Site icon News Continuous Bureau | Mumbai

આ છે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની ગર્લફ્રેન્ડ, જેના પાકિસ્તાનના પીએમ સાથે પણ છે ખાસ સંબંધો.. જાણો વિગતે

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યૂરો

મુંબઇ

Join Our WhatsApp Channel

27 ઓગસ્ટ 2020

ભારતના મોસ્ટ વોન્ટેડ  ડોન દાઉદ ઈબ્રાહિમને લઈને થયેલા ખુલાસા બાદ દુનિયાભરમાં અને પાકિસ્તાનમાં ભુકંપ સર્જાયો છે. આતંકવાદી દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનમાં રહે છે. ત્યારે હવે તેની પ્રેમિકાને લઈને વધુ એક ખુલાસો થયો છે. દાઉદની પાકિસ્તાની પ્રેમિકાને લોકો ‘ગેંગસ્ટર ગુડિયા’ના નામે ઓળખે છે અને તેનું નામ છે મેહવિશ હયાત છે. તે એક પાકિસ્તાની અભિનેત્રી છે જેને દાઉદે પોતાની વગ વાપરીને અનેક ફિલ્મોમાં કામ અપાવ્યું છે. દાઉદની નવી ગર્લફ્રેન્ડ 37 વર્ષની છે અને તે દાઉદ કરતા 27 વર્ષ નાની છે. 

સૂત્રોના જણાવ્યાં પ્રમાણે હયાતના માત્ર દાઉદ સાથે જ નહીં પરંતુ પાકિસ્તાનના વડાપ્ર્ધાન ઈમરાન ખાન સાથે પણ સારા સંબંધો છે.આ અભિનેત્રી પાકિસ્તાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સી ક્લાસની અભિનેત્રી ગણાતી હતી, પરંતુ દાઉદે પોતાની રાજકીય વગના પગલે વર્ષ 2019માં આ અભિનેત્રીને એક બહુ પ્રતિષ્ઠિત નાગરિક સન્માન તમગા-એ -ઇમ્તિયાઝ અપાવ્યું ત્યારે પાકિસ્તાની ફિલ્મજગતમાં ખળભળાટ મચી ગયો હતો. લોકોનું કહેવું હતું કે, તેને આ સન્માન પુરસ્કાર એટલા માટે મળ્યું કારણ કે તેના પાકિસ્તાનના બહુ તાકાતવર લોકો સાથે સંબંધ છે. 

એક વેબ પોર્ટલે તે સમયે તેના દાઉદ સાથે સારા સંબંધો હોવાની વાત પણ ઈશારામાં કહી હતી. ઉલ્લેખનીય છે કે  દાઉદની પ્રેમિકા પાકિસ્તાની અભિનેત્રી મેહવિશ હયાત ભારત વિરોધી દુષ્પ્રચારમાં સામેલ રહી છે. મેહવિશ હયાતે કાશ્મીરને લઇને પાકિસ્તાની પ્રોપેંગેંડા ફેલાવવામાં મદદ કરી છે.  આ ઉપરાંત મહવિશે કાશ્મીરના લોકોને ભારત વિરૂધ્ધ ઝેર ભરવાનો પ્રયત્ન પણ કર્યો હતો..

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

MLC Election Results Political Analysis ૧૩ જીત્યા તોય ચિંતા, ૧ જીતીને પણ ઉત્સવ! MLC ચૂંટણીના પરિણામો પાછળ એવું તો શું છુપાયેલું છે જે સામાન્ય નજરે નથી દેખાતું? જુઓ સમગ્ર સમીકરણ
CJP Supports Congress Rally કોંગ્રેસ અને CJP હાથ મિલાવશે! ૧ નવેમ્બરની રૅલી પૂર્વે અભિજીત દિપકેની જાહેરાતથી શાસક પક્ષની વધી ચિંતા…
Congress Retaliates Against PM Modi ટ્રોલિંગ બંધ કરો અને જનાદેશ સ્વીકારો, પીએમ મોદીના તંજ સામે કોંગ્રેસ લાલઘૂમ; નાગપુર અને વારાણસીના આંકડા ટાંકી કર્યો પલટવાર
Sanjay Raut Apologises To CJI ચીફ જસ્ટિસ પર વિવાદાસ્પદ ટિપ્પણી પડી ભારે! કાનૂની સકંજો કસાતાં સંજય રાઉતે માંગી બિનશરતી માફી શું કોર્ટ કેસ બંધ કરશે?
Exit mobile version