Site icon

Western Railway : પશ્ચિમ રેલ્વે ચલાવશે અસારવા અને આગ્રા કેન્ટ વચ્ચે ત્રિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન

Western Railway : પશ્ચિમ રેલ્વે મુસાફરીની માંગને પહોંચી વળવા માટે અસારવા-આગ્રા કેન્ટ વચ્ચે વિશેષ ભાડા પર ત્રિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે.

Western Railway Western Railway will run a tri-weekly special train between Asarwa and Agra Cantt.

Western Railway Western Railway will run a tri-weekly special train between Asarwa and Agra Cantt.

News Continuous Bureau | Mumbai

Western Railway : પશ્ચિમ રેલ્વે દ્વારા હોળીના તહેવાર અને ઉનાળાની ઋતુ દરમિયાન મુસાફરોની સુવિધા અને વધારાની ભીડ ધ્યાનમાં રાખીને તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે અસારવા-આગ્રા કેન્ટ વચ્ચે વિશેષ ભાડા પર ત્રિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે:

Join Our WhatsApp Community

• ટ્રેન નં. 04170/04169 અસારવા-આગ્રા કેન્ટ-અસારવા ત્રિ-સાપ્તાહિક સ્પેશિયલ (16 ટ્રિપ્સ)

ટ્રેન નંબર 04170 અસારવા-આગ્રા કેન્ટ સ્પેશિયલ 16 માર્ચ 2025 થી 01 એપ્રિલ 2025 સુધી દર મંગળવાર, ગુરુવાર અને રવિવારે અસારવાથી સવારે 09.15 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 02.30 વાગ્યે આગ્રા કેન્ટ પહોંચશે. આજ રીત, ટ્રેન નંબર 04169 આગ્રા કેન્ટ-અસારવા સ્પેશિયલ 15 માર્ચ 2025 થી 31 માર્ચ 2025 સુધી દર સોમવાર, બુધવાર અને શનિવારે આગ્રા કેન્ટથી બપોરે 13.30 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 05.45 વાગ્યે અસારવા પહોંચશે.
માર્ગમાં બંને દિશામાં ટ્રેન હિંમતનગર, ડુંગરપુર, જાવર, ઉદયપુર સિટી, માવલી, ચંદેરિયા, માંડલ ગઢ, બૂંદી, કેશોરાય પાટણ, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, બયાના અને ફતેહપુર સીકરી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 3-ટાયર, એસી 2-ટાયર, સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે.

આ સમાચાર પણ વાંચો : Holi Festival Special Train : પશ્ચિમ રેલ્વે ચલાવશે બાંદ્રા ટર્મિનસ અને અમદાવાદ વચ્ચે હોળીના તહેવાર માટે સ્પેશિયલ ટ્રેન

ટ્રેન નંબર 04170 ની બુકિંગ 14 માર્ચ 2025 થી બધા PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Halal Township: મુંબઈ નજીક નેરળ માં આવેલી એક હાઉસિંગ સોસાયટી ના પ્રોજેક્ટ પર વિવાદ, જાણો કેમ NHRC અને NCPCR એ માંગ્યો રિપોર્ટ
Onion Price: મુંબઈમાં માત્ર આટલા રૂપિયા પ્રતિ કિલો એ મળશે ડુંગળી! જાણો શું છે કેન્દ્ર સરકારની નવી યોજના
GST 2.0: સિગારેટ અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર 40% ટેક્સ છતાં પણ દારૂ થયો તેમાંથી બાકાત,જાણો શું છે તેની પાછળ નું કારણ
Mathura Flood: મથુરા નો ઐતિહાસિક ઘાટ જ્યાં કૃષ્ણ ભગવાન એ કર્યો હતો વિશ્રામ તે પણ યમુનાના પૂરના પાણીમાં થયો ગરકાવ, જાણો શું છે ત્યાંની સ્થિતિ
Exit mobile version