Site icon

તો શું શરદ પવાર ભાજપ વિરોધી મોરચાનું નેતૃત્વ કરશે? રાજનૈતિક ચર્ચાઓ ગરમ.

બિહારના મુખ્યમંત્રી નિતેશકુમાર, તેજસ્વી યાદવ અને અન્ય નેતાઓ શરદ પવારને મળ્યા છે. ત્યારબાદ ચર્ચાએ જોર પકડ્યું છે કે ભાજપ વિરોધી ફ્રન્ટ નું નેતૃત્વ શરદ પાવર કરશે.

Maharashtra NCP Crisis: 'BJP is breaking regional parties to get majority in 24th', thunders Sharad Pawar in Nashik

Maharashtra NCP Crisis: 'BJP is breaking regional parties to get majority in 24th', thunders Sharad Pawar in Nashik

 News Continuous Bureau | Mumbai

શરદ પવાર અત્યારે શું કરી રહ્યા છે તેના પર સહુ કોઈની નજર છે. ગત થોડા સમયથી તેઓ રાષ્ટ્રીય સ્તર પર રાજનીતિમાં સક્રિય થયા હોય તેવું લાગી રહ્યું છે. મહારાષ્ટ્રમાં તેમણે વધુ એક વખત ઈમોશનલ કાર્ડ રમ્યુ છે. જેને કારણે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં તેમની નબળી પડેલી પરિસ્થિતિ વધુ મજબૂત થઈ ગઈ છે.

Join Our WhatsApp Community

ગત દિવસો દરમિયાન શરદ પવારે એવા અનેક પગલાં લીધા જે વિરોધી છાવણીના કોઈપણ નેતા લઈ શક્યા નહોતા.

શરદ પવારે શું કર્યું?

શરદ પવારે શિવસેના અને કોંગ્રેસ પાર્ટી વચ્ચે સાવરકર મુદ્દે થયેલી મડાગાંઠ ઉકેલી.

ત્રીજો ફ્રન્ટ મજબૂત બનાવવા માટે રાજીનામાનું નાટક કર્યું અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓની સહાનુભૂતિ એકત્રિત કરી.

મણીપુરમાં ફસાઈ ગયેલા છાત્રો સંદર્ભે તેમણે રાજનૈતિક એક્ટિવનેસ દેખાડી.

કર્ણાટકની ચૂંટણીમાં પ્રચાર કર્યો તેમ જ ભાજપ વિરોધી સુર તેજ કર્યો.

શરદ પવાર અત્યારે જે રીતે કામ કરી રહ્યા છે તેનાથી લાગી રહ્યો છે કે ભાજપ વિરોધી ફ્રન્ટ બનાવવામાં તેઓ મોખરે છે. હાલ રાહુલ ગાંધીના અનેક વિરોધીઓ છે, તેમ જ અનુભવ અને ઉંમરમાં તે ઘણા જુનિયર ગણાય છે. આ પરિસ્થિતિમાં એવી સંભાવના દેખાઈ રહી છે કે શરદ પવાર ભાજપ વિરોધી ફ્રન્ટ બનાવવાનું અભિયાન જલદ કરશે તેમજ આ ફ્રન્ટના અધ્યક્ષ પણ બની શકે છે.

આ સમાચાર પણ વાંચો: પાકિસ્તાન હિંસા: સરકાર વિરોધી પ્રદર્શન કરનાર લોકો હવે સંરક્ષણ સંસ્થાઓને નિશાન બનાવી રહ્યા છે.

IRCTC Name Change: કન્ફર્મ ટિકિટમાં નામ બદલવું છે? IRCTC પર બુકિંગ કરાવ્યા બાદ પણ આ સરળ રીતે બદલી શકાશે મુસાફરનું નામ!
Faridabad Terror Plot: મોટો ખુલાસો! ૩૬૦ કિલો RDX મામલામાં નવો વળાંક, આતંકીના તાર ‘મહિલા ડૉક્ટર’ સાથે જોડાયેલા!
Ricin Poison: દહેશત! ગુજરાતમાં ISIS આતંકીઓ પાસેથી ‘બાયો-કેમિકલ હથિયાર’ રિસિન જપ્ત, જાણો તે કેટલું છે ખતરનાક
Faridabad Terror Conspiracy: આતંકના ઇતિહાસનું સૌથી મોટું કાવતરું: ૩૬૦ કિલો વિસ્ફોટકો સાથે પકડાયેલા આતંકીઓનો શું હતો ખતરનાક પ્લાન?
Exit mobile version