News Continuous Bureau | Mumbai
Delhi Car Blast દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે થયેલા કાર બ્લાસ્ટે રાજધાનીને હચમચાવી દીધી. સાંજે ૬:૫૨ વાગ્યે થયેલા આ વિસ્ફોટમાં ૯ લોકોની મોત અને ૨૦ ઘાયલ થયા. બ્લાસ્ટ થયેલી કાર ઘટનાથી પહેલાં લગભગ ૩ કલાક સુધી સુનહરી મસ્જિદ પાસે પાર્ક હતી. તપાસમાં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને મળેલા મહત્વના પુરાવાઓના આધારે શંકા છે કે આ બ્લાસ્ટ ફિદાયીન આતંકી હુમલો હોઈ શકે.
દિલ્હી ધમાકાથી ૪ ડોક્ટરોનું કનેક્શન
આ આતંકી હુમલામાં એક ડોક્ટર્સ કનેક્શન સામે આવી રહ્યું છે. આ વિસ્ફોટનો કોઈ પણ એક તાર પકડવામાં આવે તો તે કોઈને કોઈ એવા વ્યક્તિ સાથે જોડાઈ જાય છે, જે વ્યવસાયે ડોક્ટર છે.
ડો. આદિલ અહેમદ રાઠર: અનંતનાગમાં પકડાયેલા આદિલ મેડિકલ કોલેજના ડોક્ટર હતા. તેમના લોકરમાંથી AK-47 રાઇફલ મળી હતી. તેમનો સંબંધ જૈશ-એ-મોહમ્મદ અને અંસાર ગઝવત-ઉલ-હિંદ સાથે હતો.
મહિલા ડોક્ટર શાહીન શાહિદ: હરિયાણાની અલ-ફલાહ યુનિવર્સિટીમાં કાર્યરત આ મહિલા ડોક્ટરની કારમાંથી ‘કેરોમ કોક’ નામની અસોલ્ટ રાઇફલ મળી હતી.
ડો. અહેમદ મોહિયુદ્દીન સૈયદ: ગુજરાત એટીએસએ આ ડોક્ટરને પકડ્યો હતો. તે ‘રિસિન’ નામનું અત્યંત ઝેરી ઝેર બનાવવાની તૈયારી કરી રહ્યો હતો.
ડો. મુઝમ્મિલ શકીલ: અલ-ફલાહ યુનિવર્સિટીમાં ભણાવતા આ ડોક્ટર પાસેથી ૨,૯૦૦ કિલો જેટલો વિસ્ફોટક પદાર્થ (એમોનિયમ નાઇટ્રેટ) મળી આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Hema Malini Tweet: ધર્મેન્દ્રના નિધનના ફેક ન્યૂઝ પર ભડક્યા હેમા માલિની, સોશિયલ મીડિયા પર આપી આવી માહિતી
બ્લાસ્ટ થયેલી કાર પણ એક ડોક્ટરના નામે
તપાસ એજન્સીઓ અનુસાર, લાલ કિલ્લા પાસે જે કારમાં વિસ્ફોટ થયો હતો તે દક્ષિણ કાશ્મીરના પુલવામા નિવાસી ડો. ઉમર મોહમ્મદના નામે નોંધાયેલી છે. બ્લાસ્ટ થયો તે સમયે તે કારમાં હાજર હતો. આ ધરપકડોથી એક વાત સ્પષ્ટ થઈ રહી છે કે હવે આતંકવાદ દેશના પ્રતિષ્ઠિત શિક્ષિત વર્ગમાં પણ પોતાના મૂળ જમાવી રહ્યો છે, એટલે કે શિક્ષણનો ઉપયોગ સફેદ કોટમાં કાળા કારનામાઓ માટે કરવામાં આવી રહ્યો છે.
