Western Railway special train તાજેતરમાં ઇન્ડિગોની અનેક ફ્લાઇટ્સ રદ થતાં અમદાવાદ–દિલ્લી કોરિડોર પર મુસાફરોની અવરજવર પર અસર પડી છે. મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેન ઑન ડિમાન્ડ (TOD), સ્પેશિયલ ટ્રેન નંબર 09497/09498 સાબરમતી અને દિલ્હી જં. વચ્ચે વિશેષ ભાડે સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવાયો છે. ટ્રેનની વિગત નીચે મુજબ છે:
• *ટ્રેન સંખ્યા 09497/09498 સાબરમતી–દિલ્લી સુપરફાસ્ટ સ્પેશિયલ (04 ફેરા)*
ટ્રેન નં. ૦૯૪૯૭ સાબરમતી-દિલ્હી સ્પેશિયલ ૭ અને ૯ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ સાબરમતીથી ૨૨:૫૫ વાગ્યે ઉપડશે અને બીજા દિવસે ૧૫:૧૫ વાગ્યે દિલ્હી પહોંચશે.
તેવી જ રીતે, ટ્રેન નં. ૦૯૪૯૮ દિલ્હી-સાબરમતી સ્પેશિયલ ૮ અને ૧૦ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ દિલ્હી જંક્શનથી ૨૧:૦૦ વાગ્યે ઉપડશે અને બીજા દિવસે ૧૨:૨૦ વાગ્યે સાબરમતી પહોંચશે.
રસ્તામાં, બંને દિશામાં આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ જંક્શન, અજમેર, જયપુર, અલવર, રેવાડી, ગુડગાંવ અને દિલ્હી કેન્ટ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી ૩-ટાયર ક્લાસ કોચ હશે.
આ સમાચાર પણ વાંચો : Mahaparinirvan Diwas: મહાપરિનિર્વાણ દિવસે બોરીવલીમાં પૂ. શ્રી બાબાસાહેબ આંબેડકરના અનુયાયીઓની સેવા માટે બોરીવલી બિઝનેસમેન અસોસિએશન આગળ આવી, નેતાઓએ પણ નિભાવ્યો મહત્વનો હિસ્સો
આ ટ્રેન કુલ 925 કિમીનું અંતર કવર કરે છે, જેમાં મુસાફરી સમય અંદાજે 16.20 કલાક (સાબરમતી–દિલ્લી) અને 15.20 કલાક (દિલ્લી–સાબરમતી) છે. આ વ્યવસ્થા ફ્લાઇટ રદ થવાની પરિસ્થિતિમાં મુસાફરોને વિશ્વસનીય અને સમયસર કનેક્ટિવિટી પૂરી પાડે છે તથા રજાકાલ દરમિયાન વધારાની ક્ષમતા પણ સુનિશ્ચિત કરે છે.
ટ્રેન સંખ્યા 09497 ની બુકિંગ 06 ડિસેમ્બર 2025 થી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનના સ્ટોપેજ, સમય અને રચના અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લઈ શકે છે.
