Site icon News Continuous Bureau | Mumbai

Western Railway Holi Special Train 2026: પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી અને હરિદ્વાર વચ્ચે હોળી સ્પેશિયલ ટ્રેન

પશ્ચિમ રેલવે દ્વારા આવનારા હોળી તહેવાર દરમિયાન મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને સાબરમતી–હરિદ્વાર વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

Western Railway Holi Special Train 2026 પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી અને હરિદ્વાર

Western Railway Holi Special Train 2026 પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી અને હરિદ્વાર

Western Railway Holi Special Train 2026 પશ્ચિમ રેલવે દ્વારા આવનારા હોળી તહેવાર દરમિયાન મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને સાબરમતી–હરિદ્વાર વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ અસારવા થી આગ્રા કૅન્ટ માટે પણ સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી રહી છે. આ વિશેષ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

Join Our WhatsApp Channel

ટ્રેન નંબર 09425 સાબરમતી–હરિદ્વાર સ્પેશિયલ 23 ફેબ્રુઆરી અને 02, 09, 16, 23 માર્ચ 2026ના રોજ સાબરમતીથી સાંજે 18:45 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 20:30 વાગ્યે હરિદ્વાર પહોંચશે. તે જ રીતે ટ્રેન નંબર 09426 હરિદ્વાર–સાબરમતી સ્પેશિયલ 24 ફેબ્રુઆરી અને 03, 10, 17, 24 માર્ચ 2026ના રોજ હરિદ્વારથી રાત્રે 21:45 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે રાત્રે 22:30 વાગ્યે સાબરમતી પહોંચશે.

માર્ગમાં બંને દિશામાં આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, પિંડવાડા, જવાઈ બાંધ, ફાલના, રાની, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર–જયપુર, બાંદીકુઈ, અલવર, રેવાડી, ગુડગાંવ, દિલ્હી કૅન્ટ, દિલ્હી, ગાઝિયાબાદ, મેરઠ, મુઝફ્ફરનગર અને રૂડકી સ્ટેશનો પર રોકાશે.
આ ટ્રેનમાં એસી 2-ટિયર, એસી 3-ટિયર, સ્લીપર તથા સામાન્ય વર્ગના કોચ રહેશે.

ટ્રેન નંબર 01920 અસારવા–આગ્રા કૅન્ટ સ્પેશિયલ 19 ફેબ્રુઆરીથી 30 માર્ચ 2026 સુધી (મંગળવાર અને બુધવાર સિવાય) અસારવાથી દરરોજ બપોરે 14:50 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 07:45 વાગ્યે આગ્રા કૅન્ટ પહોંચશે.
તે જ રીતે ટ્રેન નંબર 01919 આગ્રા કૅન્ટ–અસારવા સ્પેશિયલ 18 ફેબ્રુઆરીથી 29 માર્ચ 2026 સુધી (સોમવાર અને મંગળવાર સિવાય) આગ્રા કૅન્ટથી દરરોજ સાંજે 18:10 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 11:10 વાગ્યે અસારવા પહોંચશે.
માર્ગમાં બંને દિશામાં આ ટ્રેન હિંમતનગર, શામળાજી રોડ, ડુંગરપુર, સેમારી, જાવર, ઉદયપુર સિટી, રાણા પ્રતાપનગર, માવલી, ચંદેરિયા, માંડલગઢ, બૂંધી, કેશોરાય પાટણ, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, રૂપબાસ અને ફતેહપુર સીકરી સ્ટેશનો પર રોકાશે.

આ સમાચાર પણ વાંચો : Lunar Eclipse on Holi 2026: હોળી પર ચંદ્રગ્રહણ: ૧૨૨ વર્ષ બાદ દુર્લભ સંયોગ, જાણો ૨૦૨૬માં હોલિકા દહન અને ધુળેટીની સાચી તારીખ.

ટ્રેન નંબર 09425 માટે બુકિંગ *21 ફેબ્રુઆરી 2026* થી મુસાફર આરક્ષણ કેન્દ્રો અને આઇઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે તથા ટ્રેન નંબર 01920 માટે બુકિંગ ચાલુ છે. ટ્રેનોના સમયપત્રક, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

Rahul Gandhi Gyanesh Kumar Resignation FIR જ્ઞાનેશ કુમારના રાજીનામા પર અડગ રાહુલ ગાંધી બોલ્યા ‘100 FIR પણ મંજૂર, મારા માટે દરેક કેસ એક મેડલ સમાન’
Rahul Gandhi Detained દિલ્હીના રસ્તાઓ પર જબરદસ્ત ઘમાસાણ! રાહુલ ગાંધીની અટકાયત થતાં જ કાર્યકરો ભડક્યા પોલીસ અને નેતાઓ આમનેસામને
Opposition Protest Jantar Mantar કાલે 8 કલાક ધરણાં, આજે જંતરમંતર કૂચ મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવાની માંગ સાથે નીકળ્યા વિપક્ષી નેતાઓ
UP BJP Internal Turmoil રાજ્યસભાની ટિકિટની વહેંચણી બાદ UP ભાજપમાં મોટો ઘમસાણ? કૌશલ કિશોર બાદ હવે ધર્મેન્દ્ર કશ્યપનું ‘ટાટાબાયબાય’
Exit mobile version