Site icon News Continuous Bureau | Mumbai

Cockroach Janta Party। સોશિયલ મીડિયાના ૩ ધુરંધરો જેમના મીમ્સે મચાવ્યો હોબાળો! જાણો ‘કોકરોચ જનતા પાર્ટી’ ના પ્રવક્તાઓ વિશે

Cockroach Janta Party। પેપર લીક વિરૂદ્ધ દિલ્હીના જંતરમંતર પર આંદોલનની તૈયારી, સ્થાપક અભિજીત દિપકે ૬ જૂને અમેરિકાથી ભારત પરત ફરશે.

Cockroach Janta Party।  સોશિયલ મીડિયાના ૩ ધુરંધરો જેમના મીમ્સે મચાવ્યો હોબાળો! જાણો ‘કોકરોચ જનતા પાર્ટી’ ના પ્રવક્તાઓ વિશે

Cockroach Janta Party। સોશિયલ મીડિયાના ૩ ધુરંધરો જેમના મીમ્સે મચાવ્યો હોબાળો! જાણો ‘કોકરોચ જનતા પાર્ટી’ ના પ્રવક્તાઓ વિશે

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Cockroach Janta Party। સોશિયલ મીડિયા પર માત્ર એક મીમ અને ડિજિટલ અભિયાન તરીકે શરૂ થયેલી ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) હવે દેશમાં જમીની સ્તર પર રાજકારણ અને આંદોલન કરવાની તૈયારી કરી રહી છે. NEETUG અને CBSE જેવી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પરીક્ષાઓમાં થયેલા પેપર લીકના વિરોધમાં આ પાર્ટી દિલ્હીના રસ્તાઓ પર ઉતરીને મોટું પ્રદર્શન કરવા જઈ રહી છે. પાર્ટીના સ્થાપક અભિજીત દિપકે આ આંદોલનની આગેવાની કરવા માટે ૬ જૂને અમેરિકાથી દિલ્હી પરત ફરી રહ્યા છે. આ દરમિયાન મીડિયા અને જનતા સમક્ષ પાર્ટીનો પક્ષ રાખવા માટે ત્રણ પ્રવક્તાઓ – સૌરભ દાસ, વિજેતા દહિયા અને આશુતોષ રાંકાની નિમણૂક કરવામાં આવી છે, જેમણે દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબમાં પ્રેસ કોન્ફરન્સ કરીને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી છે. આવામાં સવાલ એ થાય કે આ ત્રણેય પ્રવક્તાઓ કોણ છે અને તેમનો બેકગ્રાઉન્ડ શું છે?

મુખ્ય પ્રવક્તા સૌરભ દાસ: વ્યવસાયે પત્રકાર અને આરટીઆઈ (RTI) એક્ટિવિસ્ટ છે

કોકરોચ જનતા પાર્ટીએ સૌરભ દાસને પોતાના મુખ્ય પ્રવક્તા તરીકે જાહેર કર્યા છે. સૌરભ દાસ વ્યવસાયે પત્રકાર અને જાણીતા સામાજિક કાર્યકર્તા છે, જેઓ મુખ્યત્વે કાનૂની, ન્યાયિક અને સામાજિક મુદ્દાઓ પર લખતા રહ્યા છે. નવેમ્બર ૨૦૨૫ માં ઇન્ડિયા ગેટ પર થયેલા પ્રદૂષણ વિરોધી પ્રદર્શનોમાં તેઓ સક્રિય રીતે સામેલ હતા. આ ઉપરાંત કોવિડ-૧૯ (Covid-19) મહામારી દરમિયાન આરટીઆઈ અને અદાલતી કાર્યવાહી દ્વારા ભારત સરકારની ‘આરોગ્ય સેતુ એપ’ ના ડેવલપમેન્ટ અને સંચાલન અંગેની મહત્વની માહિતી સાર્વજનિક કરાવીને તેઓ દેશભરમાં ભારે ચર્ચામાં આવ્યા હતા.

પ્રવક્તા વિજેતા દહિયા: પ્રખ્યાત યુટ્યુબર ધ્રુવ રાઠીના સ્ક્રિપ્ટ રાઇટર અને ફિલ્મ મેકર

બીજા પ્રવક્તા વિજેતા દહિયા (Vijeta Dahiya) મૂળ હરિયાણાના વતની છે અને હાલમાં મુંબઈમાં રહે છે. તેમણે દેશની પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ કોલેજ દિલ્હી ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (DTU) માંથી અભ્યાસ કર્યો છે. તેઓ એક રાજકીય સંશોધક (Political Researcher), લેખક અને ફિલ્મ નિર્દેશક છે. વિજેતા દહિયાએ ભારતના પ્રખ્યાત યુટ્યુબર ધ્રુવ રાઠી (Dhruv Rathee) માટે રિસર્ચર અને સ્ક્રિપ્ટ રાઇટર તરીકે લાંબો સમય કામ કર્યું છે. Quora હિન્દી પ્લેટફોર્મ પર રાજનીતિ અને ઇતિહાસ પર લખવા બદલ તેઓ ‘બેસ્ટ રાઇટર’ તરીકે ચૂંટાયા છે. તેમણે ‘પાવર ઓફ યુનિવર્સ’ અને ‘ટુ હેલ વિથ ધેટ જોબ’ જેવી બેસ્ટ સેલિંગ પુસ્તકો લખી છે, તેમજ હરિયાણવી ફિલ્મો ‘દરારેં’ અને ‘ઓપરી પરાઈ’ નું લેખન અને દિગ્દર્શન પણ કર્યું છે.

પ્રવક્તા આશુતોષ રાંકા: IIT કાનપુર અને લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ (LSE) ના ભૂતપૂર્વ વિદ્યાર્થી

ત્રીજા પ્રવક્તા આશુતોષ રાંકા (Ashutosh Ranka) શિક્ષણ અને શૈક્ષણિક લાયકાતની દ્રષ્ટિએ અત્યંત મજબૂત પ્રોફાઇલ ધરાવે છે. તેમણે દેશની સર્વોચ્ચ સંસ્થા આઈઆઈટી કાનપુર (IIT Kanpur) માંથી બી.ટેક (B.Tech) નો અભ્યાસ કર્યો છે અને ત્યારબાદ પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર્સ કરવા લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ (LSE) ગયા હતા. તેઓ વૈશ્વિક કન્સલ્ટિંગ ફર્મ ‘મેકિન્સે’ (McKinsey) સાથે કન્સલ્ટન્ટ તરીકે કામ કરી ચૂક્યા છે. ગયા વર્ષે જ લંડનથી ભારત પરત ફરેલા આશુતોષે જયપુરમાં પર્યાવરણ, શિક્ષણ અને યુવાનોના મુદ્દે અનેક જનઆંદોલનોનું નેતૃત્વ કર્યું છે. હવે તેઓ કોકરોચ જનતા પાર્ટીના પ્લેટફોર્મ પરથી દેશની શિક્ષણ પ્રણાલીમાં સુધારા અને ટ્રાન્સપરન્સી (પારદર્શકતા) લાવવા માટે મીડિયા સામે અવાજ ઉઠાવી રહ્યા છે.

👉 આ સમાચાર વાચો:
Amarnath Yatra 2026। બાબા બરફાનીના દર્શન હવે વધુ કઠિન! સતત બીજા વર્ષે હેલિકોપ્ટર બંધ, ચારધામમાં તૂટ્યા ભીડના તમામ રેકોર્ડ

Rahul Gandhi Overnight Protest PM Residence PM આવાસ બહાર રાહુલ ગાંધીના આખી રાત ધામા? મોદી, શાહ અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ઉગ્ર માંગથી રાજકારણ ગરમાયું!
Education Budget Share In Modi Govt દેશના ભવિષ્ય કરતા રોડરસ્તા વધુ મહત્વના? છેલ્લા કેટલાક વર્ષોમાં શિક્ષણ મંત્રાલયની ફાળવણીમાં મોટો કાપ
CJP Sacks Spokesperson Vijeta Dahiya આંદોલન દરમિયાન બર્ગર ખાવું ભારે પડ્યું CJP એ પ્રવક્તા વિજેતા દહિયાને પદ પરથી હટાવ્યા
CJP Leader Abhijeet Dipke Allegations સરકારે વાતચીતના બહાને બોલાવી નજરકેદ કર્યા લાઠીચાર્જ અને પોલીસ બર્બરતા મુદ્દે અભિજીત દીપકેનો ગંભીર આરોપ
Exit mobile version