ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 06 મે ૨૦૨૧
દેશમાં ચુંટણીના પ્રચાર-પ્રસાર અને અનેક પાર્ટીના કેમ્પેઈનની રણનીતિ ઘડનાર પ્રશાંત કિશોરે હવે પશ્ચિમ બંગાળની ચુંટણી બાદ પોતાના આ વ્યવસાયથી નિવૃત્તિ લેવાની ઘોષણા કરી છે, સાથેસાથે કહ્યું છે કે તેમની પછી તેમની ટીમ કંપની સંભાળશે.
પ્રશાંત કિશોરે પોતાના ત્રણ સાથીઓ પ્રતિક જૈન, ઋષિરાજ સિંહ અને વીનેશ ચંદેલ સાથે મળી ૨૦૧૩માં સિટિઝન ફોર એકાઉન્ટેબલ ગવર્નન્સની સ્થાપના કરી હતી. ત્યાર બાદ તે એવી કંપનીમાં પરિવર્તિત થઈ ગઈ જેની ચર્ચા દરેક ચૂંટણીમાં થવા લાગી એટલે કે ઇન્ડિયન પોલીટીકલ એક્શન કમિટી (આઈ-પેક).
આઈ-પેકે પ્રથમ વર્ષમાં ૨૦૧૪માં બી.જે.પી.માં નરેન્દ્ર મોદી માટે સંપૂર્ણ પોલીટીકલ કેમ્પેઈન સાંભળ્યું હતું. જેમાં રાજનીતિ. રણનીતિ, તકનીકી અને સોસીયલ મીડિયાનો ભરપુર ઉપયોગ કરાયો હતો. આ જ સમયે પ્રશાંત કિશોરનું નામ રાજનીતિક રણનીતિકાર તરીકે સામે આવ્યું. મોદી અને બી.જે.પી.થી છૂટા પડ્યા બાદ તેણે બીજી અનેક પાર્ટીઓ સાથે વિવિધ રાજ્યોમાં કામ કર્યું અને સફળતા મેળવી.
બિહારમાં નીતીશ કુમાર, પંજાબમાં અમરિંદર સિંહ, આંધ્રપ્રદેશમાં વાય.એસ.આર. કોંગ્રેસના જગન મોહન રેડ્ડી સાથે કામ કર્યું અને મોટી સફળતા મેળવી. હાલની પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં પણ મમતા બેનરજીની જીતશે જ અને બી.જે.પી.ને ૧૦૦થી ઉપર સીટ નહિ મળે તે તેમનું વિધાન પણ સાચું નીવડ્યું છે. બી.જે.પી.ને બંગાળમાં ૭૭ મળી છે.
હવે પ્રશાંત કિશોર બાદ કોણ તેમની જગ્યા લેશે તે જાણવા તેમની ટીમ અને કંપનીની સંરચનાને સમજવી જરૂરી છે. પ્રશાંત કિશોર કંપનીની શરૂઆત કરનાર પ્રતિક જૈન, ઋષિરાજ સિંહ અને વીનેશ ચંદેલ કંપનીના કો-ફાઉન્ડર અને ડાયરેક્ટર છે. પ્રશાંત બાદ તેઓ જ કંપનીના મુખ્ય સ્તંભ છે.
પ્રતિક જૈને આઈઆઈટી મુંબઈથી એન્જીનીયરીંગની ડિગ્રી મેળવી છે. તેણે ડેલોએટ ઇન્ડિયા કંપનીમાં એનાલીસ્ટ તરીકેની ભૂમિકા પણ ભજવી છે. તે ટ્વીટર પર સક્રિય રહે છે. પશ્ચિમ બંગાળની ચુંટણીનું પરિણામ આવ્યા બાદ તેને ટ્વીટ પણ કર્યું હતું કે “વી ડીડ ઈટ”.
ઋષિરાજ સિંહ દિલ્હીનો છે અને આઈઆઈટી કાનપુરનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તે એચએસબીસી બેંકમાં એનાલીસ્ટ હતો. તે આઈ-પેકની લીડરશીપ ટીમમાં છે અને કંપનીના બીજા તમામ પ્રોડક્ટ્સ પણ હેન્ડલ કરે છે.
વીનેશ ચંદેલે લો ઇન્સ્ટીટયુટ યુનિવર્સીટીમાંથી વકાલતની ડિગ્રી લીધી છે. થોડાક દિવસ સુપ્રીમ કોર્ટમાં વકાલત પણ કરી છે. ટાઈમ્સ નાઉમાં ન્યૂઝ એનાલીસ્ટ તરીકેની પણ ભૂમિકા ભજવી છે.
ડાયરેક્ટર બાદ એક્ઝીક્યુટીવ કાઉન્સિલ છે, જેમાં ૧૦-૧૨ લોકો છે જે કંપનીના વિવિધ વિભાગના હેડ છે. આમાંના મોટા ભાગના લોકો નામાંકિત સંસ્થાઓના વિદ્યાર્થી રહી ચુક્યા છે અને કોર્પોરેટની મોટી નોકારીયો છોડીને આ કંપનીમાં જોડાયા છે. કંપનીમાં કુલ ૧૦૦ લોકો કામ કરે છે. હાલ કંપનીનું હેડક્વાટર હૈદરાબાદના બંજારા હિલ્સ વિસ્તારમાં છે.
ઉલ્લેખનીય છે કે કંપનીમાં ક્રિએટીવ, ઓપરેશન, લોજિસ્ટિક, સ્ટ્રેટેજીક રિસર્ચ, પોલીટીકલ ઈન્ટેલીજન્સ, લીડરશીપ, ડેટા એનાલીસ્ટ સોશિયલ મીડિયા, ડિઝાઈનીંગ અને ફોટોગ્રાફર્સ જેવા અનેક વિવિધ ડીપાર્ટમેન્ટ છે.