Western Railway special trains પશ્ચિમ રેલ્વે મુસાફરોની સુગમ અવરજવર જાળવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલ્વેએ ટ્રેન ઓન ડિમાન્ડ (TOD) યોજના હેઠળ સાબરમતી-દિલ્હી જંકશન અને સાબરમતી-દિલ્હી સરાય રોહિલ્લા વચ્ચે ખાસ ભાડા પર સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે. વિગતો નીચે મુજબ છે:
*1. ટ્રેન સંખ્યા 09497/09498 સાબરમતી–દિલ્લી જં. સુપરફાસ્ટ સ્પેશિયલ (04 ફેરા)*
ટ્રેન સંખ્યા 09497 સાબરમતી-દિલ્હી સ્પેશિયલ 7 અને 9 ડિસેમ્બર 2025 ના રોજ સાબરમતીથી 22:55 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 15:15 વાગ્યે દિલ્હી પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નં. 09498 દિલ્હી-સાબરમતી સ્પેશિયલ 8 અને 10 ડિસેમ્બર 2025 ના રોજ દિલ્હી જંક્શનથી 21:00 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 12:20 વાગ્યે સાબરમતી પહોંચશે.
માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ જંક્શન, અજમેર, જયપુર, અલવર, રેવાડી, ગુડગાંવ અને દિલ્હી કેન્ટ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી ૩-ટાયર ક્લાસ કોચ હશે.
*2. ટ્રેન નં. 04061/4062 સાબરમતી-દિલ્હી સરાય રોહિલ્લા-સાબરમતી સ્પેશિયલ (2 ટ્રિપ્સ)*
ટ્રેન નંબર 04061 સાબરમતી-દિલ્હી સરાય રોહિલ્લા સ્પેશિયલ 07 ડિસેમ્બર 2025 ના રોજ સવારે 05.30 વાગ્યે સાબરમતીથી ઉપડશે અને તે જ દિવસે રાત્રે 23.00 વાગ્યે દિલ્હી સરાય રોહિલ્લા પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 04062 દિલ્હી સરાય રોહિલ્લા-સાબરમતી સ્પેશિયલ 06 ડિસેમ્બર 2025 ના રોજ સવારે 08.10 વાગ્યે દિલ્હી સરાય રોહિલ્લાથી ઉપડીને બીજા દિવસે 07 ડિસેમ્બર 2025 ના રોજ 00.30 વાગ્યે સાબરમતી પહોંચશે.
આ સમાચાર પણ વાંચો : “Western Railway special train: પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી અને દિલ્હી વચ્ચે સ્પેશિયલ ટ્રેન
માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, અલવર, રેવારી, ગુડગાંવ અને દિલ્હી કેન્ટ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2 – ટાયર અને એસી 3 – ટાયર ક્લાસ રિઝર્વ કોચ હશે.
ટ્રેન સંખ્યા 09497 અને 04061 ની બુકિંગ તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ છે. ટ્રેનના સ્ટોપેજ, સમય અને રચના અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લઈ શકે છે.
