Site icon News Continuous Bureau | Mumbai

કોરોના સંક્રમણ પર કાબુ મેળવાઈ રહ્યો છે ત્યારે, ઊભી થઈ છે નવી મુશ્કેલી.. ડૉક્ટરો પણ મૂંઝાયા.. જાણો શું છે આ મુશ્કેલી…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

14 ઓગસ્ટ 2020 

લોકડાઉન ને કારણે કોરોના સિવાયની બીમારીના દર્દીઓને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં આવી રહ્યા છે.. જે પ્રશાસનની સાથે જ નાગરિકો માટે ચિંતાનો વિષય છે… એક બાજુ મહામારીની તીવ્રતા ઓછી થઈ રહી છે. તો બીજી બાજુ આ નવી મુશ્કેલી વધી રહી છે. લોકડાઉન દરમિયાન હોસ્પિટલોમાં બેડના અભાવે તેમજ બીજા કારણસર અન્ય બીમારીથી પીડિત દર્દીઓને દાખલ કરવામાં નહોતા આવ્યા.  આથી સમયસર સારવાર ન મળતાં અત્યારે ગંભીર સ્થિતિ ઉત્પન્ન થઇ છે. કોરોના કરા આવા અનેક દર્દીઓ રોજ હોસ્પિટલમાં આવવાના શરૂ થયા છે.

ડોક્ટરોનું કહેવું છે કે કોવિડ 19 વગરની બીમારીઓથી ગ્રસ્ત આ દર્દીઓને સમયસર સારવાર આપી શકાઈ હોત તો તેમનું જીવન જોખમમાં મુકાયું ના હોત. જેમ કે હૃદયરોગના દર્દીઓ, કેન્સરના, કિડનીના, પથરીના તેમજ મગજની બીમારી ના દર્દીઓ નો સમાવેશ થાય છે. આ પરિસ્થિતિ થવાનું મોટું કારણ છે કે નાની મોટી હોસ્પિટલોને કોરોના સ્પેશ્યલ હોસ્પિટલોમાં ફેરવી દેવામાં આવી છે. જ્યારે મોટા ભાગના ડોક્ટરો પણ એક યા બીજા કારણે કોરોના ની સેવા સાથે સંકળાયેલા છે. આથી કોરોના સિવાયના દર્દીઓને એપોઇન્ટમેન્ટ અપાઇ શકાતી નથી અથવા તો સમયસર નાના મોટા ઓપરેશનો નથી થઈ શકતા. જ્યારે બીમારી ખૂબ વધી જતા ગંભીર હાલતમાં દર્દીઓને હોસ્પિટલમાં લાવવામાં આવે છે ત્યારે ખૂબ મોડું થઇ ગયું હોય છે. જીવ જતો રહ્યો હોય  છે અથવા તો તાત્કાલિક ઓપરેશન ની સ્થિતિ ઉભી થતા, પરિવારજનો અને ડોક્ટરો પણ કફોડી સ્થિતિમાં મુકાઇ જાય છે.. આમ લોકડાઉન ના સાઈડ ઇફેક્ટ સામે આવી રહયાં છે.

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/3fJqhxB 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

Darbhanga Graduates MLC Election Result બિહાર વિધાન પરિષદ ચૂંટણીમાં મોટો ઉલટફેર દરભંગા ગ્રેજ્યુએટ સીટ પર ભાજપના કિલ્લામાં ગાબડું, RJD ના અનિલ કુમાર ઝા વિજયી
Kharge Challenges BJP On Ballot Papers નાગપુરની હાર બાદ કોંગ્રેસનું મોટું રાજકીય દાવપેચ! શું ભાજપ બેલેટ પેપર પડકાર સ્વીકારશે? જાણો ખડગેના તીખા પ્રહારો પાછળનું ગણિત
CEC Gyanesh Kumar Mock Impeachment મુખ્ય ચૂંટણી કમિશનર સામે વિપક્ષનો મોટો મોરચો મીરા કુમાર સંભાળશે ‘સ્પીકર’ ની ખુરશી, મલ્લિકાર્જુન ખડગે લાવશે મોક મહાભિયોગ પ્રસ્તાવ
MLC Election Results Political Analysis ૧૩ જીત્યા તોય ચિંતા, ૧ જીતીને પણ ઉત્સવ! MLC ચૂંટણીના પરિણામો પાછળ એવું તો શું છુપાયેલું છે જે સામાન્ય નજરે નથી દેખાતું? જુઓ સમગ્ર સમીકરણ
Exit mobile version