ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
10 ડિસેમ્બર 2020
ભારતનું સંસદભવન નવા રંગરૂપ સાથે તૈયાર થવા જઈ રહ્યું છે.આ સંસદભવનમાં બેઠક વ્યવસ્થાથી લઈને ભવનની ડિઝાઈનની બાબતમાં એકદમ અનોખું રહેશે.
1) નવાં સંસદ ભવનનું નિર્માણ 65 હજાર ચોરસ મીટરમાં થશે જે પેકી 16 હજાર 921 ચોરસ મીટર અન્ડરગ્રાઉન્ડ બનાવવામાં આવશે.
2) નવું સંસદભવન ટેકનોલોજીથી સજ્જ હશે જેમાં આધુનિક સેવાઓ અને હાઈટેક ઉપકરણોનો પણ સમાવેશ થશે.
3) આ સંસદભવનનો પ્રોજેક્ટ ‘સેન્ટ્રલ વિસ્ટા’ તરીકે ઓળખવામાં આવે છે. આ ‘સેન્ટ્રલ વિસ્ટા’ પ્રોજેક્ટનું કાર્ય બિમલ પટેલ નામના આર્કિટેકને સોંપવામાં આવ્યું છે.
4) જ્યારે ટાટા કંપનીને નવા સંસદભવન બનાવવાનો કોન્ટ્રેક્ટ મળ્યો છે. આ પ્રોજેક્ટ પર રૂ. 971 કરોડ ખર્ચ કરવામાં આવશે.
5) પ્રોજેક્ટ અંતર્ગત નવી સંસદ ઉપરાંત, ઈન્ડિયા ગેટની આસપાસ 10 ઇમારત બનાવવામાં આવશે, જેમાં 51 મંત્રાલયની કચેરીઓ હશે.
6) જુના સંસદભવનનો આકાર ગોળ છે અને નવા સંસદભવનનો આકાર ત્રિકોણીય છે, જ્યારે નવા અને જૂના બિલ્ડીંગને સાથે જોવામાં આવશે ત્યારે ડાયમંડ જેવો આકાર જણાશે.
7) નવું સંસદ ભવન ભૂકંપ પ્રતિરોધક અને બુલેટ પ્રુફ બનાવવામાં આવશે. જેથી દેશના દુશ્મનોથી બચાવી શકાય.
8) ભારતીય સંસદસભામાં બે ગૃહ હોય છે. (૧) રાજ્યસભા ગૃહ અને (૨) લોકસભા ગૃહ.
9) હાલના રાજ્યસભા ગૃહમાં બેઠક ક્ષમતા 280 સભ્યોની છે. નવા સંસદભવનમાં બેઠક ક્ષમતા વધીને 384 થશે.
10) હાલના લોકસભા ગૃહમાં 590 સભ્યો બેસી શકે છે જ્યારે નવા સંસદભવનમાં 888 સભ્યો બેસી શકશે. આમ બંને ગૃહોના સંયુક્ત સત્ર સમયે લોકસભા હોલમાં 1271થી વધુ સભ્યો બેસી શકશે.
11) ઓફિસર અને કર્મચારીઓ માટે આધુનિક ઓફિસમા તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે.
12) નવા સંસદભવનમાં ડાઇનિંગ વ્યવસ્થા અને કાફેમાં આધુનિક સગવડતા અને મોકળાશનો પણ ખ્યાલ રાખવામાં આવશે.
13) વીઆઈપી લોકો અને મહિલાઓ માટે ખાસ લોન્જની પણ સુવિધા. નવા સંસદભવનમાં કમિટી મિટીંગ માટે અલગ અલગ હાઇટેક રૂમ.
14) નવા સંસદભવનને મળશે ગ્રીન બિલ્ડીંગનું રેટીંગ
15) સલામતી માટે ઝોન-5 સેફટી આપવામાં આવશે. બિલ્ડીંગનું સંચાલન સરળતાથી થઈ શકશે. દિવ્યાંગ વ્યક્તિ આ બિલ્ડીંગનો સરળતાથી ઉપયોગ કરી શકશે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કોઈ આકસ્મિક બનાવ બને તો બિલ્ડીંગમાંથી સરળતાથી બહાર નીકળી શકાશે.
વિવિધતા માં એકતા દર્શાવતા નવા સંસદ ભવનની ડિઝાઇન તૈયાય કરનાર કોણ છે બિમલ પટેલ?
આર્કિટેક્ચરિંગની દુનિયામાં બિમલ પટેલ ઘણું જ જાણીતું નામ છે. તેમની કંપની HCP ડિઝાઇન, પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે ગુજરાત સરકાર અને ભારત સરકાર માટે ઘણા મહત્ત્વના પ્રોજેક્ટ્સ કર્યા છે. અમદાવાદનો રિવરફ્રન્ટ પ્રોજેક્ટ, કાંકરિયા રીડેવલપમેન્ટ, રાજકોટ રેસકોર્સ રી-ડેવલપમેન્ટ, RBI અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટ, IIM અમદાવાદ, IIT જોધપુર સહિતનાં બિલ્ડિંગની ડિઝાઇન તૈયાર કરી છે. તેમની પાસે 35 થી વધુ વર્ષનો અનુભવ છે અને ભારત સરકારે તેમના આ યોગદાન બદલ પદ્મશ્રી થી નવાજ્યા છે.
