કેન્દ્ર સરકારે પહેલી એપ્રિલથી ૪૫ વર્ષથી ઉપરના લોકો ને વેક્સિન આપવાનો નિર્ણય કર્યો છે.જો કે સવાલ એ છે કે ૪૫ વર્ષ જ શા માટે? હવે તેનો જવાબ મળ્યો છે. દેશમાં કોરોના થી જીવ ગુમાવનાર માં અઠ્યાસી ટકા લોકો 45 વર્ષ કે તેનાથી મોટી વયના હતા.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર ૪૫ વર્ષ કે તેથી વધુ આયુ વર્ગના લોકો સૌથી વધુ જોખમ ના દાયરામાં છે. જેમને બચાવવાની જરૂર છે. માટે જ કેન્દ્ર સરકારે પહેલી એપ્રિલથી ૪૫થી વધુ વયના લોકોને વેક્સિન આપવાની મંજૂરી આપી છે. જેથી મૃત્યુ દર ઘટાડી શકાય.
હાલ દેશમાં કોરોના સંક્રમિતો ની વધતી સંખ્યા એ ચિંતાજનક બાબત છે.