Site icon News Continuous Bureau | Mumbai

Wheat Crop India :ઘઉંની નવી સિઝનના પ્રારંભે જ માવઠાંનો માર અને નિકાસ બેહાલ

Wheat Crop India :વૈશ્વિક સ્તરે યુધ્ધનો માહોલ છે, વડાપ્રધાન કૄષિ ઉત્પાદન વધારીને દેશને આત્મનિર્ભર બનાવવા ખેડૂતો,વેપારીઓ અને નિકાસકારોને પ્રોત્સાહિત કરે છે.

Wheat Crop India: Unseasonal Rains Hit Wheat Crop as Export Hopes Fade in India

Wheat Crop India: Unseasonal Rains Hit Wheat Crop as Export Hopes Fade in India

News Continuous Bureau | Mumbai
-D.K.
Wheat Crop India: સમયનું ચક્ર ધારે તે કરે, વેપારી માત્ર ગુમાનમાં ફરે..! ઘઉંના વિક્રમી ઉત્પાદન અને વિપુલ પુરવઠો હોવાથી સ્થાનિક અને નિકાસના વેપારો વધરાવાના વેપારીઓના અને સારા પાકના કારણે વધારે કમાણી કરવાના ખેડૂતોના સપના પર સમયના ચક્રએ પાણી ફેરવી દીધું છે. દેશભરના ખેતરોમાં આ વખતે ફેબ્રુઆરીના અંત સુધી લહેરાતા ઘઉં સૌના માટે આશાનું કિરણ દેખાતા હતા. પરંતુ માર્ચ અને એપ્રિલ મહિનામાં થયેલા માવઠાથી પાકને નુકસાન(crop damage)  થયું છે. આંકડા જોઇએ તો છેલ્લા એક મહિનામાં ઘઉંના પાક લેતા નવ રાજ્યોના ૧૦૦ થી વધારે જિલ્લાઓમાં માવઠાના કારણે ઘઉંની નિપજને અસર થઇ છે. હવે લગભગ પાંચ થી દસ ટકા ઉત્પાદન ઘટવાની ધરાણા છે. બાકી હોય તો લગભગ ૩૦ ટકા જેટલા વિસ્તારો એવા છે જ્યાં ઘઉંની ગુણવત્તામાં ઘટાડો થઇ શકે છે.

જ્યારે વાવેતર થયાં ત્યારે ઘઉંના પાકના ગુલાબી ચિત્રથી સૌના ચહેરા ગુલાબી હતા. આ વખતે ભારતમાં ૧૨૦૦ લાખ ટન ઘઉંનું ઉપાદન થવાનો અંદાજ મુકાયો છે. જો કે હવે આ ઉત્પાદનમાં પાંચ ટકાનો પણ ઘટાડો થાય તો ૬૦ લાખ ટનની ઘટ પડે. યુધ્ધની પરિસ્થિતીમાં આ આંકડો નાનો નથી. યાદ રાખવું જોઇએ કે ત્રણ વર્ષ સુધી નિકાસ ઉપર પ્રતિબંધ મુકાયા બાદ તાજેતરમાં ભારતે ૨૫ લાખ ટન ઘઉંની નિકાસ કરવાની પરવાનગી આપી છે. આ ઉપરાંત ભારત સરકારને ૩૦ મી જુન ૨૦૨૬ સુધીમાં સેન્ટ્રલ પુલમાં બફર સ્ટોક(buffer stock) માટે આશરે ૩૦૦ લાખ ટન ઘઉંની ખરીદી કરવાની છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Asha Bhosle Last Rites: આશા તાઈના અંતિમ દર્શન માટે ઉમટી મેદની: સચિન તેંડુલકર અને રિતેશ દેશમુખે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી, મુંબઈમાં ગમગીનીનો માહોલ

સરકાર ખરીદી શરૂ કરે છે પણ તેમાં એક સાંધે ત્યાં તેર તુટે તેવી સ્થિતી હોય છે. હાલમાં જ રાજસ્થાનનાં(Rajasthan) ક્વોટાની ભામાશાહ મંડીમાં ઘઉં વેચવા ગયેલા ખેડૂતને નીચી ગુણવત્તાના કારણે ભાવ બહુ ઓછા મળતા તેનું હાર્ટએટેકથી નિધન થયું. મતલબ એ છે કે કમોસમી વરસાદના કારણે ઘણા સ્થળો પાક એટલો ખરાબ થયો છે કે સરકારી એજન્સીઓ પણ ઘઉં રિજેક્ટ કરી દે છે. આવી ઘટનાઓ ઉપર કેન્દ્ર સરકારની હાલમાં નજર નહીં પડે કારણ કે હાલમાં સૌ આસામ, કેરળ, પશ્ચિમ બંગાળ અને તામિલનાડુની ચૂંટણીઓમાં(Election) વ્યસ્ત છે. જો આવી ઘટના આ રાજ્યોમાં બની હોત તો ચિત્ર અલગ હોત. લોકતંત્રમાં કામ કરતી સરકારની આજ સમસ્યા છે. આવી જ એક ઘટના મધ્યપ્રદેશમાં(Madhya Pradesh) બની છે જ્યાં ગોડાઉનમાં રાખેલા ૩૫ કરોડ રૂપિયાનાં ૨૨૦૦૦ ટન ઘઉં રેઢિયાળ સરકારી વહીવટના કારણે સડી ગયા. યાદ રહે કે મધ્યપ્રદેશમાં પણ હાલમાં ચૂંટણીઓ નથી.

વૈશ્વિક સ્તરે યુધ્ધનો માહોલ છે, વડાપ્રધાન કૄષિ ઉત્પાદન વધારીને દેશને આત્મનિર્ભર બનાવવા ખેડૂતો,વેપારીઓ અને નિકાસકારોને પ્રોત્સાહિત કરે છે. પરંતુ અમલીકરણમાં ઘણી ખામીઓ રહી જાય છે. કેન્દ્ર સરકારે હાલમાં ઘઉં અને ઘઉંના આટા મેંદા જેવા ઉત્પાદનોની નિકાસની છૂટ આપી છે. હાલના સંજોગોમાં દરિયાઇ માર્ગે વેપાર કરવામાં નૂર ભાડા બહુ ઉંચા પડતા હોવાથી આપણા પડોશી દેશો રોડ માર્ગે ભારત પાસેથી માલ લેવા ઉત્સુક છૈ. નેપાળ, બાંગ્લાદેશ માલદિવ્સ તથા શ્રીલંકા જેવા પડોશી દેશોમાં ઘઉં અને ચોખાની નિકાસની ઉજળી તકો છે. પરંતુ સરકારની પોલિસી અણઘડ છે. જો ભારતમાં હાલમાં ઘઉંની નિકાસ માટે ન્યુનતમ ૧૦૦૦૦ ટન અને આટાની નિકાસ માટે ન્યુનતમ ૨૫૦૦ ટન વજનની મર્યાદા હોવાથી ભારતના(India)  નાના નિકાસકારોને તકલીફ પડે છે. આજરીતે પડોશી દેશોના વેપારીઓને જો ઓછા વજનમાં ખરીદીની સુવિધા મળે તો લાંબાસમય સુધી તેઓ ભારતના ઘઉં ખરીદવા તૈયાર થઇ શકે છે. નિકાસની પરવાનગી મળ્યાને બે મહિના જેટલો સમય થયો પણ હજુ ઘંઉની નિકાસના ખાસ કોઇ સોદા થયા નથી.

સરકારને ટેકાના ભાવે ઘઉંની ખરીદી તો કરવી છે પણ તંત્ર સજ્જ નથી, માલ ખુલ્લામાં પડ્યા રહે તો વરસાદમાં બગડે છે. ખેડૂતની હાલત બેચારા જાયે તો જાયે કહાં જેવી છે.

Ebola Virus India। ઇબોલા વાયરસનો નવો ખતરો! આફ્રિકામાં આઉટબ્રેક બાદ ભારત એલર્ટ મોડ પર, સરકારે આપ્યા આ આદેશો!
IMD Red Alert। વિનાશક વાવાઝોડાની ચેતવણી! ૧०० કિમીની ઝડપે ત્રાટકશે તોફાન, હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ
PM Modi Eid Message|બકરી ઈદ નિમિત્તે પીએમ મોદીએ ટ્વીટ કરીને પાઠવી શુભેચ્છાઓ; શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપતાં કહી આ મોટી વાત
Akasa Air Emergency। હવામાં ફ્યુઅલ ઓછું થતાં અકાસા એરની ફ્લાઈટમાં ઇમરજન્સી, એરપોર્ટ પર દોડધામ
Exit mobile version