Site icon

Waqf Board Bill 2024: વકફ સંશોધન બિલ પર વિપક્ષની માંગ સરકારે સ્વીકારી, અધ્યક્ષ ટૂંક સમયમાં કમિટી બનાવશે

Waqf Board Bill 2024: સંસદમાં વિપક્ષે વકફ બોર્ડ સુધારા સંબંધિત બિલ પર પણ હોબાળો મચાવ્યો હતો અને આ બિલને જેસીપીને મોકલવાની માંગણી કરી હતી. વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલી આ માંગને કેન્દ્ર સરકારે સ્વીકારી લીધી છે. અલ્પસંખ્યક બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ કહ્યું કે અમે પ્રસ્તાવ આપીએ છીએ કે તેને સંયુક્ત સંસદીય સમિતિને મોકલવામાં આવે.

Waqf Board Bill 2024 Waqf (Amendment) Bill, 2024 sent to Joint Parliamentary Committee

Waqf Board Bill 2024 Waqf (Amendment) Bill, 2024 sent to Joint Parliamentary Committee

News Continuous Bureau | Mumbai

Waqf Board Bill 2024: કેન્દ્રની મોદી સરકાર ( Modi govt )  આજે સંસદમાં વક્ફ સંશોધન બિલ રજૂ કરવામાં આવ્યું હતું.  કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુ  દ્વારા વક્ફ એક્ટ 1995માં સુધારા માટે વક્ફ(સુધારા) બિલ 2024 અને મુસ્લિમ વક્ફ એક્ટ 1923ને સમાપ્ત કરવા માટે મુસ્લિમ વક્ફ (રિપીલ) બિલ 2024 લોકસભામાં રજૂ કરાયું.  તેના પર સંસદમાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ચર્ચા કરવામાં આવી હતી. 

Join Our WhatsApp Community

Waqf Board Bill 2024: કિરેન રિજિજુએ લોકસભામાં આ પ્રસ્તાવ મૂક્યો

જોકે હવે વક્ફ સંશોધન બિલ સંસદમાં અટકી ગયું છે. વિપક્ષી દળોના સખત વિરોધ પછી કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ લોકસભામાં પ્રસ્તાવ મૂક્યો કે આ બિલ સંયુક્ત સંસદીય સમિતિ એટલે કે JCPને મોકલવામાં આવે. તેના પર સ્પીકરે કહ્યું કે હા, હું ટૂંક સમયમાં એક સમિતિ બનાવીશ. લોકસભાના સ્પીકર બિરલા હવે બંને ગૃહોના સભ્યોની બનેલી એક સંયુક્ત સંસદીય સમિતિની રચના કરશે જે આ બિલના પાસાઓ અને સાંસદોના વાંધાઓ પર વિચારણા કરશે અને સંસદમાં તેની ભલામણ રજૂ કરશે.

આ સમાચાર પણ વાંચો:  Parliament session : મોદી સરકારે લોકસભામાં વક્ફ બિલ રજૂ કર્યું, વિપક્ષે વાંધો ઉઠાવ્યો; કહ્યું- આ અધિકારો પર હુમલો

Waqf Board Bill 2024: વિપક્ષના આ પક્ષોએ કર્યો વિરોધ

મહત્વનું છે કે કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, ડીએમકે, સીપીઆઈ(એમ), સીપીઆઈ, વાયએસઆર કોંગ્રેસ વગેરે જેવા પક્ષોએ બિલનો વિરોધ કર્યો હતો, જ્યારે સત્તારૂઢ રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (એનડીએ)ના જનતા દળ યુનાઈટેડ, તેલુગુ દેશમ અને શિવસેનાએ બિલને સમર્થન આપ્યું હતું.

Waqf Board Bill 2024: સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનો ઉલ્લેખ

વિરોધનો જવાબ આપતા રિજિજુએ કહ્યું કે આ બિલમાં બંધારણની કોઈ જોગવાઈનો ભંગ કરવામાં આવ્યો નથી. આ બિલ કોઈના અધિકારો છીનવી લેવા માટે લાવવામાં આવ્યું નથી, પરંતુ જે લોકો વંચિતોને ન્યાય આપવા માટે લાવવામાં આવ્યું છે. આ બિલ એવા લોકોને અધિકાર આપશે જેમને ક્યારેય અધિકારો મળ્યા નથી. તેમણે કહ્યું કે બિલ પર વિપક્ષની તમામ આશંકાઓ દૂર કરવામાં આવશે. તેમણે સુપ્રીમ કોર્ટના નિર્ણયનો પણ ઉલ્લેખ કર્યો. ભારત સરકારને બિલ લાવવાનો અધિકાર છે. 

નોંધનીય છે કે કેન્દ્ર સરકારે વકફ એક્ટ, 1995માં સુધારો કરવા માટે વકફ (સુધારા) બિલ, 2024 લોકસભામાં રજૂ કર્યું છે. આ બિલનો ઉદ્દેશ્ય રાજ્ય વકફ બોર્ડની સત્તા, વકફ મિલકતોની નોંધણી, સર્વેક્ષણ અને અતિક્રમણ દૂર કરવા સંબંધિત મુદ્દાઓને અસરકારક રીતે ઉકેલવાનો છે.

Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Meghalaya: ભાજપ પ્રેરિત મેઘાલયમાં રાજકીય ઉથલપાથલ, આટલા મંત્રીઓએ અચાનક આપ્યા રાજીનામા, જાણો શું છે કારણ
PM Modi Birthday: જાણો વડનગર ના રેલવે સ્ટેશનથી લઈને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બનવા સુધીનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો પ્રવાસ
PM Modi: વડાપ્રધાન બન્યા પછી ન ઘરેણાં ખરીદ્યા, એક પ્લોટ હતો તે પણ કર્યો દાન, જાણો તેમની કુલ સંપત્તિ અને તેમના પરિવાર વિશે
Exit mobile version