ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૦ મે 2021
સોમવાર
બોમ્બે હાઈકોર્ટમાં ઉદ્યોગપતિ અને પદ્મભૂષણ એવૉર્ડી વિજયપત સિંઘાનિયા અને પૂના ના વેપારી વિજય સેઠી દ્વારા એક રિટ દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં માગણી કરવામાં આવી છે કે ભારત દેશને આઝાદ થયે 70 વર્ષ વીતી ગયા હોવા છતાં ભારતીય વિમાનનું રજીસ્ટ્રેશન વિક્ટોરિયન ટેરેટરી અથવા વાઇસરોય ટેરેટરી ના નામથી થાય છે. હવે ભારત સ્વતંત્ર રાષ્ટ્ર છે. તેમ છતાં વિમાન રજીસ્ટ્રેશન સમયે ભારત ગુલામ છે તેવું તેના નોંધણી નંબરથી સાબિત થાય છે.
કોરોનાવાયરસ હવા માં કેટલા અંતર સુધી જઈ શકે છે? આ રહ્યો જવાબ…
ઉલ્લેખનીય છે કે સ્વતંત્રતા બાદ ભારતના તમામ પાડોશી દેશો એ પોતાના સ્વતંત્ર થતાની સાથે જ વિમાનના રજીસ્ટ્રેશન નંબર બદલાવી નાખ્યા પરંતુ ભારતે આ મામલે આળસાઇ દાખવી છે.
