Site icon

Water Storage: દેશના ભારે ગરમી વચ્ચે હવે 150 જળાશયોમાં માત્ર 21 ટકા જ પાણી બચ્યુંઃ સેન્ટ્રલ વોટર કમિશન રિપોર્ટ..

Water Storage: દેશના મુખ્ય જળાશયોમાં પાણીના સ્તરમાં ગયા વર્ષની સરખામણીમાં 21 ટકાનો ઘટાડો થયો છે. CWCના ડેટા અનુસાર, દેશના 150 મોટા જળાશયોમાં પાણીનું પ્રમાણ 38.491 બિલિયન ક્યુબિક મીટર છે, જે તેમની ક્ષમતાના 22 ટકા છે. ગયા વર્ષના સમાન સમયગાળા સુધી આ જળાશયોમાં 48.592 BCM પાણી હતું.

Water Storage Amidst the extreme heat of the country, now only 21 percent water is left in 150 reservoirs Central Water Commission report..

Water Storage Amidst the extreme heat of the country, now only 21 percent water is left in 150 reservoirs Central Water Commission report..

News Continuous Bureau | Mumbai

Water Storage: દેશમાં આકરી ગરમીએ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો આ કાળઝાળ ગરમીમાં પાણીના સ્ત્રોતો ( Water sources ) પણ સુકાઈ ગયા છે. સેન્ટ્રલ વોટર કમિશનના તાજેતરના રિપોર્ટમાં આવા કેટલાક આંકડા સામે આવ્યા છે, જે હવે દરેકની ચિંતા વધારી શકે છે. જળ આયોગના અહેવાલ મુજબ દેશના 150 મુખ્ય જળાશયોમાં પાણી ઘટીને હવે માત્ર 21 ટકા થયું છે. હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ અને પાણી પુરવઠા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવતા, આ જળાશયોની સંયુક્ત સંગ્રહ ક્ષમતા 178.784 બિલિયન ક્યુબિક મીટર છે, જે દેશની કુલ જળ સંગ્રહ ક્ષમતાના 69.35 ટકા જેટલી છે. 

Join Our WhatsApp Community

ગુરુવાર સુધીમાં, આ જળાશયોમાં ( reservoirs ) ઉપલબ્ધ સંગ્રહ 37.662 BCM રહ્યો છે, જે તેમની કુલ ક્ષમતાના 21 ટકા છે. એકંદરે, 150 જળાશયોમાં ઉપલબ્ધ લાઈવ સ્ટોરેજ 257.812 BCMની અંદાજિત કુલ ક્ષમતા સામે 54.310 BCM છે. આ આંકડો ગયા વર્ષના આંકડા કરતાં ઓછો છે. સેન્ટ્રલ વોટર કમિશનના ( Central Water Commission ) અહેવાલમાં જણાવાયું છે કે જળાશયોમાં વર્તમાન સંગ્રહ છેલ્લા દસ વર્ષના સરેરાશ સંગ્રહ કરતાં ઓછો છે. પ્રથમ બે સપ્તાહમાં જળાશયોમાં કુલ સંગ્રહ 22 ટકા જેટલો હતો, જ્યારે તેના એક સપ્તાહ પહેલા તે 23 ટકા હતો.

Water Storage: પાણી સંગ્રહ કરવાની ક્ષમતા ક્યાં કેટલી છે, અછત કેટલી છે?

-કમિશનના રિપોર્ટ અનુસાર, ઉત્તર અને પૂર્વ ભારતમાં કાળઝાળ ગરમીના કારણે દિલ્હી સહિત દેશના ઘણા વિસ્તારોમાં હાલ (  Water crisis ) જળસંકટ જોવા મળી રહ્યું છે. જળાશયોમાં જળસંગ્રહ પર નજર કરીએ તો દક્ષિણ ભારતના રાજ્યો પર તેની ઊંડી અસર પડી છે. આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, કેરળ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં હાજર 42 જળાશયોની કુલ ક્ષમતા 53.334 BCM છે. સેન્ટ્રલ વોટર કમિશનના અહેવાલ મુજબ, આ જળાશયોમાં ઉપલબ્ધ સંગ્રહ હવે 8.508 BCM રહ્યો છે. જે ગયા વર્ષની સરખામણીમાં 21 ટકા ઓછું છે. 

આ સમાચાર  પણ વાંચો :  International Yoga Day: વર્ષોથી ગ્રૂપમાં યોગ અભ્યાસ કરતાં હિનાબેન પટેલ બદલાતી જીવનશૈલી સાથે શારીરિક સ્વસ્થતાનો તાલમેલ સાધવાનો શ્રેય નિયમિત યોગને આપે છે

– આમાં ઉત્તર ભારતની વાત કરીએ તો, હિમાચલ પ્રદેશ, પંજાબ અને રાજસ્થાનમાં હાજર કુલ 10 જળાશયોની કુલ જળ સંગ્રહ ક્ષમતા 19.663 BCM રહી ગઈ છે. સેન્ટ્રલ વોટર કમિશનના અહેવાલ મુજબ આ જળાશયોમાં વર્તમાન જળ સંગ્રહ 5.488 BCM છે. જે ગયા વર્ષની સરખામણીમાં 39 ટકા ઓછું છે. 

-ઉત્તર-પૂર્વીય રાજ્યોની વાત કરીએ તો, આસામ, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, નાગાલેન્ડ અને બિહારમાં 23 જળાશયોની કુલ સંગ્રહ ક્ષમતા 20.430 BCM છે. આ જળાશયોમાં વર્તમાન જળ સંગ્રહ 3.873 BCM રહી ગયો છે, જે કુલ ક્ષમતાના 19 ટકા છે. જો કે, આ 23 જળાશયોમાં પાણીના સંગ્રહમાં ગયા વર્ષના 18 ટકાની સરખામણીએ થોડો વધારો થયો છે. 

-ભારતના પશ્ચિમી રાજ્યો, ગુજરાત અને મહારાષ્ટ્રમાં કુલ 49 જળાશયો છે. તેમની પાણી સંગ્રહ ક્ષમતા 37.130 BCM છે. આ 49 જળાશયોમાં વર્તમાન જળ સંગ્રહ 7.608 BCM છે. ગયા વર્ષના 24 ટકાની સરખામણીએ આ સંગ્રહ ઘટીને 20.49 ટકા થયો છે.  

-તેવી જ રીતે, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં હાજર 26 જળાશયોની કુલ જળ સંગ્રહ ક્ષમતા 48.227 BCM છે. વર્તમાન પરિસ્થિતિની વાત કરીએ તો આ 26 જળાશયોમાં 12.185 BCM પાણીનો સંગ્રહ વધ્યો છે. ગયા વર્ષના 32 ટકાની સરખામણીએ આ સંગ્રહ ઘટીને 25 ટકા થયો છે. સેન્ટ્રલ વોટર કમિશનના રિપોર્ટ મુજબ દેશના તમામ જળાશયોની જળ સંગ્રહ ક્ષમતામાં ગયા વર્ષની સરખામણીએ ઘટાડો નોંધાયો છે.  

Train Timing change: ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસના સમય અને ટર્મિનલ સ્ટેશનમાં પરિવર્તન
Bairabi-Sairang Rail Project: બઈરબી-સાયરંગ રેલ પરઓયોજના: પૂર્વોત્તર ભરતને પ્રગતિની સાથે જોડતી ઐતિહાસિક પહેલ
Mahindra Thar: નવી નક્કોર થારથી લીંબુ કચડવા ગયેલી મહિલા સાથે એવું બન્યું કે શોરૂમના પહેલા માળેથી SUV સીધી રોડ પર
Vice-Presidential Election: ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં INDIA ગઠબંધનને મોટો ઝટકો, આટલા સાંસદોનું થયું હતું ક્રોસ-વોટિંગ
Exit mobile version