ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
12 ફેબ્રુઆરી 2021
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારથી ગુલામ નબી આઝાદ ના વખાણ કર્યા છે ત્યારથી લોકો ચર્ચા કરી રહ્યા હતા કે ગુલામ નબી આઝાદ ભાજપમાં સામેલ થશે.
ત્યારે બીજી તરફ ગુલામ નબી આઝાદે સ્પષ્ટતા કરી છે કે તેઓ ભાજપમાં સામેલ જરૂર થશે પરંતુ માત્ર તે દિવસે જ્યારે કાશ્મીરમાં કાળા રંગનો બરફ હશે.
આમ ગુલામ નબી આઝાદે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે તેઓ ભાજપમાં સામેલ નહીં થાય.આટલું જ નહીં તેમણે સ્પષ્ટતા પણ કરી દીધી છે કે તેમને માત્ર કોંગ્રેસ પાર્ટી અને ગાંધી પરિવારથી પ્રેમ છે.