Site icon

WHOની ભારત બાયોટેક પર એક્શન, covaxin વેક્સિનની સપ્લાય પર રોક લગાવી; જાણો શું છે કારણ 

News Continuous Bureau | Mumbai

વિશ્વમાં જ્યારથી કોરોના મહામારીએ દસ્તક આપી છે, ત્યારથી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન હંમેશા કોઈ દેશમાં કોઈ વધારે વાયરસનો ફેલાવો ન થાય તેના પ્રયાસોમાં તૈયાર રહે છે. તેવામાં હવે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ભારત બાયોટેકના કોવેક્સિનના સપ્લાયને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. સાથે જ રસી મેળવતા દેશોને યોગ્ય પગલાં લેવાની ભલામણ પણ કરી છે. 

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ્સ મુજબ WHOએ તેના નિવેદનમાં કહ્યું કે આ સસ્પેન્શન ૧૪ માર્ચથી ૨૨ માર્ચ સુધી કરવામાં આવેલા EULનિરીક્ષણ બાદ કરવામાં આવ્યું છે. આ નિર્ણય કોવેક્સિન રસીના સપ્લાયને અવરોધિત કરશે. જાે કે, કંપનીએ જીએમપીની ખામીઓને સુધારવા અને તેમાં ફેરફાર કર્યા પછી કોવેક્સિનનો પુરવઠો ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વચગાળાના અને સાવચેતીના પગલા તરીકે ભારતે તેની નિકાસ માટે કોવેક્સિનનું ઉત્પાદન સ્થગિત કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.

આ સમાચાર પણ વાંચો : શ્રીલંકામાં સ્થિતિ વધુ વણસી, ઈમરજન્સી-લોકડાઉન બાદ હવે સરકારે આના પર પણ મુક્યો પ્રતિબંધ; જાણો વિગતે

WHOના ઉપલબ્ધ ડેટા દર્શાવે છે કે રસી અસરકારક છે અને સલામતી અંગે ચિંતા કરવાની કોઈ વાત નથી. પરંતુ અમુક દેશોએ કોવિડ ૧૯ રસીના વૈકલ્પિક સ્ત્રોતો સાથે રસીકરણ ચાલુ રાખવા માટે સંબંધિત SAGE ની ભલામણનો સંદર્ભ લેવો જાેઈએ. કંપનીએ સસ્પેન્શન અંગેના પ્રશ્નોના જવાબ આપ્યા ન હોવા છતાં, કોવેક્સિનનું ઉત્પાદન ધીમું કરવાની જાહેરાત કરવા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. 

નિવેદનમાં જણાવ્યું હતું કે તે WHO ધોરણ સાથે ઉત્પાદન પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યો છે. તાજેતરના  WHO EUL નિરીક્ષણ દરમિયાન, ભારત બાયોટેક આયોજિત સુધારણા પ્રવૃત્તિઓના અવકાશ પર ઉૐર્ં ટીમ સાથે સંમત થયા હતા અને સંકેત આપ્યો હતો કે તેઓ પણ શક્ય તેટલી વહેલી તકે રજૂ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, કોરોનાની જાહેર આરોગ્ય કટોકટીને પહોંચી વળવા માટે છેલ્લા વર્ષ દરમિયાન સતત ઉત્પાદન સાથે કોવેક્સિન બનાવવા માટે તમામ હાલની સુવિધાઓનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : કોરોના વાયરસને લઇને WHO એ આપી ચેતવણી, આ વર્ષે આ 3 રીતે ફેલાઇ શકે છે મહામારી; જાણો વિગતે

Uttarakhand Disaster: ઉત્તરાખંડના સહસ્ત્રધારા માં ફાટ્યું વાદળ, રમકડાંની જેમ તણાઈ કાર, જાણો ક્યાં થયું કેટલું નુકશાન
Dog punishment: હવે માણસ ની જેમ કુતરાઓ ને પણ થશે આવી સજા, ઉત્તર પ્રદેશ સરકારે લીધો અનોખો નિર્ણય
Waqf Act: વક્ફ કાયદો: સવારે મુસ્લિમ પક્ષ જીતનો દાવો કરતો હતો, પરંતુ વાર્તા તો કઈ અલગ જ નીકળી, જાણો સમગ્ર મામલો
Supreme Court: સુપ્રીમ કોર્ટે વનતારા કેસની સુનાવણી દરમિયાન કરી મહત્વપૂર્ણ ટિપ્પણી, હાથી રાખવા ને લઈને કહી આવી વાત
Exit mobile version