેરાયેલી યુવતીનો બચાવ, તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ

આ સફળ કાર્યવાહી પોલીસ અધિક્ષકશ્રીના માર્ગદર્શન હેઠળ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને વાડા પોલીસ સ્ટેશનના કર્મચારીઓની ટીમે પાર પાડી હતી.

 

Ram Temple: ઐતિહાસિક ક્ષણ: પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે ‘ધ્વજારોહણ’, PM મોદી રામ મંદિરના શિખર પર ફરકાવશે ૨૨ ફૂટનો ભવ્ય ધર્મ ધ્વજ, જાણો કાર્યક્રમની સંપૂર્ણ વિગતો
Omar Abdullah: ‘ઉમર અબ્દુલ્લાનો આક્રોશ,રાજ્યસભા ચૂંટણીમાં BJPને મળેલા 4 વોટ પર ઉઠાવ્યો સવાલ, ‘કોણે કર્યો દગો?’
Cyclonic Storm: વરસાદ અને ઠંડીનું ડબલ એટેક,દેશના આ રાજ્યોમાં ચક્રવાતી તોફાનની ચેતવણી, UPમાં પારો ગગડશે.
Delhi Police: દિલ્હીમાં ગોળીબાર! મહેરૌલી-નાંગલોઈમાં એન્કાઉન્ટર, કુખ્યાત કાકૂ પહાડિયા સહિત આટલા બદમાશો ઘાયલ.
Exit mobile version