Site icon

ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ (OGW) કોણ છે અને તે શા માટે છે ભારતીય રક્ષકો માટે પડકાર? જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 12 ઑક્ટોબર, 2021 

Join Our WhatsApp Community

મંગળવાર

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ નાગરિકોને નિશાન બનાવ્યા બાદ સ્થાનિક પોલીસ અને સેનાએ મોટી કાર્યવાહી કરી છે. રવિવારે પોલીસે લશ્કર-એ-તૈયબા (LET), જૈશ-એ-મોહમ્મદ (JEM), અલ-બદર અને ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)ના 900થી વધુ ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ (OGW)ની ધરપકડ કરી હતી.

પોલીસ અને સેનાના ઉચ્ચ અધિકારીઓ હવે આ OGWની પૂછપરછ કરી રહ્યા છે કે તેઓએ કાશ્મીરમાં સામાન્ય લોકોને કેમ નિશાન બનાવ્યા. આની પાછળ આતંકવાદી સંગઠનના માસ્ટરનો ઇરાદો શું હતો?  OGW કેવી રીતે ખીણમાં આતંકવાદી સંગઠન માટે કામ કરે છે અને કેવી રીતે આ ભાગોમાં વહેંચાયેલા છે.

T-20 વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યાની જગ્યાએ આ બેમાંથી કોઈ એક ખેલાડીને મોકો મળી શકે છે; હાર્દિક પંડ્યાની ફિટનેસ બાબતે BCCI શંકાશીલ
 

OGWને કેવી રીતે વર્ગીકૃત કરવામાં આવે છે?

OGW એ છે જે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ અથવા આતંકવાદીઓને માનવતાવાદી સહાય, રોકડ, રહેઠાણ અને અન્ય સુવિધાઓ પૂરી પાડે છે. રિપૉર્ટ અનુસાર જે વ્યક્તિ શંકાસ્પદ આતંકવાદીઓ માટે સલામત ઘર, માર્ગ, માહિતી અથવા સંદેશવાહક તરીકે કામ કરે છે તેને તરત જ અધિકારીઓ દ્વારા OGW તરીકે લેબલ કરવામાં આવે છે.

OGW શું કરે છે?

અન્ડર ગ્રાઉન્ડ આતંકવાદીઓની આંખ અને કાન તરીકે OGW કામ કરે છે. આ લોકો આતંકવાદીઓનાં ઠેકાણાં ગોઠવે છે, સલામત આશ્રયસ્થાનોથી શસ્ત્રોને એવાં સ્થળોએ ખસેડે છે, જ્યાં આતંકવાદી હુમલાની યોજના કરી શકે. સુરક્ષા દળોની ગતિવિધિઓ પર નજર રાખે છે. OGWની વ્યાખ્યા કરતાં એક ઉચ્ચ પોલીસ અધિકારીએ કહ્યું કે જો આતંકવાદીઓને માછલી તરીકે જોવામાં આવે તો OGW એ પાણી છે, જે તેમના અસ્તિત્વને સુનિશ્ચિત કરે છે.

પોલીસ અધિકારીએ કહ્યું કે OGW શસ્ત્રો વગરના આતંકવાદીઓ છે અને તે તેમના કરતાં પણ વધુ જીવલેણ હોઈ શકે છે. કારણ કે તેઓ સક્રિય આતંકવાદીઓ માટે મુસાફરી અને અન્ય વસ્તુઓનું સંચાલન કરે છે.

Coal mining: કોલસા ખનન કેસમાં EDનો મોટો ઍક્શન: બંગાળમાં આટલા સ્થળોએ દરોડા, મની લોન્ડરિંગની તપાસ
Red Fort Blast: આતંકીઓની મોડસ ઓપરેન્ડી: બોમ્બ બનાવવા માટે કઈ એપ્સનો ઉપયોગ થતો હતો? જાણો લાલ કિલ્લા ધમાકાની તપાસની વિગતો
Kolkata Earthquake: કોલકાતા સહિત પશ્ચિમ બંગાળમાં ભૂકંપના તીવ્ર આંચકા, ગભરાટમાં લોકો ઘર છોડીને ભાગ્યા
Nitish Kumar Cabinet: બિહારમાં મંત્રીમંડળની રચના: કયા પક્ષના કેટલા નેતાઓએ શપથ લીધા? નીતિશ સરકારની નવી ટીમના ચહેરા સામે આવ્યા
Exit mobile version