ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
નવી દિલ્હી
27 જાન્યુઆરી 2021
દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર પરેડના નામે થયેલી હિંસા બાબતે હવે સત્ય બહાર આવી રહ્યું છે. કોંગ્રેસના લુધિયાણાના સાંસદે દાવો કર્યો છે કે આ હિંસા પાછળ સીખ ફોર જસ્ટીસ એટલે કે ખાલિસ્તાની ઓનો હાથ છે. બીજી તરફ ખેડૂત આગેવાન ટિકૈતનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે લોકોને અપીલ કરી રહ્યો છે કે લોકો ડંડા અને હથિયાર લઈને આંદોલનમાં સામેલ થાય.
હવે આ મામલે રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી એનઆઈએ પણ શામેલ થઇ ગયું છે. બીજી તરફ દીપ સીધું નામના એક વ્યક્તિનું પણ નામ સામે આવ્યું છે જે આંદોલનમાં સામેલ હતો.
દિલ્હીમાં થયેલા હંગામા બાદ હવે અર્ધસૈનિક દળોની ટુકડીઓ દિલ્હીના અલગ-અલગ વિસ્તારમાં ખડકી દેવાઈ છે. તેમજ સમગ્ર દિલ્હીમાં અત્યાર સુધી ૫૮ જેટલા પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે અને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કુલ 12 એફઆઈઆર દાખલ થઇ છે.

