News Continuous Bureau | Mumbai
Western Railway Annual Review 2025 રાષ્ટ્રીય સિદ્ધિઓ, સંચાલન શ્રેષ્ઠતા અને મુસાફર કેન્દ્રિત વિકાસનું ઐતિહાસિક વર્ષ
કૅલેન્ડર વર્ષ 2025 પશ્ચિમ રેલવે માટે એક ઐતિહાસિક અને પરિવર્તનકારી વર્ષ તરીકે ઉજાગર થયું છે.આ વર્ષ રાષ્ટ્રીય મહત્વની સિદ્ધિઓ, રેકોર્ડ માળખાકીય વિકાસ, ઉત્કૃષ્ટ પરિચાલન પ્રદર્શન તથા પ્રવાસી સુરક્ષા, સેવા ગુણવત્તા, ડિજિટલ શાસન, આવક વૃદ્ધિ અને સતત વિકાસ પર નિરંતર કેન્દ્રિત પ્રયાસોથી પરિપૂર્ણ રહ્યું. આખા વર્ષ દરમિયાન પશ્ચિમ રેલવેએ વ્યાપક પાયે સંચાલનને ચોકસાઇ સાથે, વારસાને આધુનિકતા સાથે અને વિકાસને અનુશાસન સાથે સંતુલિત કરવાની પોતાની ક્ષમતાનું સશક્ત પ્રદર્શન કર્યું.
રાષ્ટ્રીય ઉપલબ્ધિઓ અને ઐતિહાસિક પ્રથમ
વર્ષની સૌથી મહત્વપૂર્ણ સિદ્ધિઓમાંની એક એવી રહી કે પશ્ચિમ રેલવેએ તેના સમગ્ર બ્રોડ ગેજ નેટવર્કનું 100% વિદ્યુતીકરણ પ્રાપ્ત કર્યું. આથી પશ્ચિમ રેલવે ભારતીય રેલવે સંપૂર્ણ રીતે વિદ્યુતીકૃત રેલ નેટવર્ક ધરાવતા વિસ્તારોમાં મજબૂતીથી સ્થાપિત થયું છે સતત અને ઊર્જા-કાર્યક્ષમ સંચાલન પ્રત્યે તેનું વચન વધુ મજબૂત બન્યું છે.
એક અન્ય મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે રોલિંગ સ્ટોક વર્કશોપ, દાહોદમાં લોકો મેન્ટ્યુફેક્ચરિંગ શોપનું નિર્માણ અને લોકાર્પણ કરવામાં આવ્યું, જે ₹21,405 કરોડના પરિયોજનાખર્ચથી વિકસાવવામાં આવ્યું છે. આ અદ્યતન એકમનો શિલાન્યાસ માનનીય વડા પ્રધાન દ્વારા કરવામાં આવ્યો હતો અને પરિયોજનાનું કાર્ય વર્ષ 2025માં પૂર્ણ કરવામાં આવ્યું હતું। આ અદ્યતન સંયંત્ર 9000 હોર્સ પાવરની ઇલેક્ટ્રિક માલગાડી એન્જિનના નિર્માણ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેના કારણે ભારતીય રેલવેની માલ વહન ક્ષમતા વધશે અને લોજિસ્ટિક ખર્ચમાં ઘટાડો થશે। આ સંયંત્ર “મેક ઇન ઇન્ડિયા” અને “મેક ફોર ધ વર્લ્ડ” પહેલને મજબૂત સમર્થન આપે છે, જેના હેઠળ ભારતીય રેલવે માટે બ્રોડ ગેજ વિદ્યુત લોકોમોટિવ અને નિકાસ માટે સ્ટાન્ડર્ડ ગેજ વિદ્યુત લોકોમોટિવનું નિર્માણ કરવામાં આવશે. આ હરિત ઉત્પાદનના સિદ્ધાંતો પર આધારિત અને હરિત ઊર્જાથી સંચાલિત આ પ્રોજેક્ટે સીધા તેમજ આડકતરી રીતે વિશાળ પ્રમાણમાં રોજગારનું સર્જન કર્યું છે તથા દાહોદ ક્ષેત્રના આર્થિક વિકાસને પણ મજબૂત પ્રોત્સાહન આપ્યું છે.
વર્ષ દરમિયાન, પશ્ચિમ રેલવેએ 234 કિલોમીટર નવી લાઈનો, દોહરીકરણ અને ગેજ પરિવર્તન કાર્ય પૂર્ણ કર્યા, જેનાથી નેટવર્ક ક્ષમતા, પરિચાલન સ્થિતિસ્થાપકતા અને મજબૂતીમાં નોંધપાત્ર વધારો થયો. એક મહત્વપૂર્ણ તકનીકી સિદ્ધિ તરીકે, મિશન રફતાર હેઠળ રતલામ ડિવિઝનના ખાચરૌદ–નાગદા ડબલ લાઇન સેક્શન પર ભારતની પ્રથમ 2×25 કેવી ટ્રેક્શન સિસ્ટમનું સફળતાપૂર્વક કમિશનિંગ કરવામાં આવ્યું, જેનાથી ઉચ્ચ ઝડપે સંચાલન, વધુ સારી ઊર્જા કાર્યક્ષમતા તેમ જ ભવિષ્ય માટે તૈયાર ટ્રેક્શન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુનિશ્ચિત થયું છે.
અવસંરચના વિસ્તરણ અને સુરક્ષા કાર્ય – સંપર્ક, લોજિસ્ટિક્સ અને ક્ષેત્રીય વિકાસમાં પરિવર્તનકારી ભૂમિકા
વર્ષ 2025 દરમિયાન, પશ્ચિમ રેલવેએ મોટા પાયે માળખાકીય સુદૃઢીકરણ કાર્ય ચાલુ રાખીને સંરક્ષા અને ક્ષમતા વૃદ્ધિની દિશામાં મહત્વપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. આ સમયગાળામાં કુલ 138 રોડ ઓવર બ્રિજ અને અંડર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું, 114 માનવયુકત સમપાર ક્રોસિંગનું નાબૂદીકરણ કરવામાં આવ્યું અને 660 કિલોમીટર ડબલ્યુ-બીમ ફેન્સિંગ સ્થાપિત કરવામાં આવી, જેનાથી પ્રવાસીઓની સુરક્ષા અને સંચાલન કાર્યક્ષમતામાં નોંધપાત્ર સુધારો થયો છે
વર્ષ 2025 દરમિયાન પશ્ચિમ રેલવે દ્વારા ડબલ લાઇન, ગેજ રૂપાંતર અને વિદ્યુતીકરણ સંબંધિત અનેક ઊંચા પ્રભાવકારી યોજનાઓનું સફળતાપૂર્વક અમલીકરણ કરવામાં આવ્યું, જેના પરિણામે ગુજરાતમાં મુસાફર આવાગમન, માલ વાહન ક્ષમતા તેમજ ક્ષેત્રીય આર્થિક વિકાસને નોંધપાત્ર મજબૂતી મળી. મુખ્ય યોજનાઓમાં આનંદ–ગોધરા રેલ ખંડનું દોહરીકરણ (79 કિ.મી., ₹693 કરોડ)નો સમાવેશ થાય છે.
જે આનંદ, ખેડા અને પંચમહાલ જિલ્લાઓને આવરી લે છે. તે જ રીતે, મહેસાણા–પાલનપુર રેલ ખંડનું દોહરીકરણ (65.10 કિ.મી., ₹537 કરોડ), જે બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાઓને આવરી લે છે, દિલ્હી-અમદાવાદ રાજધાની માર્ગ પર બાકી રહેલી છેલ્લી સિંગલ લાઇન ના અંતરને દૂર કરનાર એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ રહ્યો છે.
રાજકોટ– હડમતીયા ખંડનું દોહરીકરણ (39 કિમી, ₹377 કરોડ), જે રાજકોટ–કાનાલૂસ દોહરીકરણ પ્રોજેક્ટ (111 કિમી)નો ભાગ છે, રાજકોટ જિલ્લામાં રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કર્યું છે. તેની સાથે, ગાંધીનગર અને મહેસાણા જિલ્લાઓને આવરી લેતા કાલોલ–કડી–કટોસણ રોડ રેલ ખંડનું ગેજ પરિવર્તન સહિત વિદ્યુતીકરણ (37 કિમી, ₹347 કરોડ) એક મહત્વપૂર્ણ સિદ્ધિ રહી છે. મહેસાણા, પાટણ અને અમદાવાદના આકાંક્ષી જિલ્લાઓને આવરી લેતા બેચરાજી–રણુજ રેલ ખંડનું ગેજ પરિવર્તન (40 કિમી, ₹520 કરોડ) રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિ અને પીએમ ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનને અનુરૂપ કરવામાં આવ્યું છે . સાથે સાથે, સાબરમતી–બોટાદ રેલ ખંડનું વિદ્યુતીકરણ (106 કિમી, ₹333 કરોડ) પૂર્ણ થતાં ગુજરાતમાં રેલ નેટવર્કનું 100% વિદ્યુતીકરણ સુનિશ્ચિત થયું છે.
સમગ્ર રીતે, આ પ્રોજેક્ટોએ રેલ નેટવર્કમાં રહેલી અડચણો દૂર કરી છે, ભીડભાડ તેમજ ટ્રેનોની અનાવશ્યક રોકને ઘટાડીને મુખ્ય રેલ કોરિડોર પર મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઓછો કર્યો છે. પરિણામે સંચાલનમાં વધુ સ્થિતિસ્થાપકતા આવી છે અને વધારાની મુસાફર તથા માલગાડીઓના સંચાલન માટે માર્ગ પ્રસસ્ત થયો છે. આ અવસંરચના મજબૂતીકરણથી મલ્ટીમોડલ લોજિસ્ટિક્સને બળ મળ્યું છે, પરિવહન ખર્ચમાં ઘટાડો થયો છે, પુરવઠા શ્રેણીની કાર્યક્ષમતામાં સુધારો થયો છે અને ઓટોમોબાઇલ, ઔદ્યોગિક, કૃષિ તથા ઉત્પાદન ક્ષેત્રોને મહત્વપૂર્ણ આધાર પ્રાપ્ત થયો છે. સાથે સાથે, પર્યાવરણને અનુકૂળ રેલ સંચાલનને પ્રોત્સાહન મળ્યું છે તેમજ પ્રાદેશિક વિકાસ, રોજગાર સર્જન અને અમદાવાદ, રાજકોટ, જામનગર, દ્વારકા તથા ભાવનગર જેવા મુખ્ય શહેરી કેન્દ્રો સુધી વધુ સારો જોડાણ સુનિશ્ચિત થયું છે.
પરિચાલન ઉત્તમતા અને સમયપાલનમાં નેતૃત્વ
વર્ષ 2025 દરમિયાન પશ્ચિમ રેલવેએ સમયપાલનના ક્ષેત્રમાં અસાધારણ પ્રદર્શન નોંધાવ્યું અને ભારતીય રેલવેની શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ઝોનલ રેલવે તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું. મેઇલ/એક્સપ્રેસ ટ્રેનોની સમયપાલનતા સમગ્ર સિસ્ટમમાં સર્વોચ્ચ સ્તરે રહી, જેમાં નવેમ્બર 2025માં લગભગ 97% સમયપાલનતા અને નવેમ્બર સુધીની સંચિત અવધિમાં લગભગ 96% સમયપાલનતા નોંધાઈ, જે તમામ ઝોનલ રેલવેમાં શ્રેષ્ઠ રહી.
આ નોંધપાત્ર સિદ્ધિ ભારે ચોમાસાની પરિસ્થિતિઓ, અત્યંત સઘન ઉપનગરીય રેલ સંચાલન, વિશાળ પાયે ઉત્સવ વિશેષ ટ્રેનોના સંચાલન તેમજ સતત ચાલી રહેલા અવસંરચના કાર્યો છતાં હાંસલ કરવામાં આવી. આ પ્રદર્શન પશ્ચિમ રેલવેની મજબૂત પરિચાલન યોજના, વાસ્તવિક સમયની અસરકારક દેખરેખ અને શિસ્તબદ્ધ નિયંત્રણ પ્રણાલીની શક્તિ દર્શાવે છે.
મુંબઈ ઉપનગરીય રેલ નેટવર્ક – ભારતની જીવનરેખા
પશ્ચિમ રેલવેનું મુંબઈ ઉપનગરીય રેલ નેટવર્ક ફરી એકવાર પોતાની મજબૂતી અને વિશ્વસનીયતાનું પ્રમાણ આપતું મુંબઈની જીવનરેખા તરીકે સેવા આપતું રહ્યું, જે દરરોજ 30 લાખથી વધુ મુસાફરોની જરૂરિયાતોને પૂર્ણ કરે છે. ચોમાસા દરમિયાન ભારે વરસાદની ઘટનાઓ છતાં, સઘન પૂર્વ-ચોમાસા આયોજન, સંપત્તિઓની ઉત્તમ તૈયારી અને ઝડપી પ્રતિસાદ પ્રણાલીના કારણે ઉપનગરીય સેવાઓ મોટાભાગે નિરવધિ રીતે સંચાલિત થતી રહી.
પ્રમુખ મુસાફર સેવા વિસ્તરણ અને વધતી માંગનું અસરકારક પ્રબંધન
વર્ષ 2025 દરમિયાન નવી નિયમિત રેલ સેવાઓની શરૂઆત તથા વધતી અને મોસમી મુસાફરીની માંગને પૂર્ણ કરવા માટે વિશાળ પાયે સ્પેશિયલ ટ્રેનોના સંચાલન દ્વારા મુસાફર જોડાણમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો. પરિણામે મુસાફરોને વધુ સુવિધા, વધુ વિકલ્પો અને સરળ અવરજવર સુનિશ્ચિત થઈ.
એક મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે ઉધના જંકશન (ગુજરાત) અને બ્રહ્મપુર (ઓડિશા) વચ્ચે અમૃત ભારત એક્સપ્રેસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પશ્ચિમ રેલવે તથા ગુજરાતની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ છે, જેણે પશ્ચિમ ભારત અને પૂર્વીય તટ વચ્ચેની કિફાયતી લાંબા અંતરની રેલ જોડાણ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવી છે।
આ ઉપરાંત, પ્રાદેશિક આવાગમનને મજબૂત બનાવવા માટે નવી MEMU સેવાઓની શરૂઆત કરવામાં આવી. તેમજ ભાવનગર–અયોધ્યા વચ્ચેની નવી રેલ સેવાને માનનીય રેલ મંત્રી, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી તથા માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા લીલી ઝંડી બતાવીને રવાના કરવામાં આવી, જેના કારણે તીર્થયાત્રીઓ અને મુસાફરો માટે લાંબા અંતરની રેલ જોડાણ સુવિધાનો વધુ વિસ્તાર થયો છે।
મુસાફરીની વધતી માંગનું અસરકારક સંચાલન કરવા તથા નિયમિત સેવાઓને પૂરક સહયોગ આપવા માટે પશ્ચિમ રેલવેએ વર્ષ 2025 દરમિયાન આશરે 7000 ફેરા હોલિડે સ્પેશિયલ ટ્રેનો તરીકે સંચાલિત કર્યા. આ ટ્રેનો ઉનાળાની રજા, ગણપતિ, દિવાળી–છઠ તેમજ ક્રિસમસ/નવવર્ષ દરમિયાન વિવિધ તબક્કાઓમાં ચલાવવામાં આવી. સાથે સાથે, અસ્થાયી તથા કાયમી ધોરણે ટ્રેનોમાં વધારાના કોચ પણ જોડવામાં આવ્યા. આ વિશેષ ટ્રેન સેવાઓએ સમગ્ર રેલ નેટવર્કમાં મુસાફરોની સરળ, સુરક્ષિત અને સુવિધાજનક અવરજવર સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
પશ્ચિમ રેલવેએ ઉપનગરીય તથા લાંબા અંતરની સેવાઓમાં અસાધારણ રીતે વધુ મુસાફર આવાગમન દરમિયાન વ્યાપક અને સુયોજિત ભીડ વ્યવસ્થાપન ઉપાયો અમલમાં મૂક્યા. ઉત્સવો, વિશેષ ટ્રાફિક અવધિઓ અને પીક કલાકો દરમિયાન અભૂતપૂર્વ મુસાફર સંખ્યાની હાજરી છતાં મુસાફર આવાગમન સરળ, વ્યવસ્થિત અને સુરક્ષિત રહ્યું. આ સક્રિય આયોજન, વધારાના કર્મચારીઓની તૈનાતી, વાસ્તવિક સમયની દેખરેખ, મુસાફર પ્રવાહનું નિયંત્રણ, સુધારેલી જાહેરાત વ્યવસ્થા તથા વિવિધ રેલવે વિભાગો વચ્ચેના ઘનિષ્ઠ સંકલન દ્વારા શક્ય બન્યું. આ વ્યાપક વ્યવસ્થાઓએ ભીડના સુરક્ષિત વિસર્જન, જામની અટકાવણ અને ટ્રેન સંચાલનની સતતતા સુનિશ્ચિત કરી, જેના પરિણામે પશ્ચિમ રેલવેની ઊંચી ઘનતા ધરાવતા મુસાફર ટ્રાફિકને કુશળતા અને ચોકસાઈ સાથે સંભાળવાની ક્ષમતા વધુ મજબૂત બની.
ડિજિટલ પરિવર્તન અને સ્માર્ટ ગવર્નન્સ
વર્ષ 2025 પશ્ચિમ રેલવે માટે ડિજિટલ શાસનમાં એક નિર્ણાયક કૂદકો સાબિત થયો. આ વર્ષે ઝોને SUGAMRAIL લોન્ચ કર્યું, જે લિફ્ટ, એસ્કેલેટર અને અર્થિંગ પિટની વાસ્તવિક સમયમાં દેખરેખ માટેનું પ્રથમ સોફ્ટવેર આધારિત પ્લેટફોર્મ છે. લિફ્ટ અને એસ્કેલેટરના પ્રદર્શનની ડિજિટલ ટ્રેકિંગ થવાથી તૂટફાટની સ્થિતિમાં ઝડપી કાર્યવાહી શક્ય બની.
મુસાફર અનુભવને ડિજિટલ નવીનતા દ્વારા વધુ ઉત્તમ બનાવવા માટે પશ્ચિમ રેલવેએ મુંબઈ સેન્ટ્રલ પર ડિજિટલ લાઉન્જ અને કો-વર્કિંગ સ્પેસ સ્થાપિત કર્યું, જેથી મુસાફરોને આધુનિક, આરામદાયક અને ઉત્પાદક મુસાફરીનું વાતાવરણ ઉપલબ્ધ થઈ શકે, જે બદલાતી મુસાફરોની અપેક્ષાઓને અનુરૂપ છે.
આ ઉપરાંત, પશ્ચિમ રેલવેએ 2,270 હેન્ડ-હેલ્ડ ટર્મિનલ (HHTs)ની તૈનાતી સાથે 100% ડિજિટલ ટિકિટ તપાસ હાંસલ કરી છે. પશ્ચિમ રેલવે રેલ મદદ ફરિયાદ નિવારણમાં સતત પાંચમા વર્ષે પોતાની નંબર વન સ્થિતિ જાળવી રાખી છે.
ફ્રેટ સેક્ટર
પશ્ચિમ રેલ્વેએ ફ્રેટ સેક્ટરમાં અનેક મહત્વપૂર્ણ સિદ્ધિઓ હાંસલ કરી છે. તેમાં પ્રથમ સમર્પિત રેફ્રિજરેટેડ (રીફર) કન્ટેનર રેક એમએચપીએલ–સાણંદથી પીપાવાવ પોર્ટ સુધીનું અને પ્રથમ વખત બે ડીમ્ડ વીપી રેકનું લિંકિંગ કરીને સાંકરેલ ગુડ્સ ટર્મિનલ સુધી લોડિંગ સામેલ છે, જે લોજિસ્ટિક સેવાઓમાં વિવિધતા દર્શાવે છે.
અમારી સુરક્ષા વ્યવસ્થાઓને મજબૂત બનાવવું
પશ્ચિમ રેલ્વે આરપીએફ કર્મચારીઓની સતર્કતા, ઝડપી પ્રતિસાદ અને સાહસિક પ્રયાસોના કારણે ‘ઓપરેશન જીવન રક્ષા’ અંતર્ગત 37 અમૂલ્ય જીવ બચાવવામાં આવ્યા।
બાળ સુરક્ષા પ્રત્યે સંવેદના અને પ્રતિબદ્ધતા દર્શાવતા ‘ઓપરેશન નન્હે ફરિશ્તે’ અંતર્ગત 769 ભાગી ગયેલા/લાપતા બાળકોને બચાવી તેમને સુરક્ષિત રીતે તેમના પરિવાર સાથે ફરી મિલાવવામાં આવ્યા.
‘ઓપરેશન અમાનત’ અંતર્ગત, પશ્ચિમ રેલ્વે આરપીએફ દ્વારા યોગ્ય ચકાસણી બાદ મુસાફરોની છૂટી ગયેલી મિલકત 5,000થી વધુ મુસાફરોને પરત કરવામાં આવી, જેની કુલ કિંમત રૂ. 11.66 કરોડથી વધુ હતી।
સ્વાસ્થ્ય સેવાઓમાં ઉત્કૃષ્ટતા અને કર્મચારી કલ્યાણ
પશ્ચિમ રેલ્વેએ વર્ષ દરમિયાન સ્વાસ્થ્ય સેવાઓમાં અનેક મહત્વપૂર્ણ સિદ્ધિઓ મેળવી છે. ડિવિઝનલ રેલ્વે હોસ્પિટલ, રાજકોટ ભારતીય રેલ્વેનું પ્રથમ હોસ્પિટલ બન્યું છે, જેને મેડિકલ એન્ટ્રી-લેવલ ટેસ્ટિંગ (MELT) માટે NABL માન્યતા પ્રાપ્ત થઈ છે. ત્યારબાદ રાજકોટ, બાદશ્વર પાર્ક, સાબરમતી અને વલસાડની પેથોલોજી લેબોરેટરીઓને પણ NABL માન્યતા આપવામાં આવી છે.
એક ઐતિહાસિક ચિકિત્સા ઉપલબ્ધિ તરીકે, ભારતીય રેલ્વેની પ્રથમ ‘અવે ક્રેનિયોટોમિ’ (Awake Craniotomy) સફળતાપૂર્વક જગજીવન રામ હોસ્પિટલ, મુંબઈ સેન્ટ્રલમાં કરવામાં આવી. સાથે જ 3-ટેસ્લા MRI સાથેનું અદ્યતન સીટી અને એમ આર આઈ સ્કેન સેન્ટર સ્થાપિત કરવામાં આવ્યું, જેના કારણે ચિકિત્સા સેવાઓમાં નોંધપાત્ર સુધારો થયો છે.
સતતતા અને હરિત પહેલ
પર્યાવરણીય સતતતા પશ્ચિમ રેલ્વેની મુખ્ય પ્રાથમિકતાઓમાંની એક રહી છે . 100% વિદ્યુતીકરણ, ઓપન-ઍક્સેસ ગ્રીન પાવરનો સ્વીકાર, સોલાર ઊર્જા પહેલ અને વોટર રિસાયક્લિંગ પ્લાન્ટ દ્વારા પશ્ચિમ રેલ્વેએ તેના કાર્બન ફૂટપ્રિન્ટમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. પર્યાવરણ વ્યવસ્થાપન પ્રણાલી માટે રાજકોટ સ્ટેશનને ISO 14001:2015 પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યું છે, જે સતત સ્ટેશન મેનેજમેન્ટ પ્રત્યે પશ્ચિમ રેલ્વેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
પશ્ચિમ રેલવેએ 98 “ઇટ રાઈટ” પ્રમાણપત્રો હાંસલ કર્યા છે, જે ભારતીય રેલવેમાં સૌથી વધુ છે, અને આ પ્રમાણપત્રો સ્ટેશનો, હોસ્પિટલો, સ્ટાફ કૅન્ટીન અને રનિંગ રૂમને આવરી લે છે।
વારસા, સમાવીશીલતા અને જનસંપર્ક
વર્ષ 2025માં, પશ્ચિમ રેલવેએ વારસા સંરક્ષણ, સમાવીશીલતા અને જનસંપર્ક પર પોતાનો ભાર વધુ મજબૂત કર્યો અને અનેક મહત્વપૂર્ણ પહેલો દ્વારા તેને પ્રદર્શિત કર્યું। બાંદ્રા સ્ટેશન મહોત્સવ મોટાં ઉત્સાહ સાથે ઉજવાયો, જેમાં પ્રખ્યાત બાંદ્રા ઉપનગરીય રેલવે સ્ટેશનની સમૃદ્ધ વારસા, સ્થાપત્ય ધરોહર અને જનસંપર્કને ઉજાગર કરવામાં આવ્યું। આ સ્ટેશન ગ્રેડ-I વારસા માળખું છે અને મુંબઈના મુખ્ય રેલવે સ્થળોમાંનું એક છે।
1888માં બનેલા આ વારસા સ્ટેશનને સાંસ્કૃતિક કાર્યક્રમો, વારસા પ્રદર્શનો, સર્જનાત્મક સ્પર્ધાઓ અને સમુદાય-કેન્દ્રિત પ્રવૃત્તિઓના માધ્યમથી રજૂ કરવામાં આવ્યું, જેના દ્વારા પશ્ચિમ રેલવેની રેલવે વારસાને સંરક્ષિત રાખવાની અને મુસાફરો તેમજ સમુદાયની ભાગીદારી વધારવાની પ્રતિબદ્ધતાને બળ મળ્યું.
વર્ષ દરમિયાન, રતલામ સ્ટેશન ભવનએ પોતાનો શતાબ્દી વર્ષ ઉજવ્યો અને 100 વર્ષની સેવા પૂર્ણ કરી, જેને વારસાકેન્દ્રિત તથા જનસંપર્ક પહેલો દ્વારા ઉજવવામાં આવ્યું, જેમાં ભારતીય રેલવેના વિકાસમાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા માટે સન્માન અપાયું.
પશ્ચિમ રેલવેએ મહિલાઓના સશક્તિકરણ અને સમાવીશીલતાને પણ પ્રોત્સાહન આપ્યું છે, જેમાં પ્રથમ સંપૂર્ણ મહિલા TRD મેન્ટેનેન્સ ટીમની તૈનાતી તેમજ આરપીએફની “મેરી સહેલી” જેવી પહેલોનો સમાવેશ થાય છે. “રેલ કી ધડકન” જેવા જનસંપર્ક કાર્યક્રમો અને પશ્ચિમ રેલવે દ્વારા ભારતીય રેલનો પ્રથમ પોડકાસ્ટ ચેનલ લોન્ચ કરવાથી મુસાફરો સાથે જોડાણ અને જાહેર ભાગીદારીને વધુ મજબૂતી મળી છે.
પશ્ચિમ રેલવે એ વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ પ્રદર્શન માટે ‘અતિ વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર’ અંતર્ગત કુલ સાત શિલ્ડ જીતીને એક મહત્વપૂર્ણ ઉપલબ્ધી હાંસલ કરી છે।
આ સમાચાર પણ વાંચો : Gujarat okra production: ગુજરાત ભીંડાના ઉત્પાદનમાં દેશભરમાં અગ્રેસર
રમતગમતને પ્રોત્સાહન
પશ્ચિમ રેલવેના એથ્લીટ્સે વર્ષ 2025 દરમિયાન પોતાની ઉત્કૃષ્ટ આંતરરાષ્ટ્રીય સિદ્ધિઓ દ્વારા દેશ અને સંસ્થાનું ગૌરવ વધાર્યું હતું। સુશ્રી અંતિમ પંઘલે મંગોલિયામાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય મહિલા કુશ્તિ ટૂર્નામેન્ટ 2025 તથા બૂડાપેસ્ટ ટૂર્નામેન્ટમાં સુવર્ણ પદક જીત્યો હતો। આ ઉપરાંત, ભારતે ઢાકા, બાંગ્લાદેશમાં યોજાયેલી દ્વિતીય મહિલા કબડડી વર્લ્ડ કપની ખિતાબ હાંસલ કરી હતી જેમાં પશ્ચિમ રેલ્વીની સુશ્રી સોનાલી શિંગટેએ ટીમની રાઈટ રેઈડર તરીકે પ્રભાવશાલી પ્રદર્શનનું પ્રદર્શન કરીને ભારતની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। હતી।100% વિદ્યુતીકરણ, સમયપાલનમાં નેતૃત્વ, રેકોર્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ, મજબૂત આર્થિક પ્રદર્શન, ડિજિટલ પરિવર્તન અને લોકો ને પ્રાથમિક ગણાવતાં અભિગમ સાથે, 2025 પશ્ચિમ રેલવેની સફરમાં એક માઈલસ્ટોન સાબિત થયું. આ વર્ષની સિદ્ધિઓ પશ્ચિમ રેલવેએ રેલવે સંચાલનમાં રાષ્ટ્રીય ધોરણ તરીકેની તેની સ્થિતિને પુનઃસ્થાપિત કરી છે અને ભવિષ્યમાં વિકાસ અને નવીનતા માટે એક મજબૂત, લચીલો આધાર તૈયાર કર્યો છે.
