Site icon

નિશ્ચિત સમય કરતા એક દિવસ વહેલાસંસદનું શિયાળુ સત્ર સમાપ્ત, બંને ગૃહોની કાર્યવાહી અનિશ્ચિતકાળ સુધી સ્થગિત; જાણો આ સત્રમાં કેટલી બેઠકો યોજાઈ?  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 22 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

બુધવાર.

સંસદનુ શિયાળુ સત્ર નક્કી કરેલી સમય મર્યાદા કરતા એક દિવસ વહેલુ સમાપ્ત થઈ ગયું છે.

લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી આજે અનિશ્ચિત મુદત સુધી સ્થગિત કરવામાં આવી છે.

આ સત્રમાં કુલ મળીને 18 બેઠકો યોજાઈ છે પણ વિપક્ષી સભ્યો દ્વારા સતત હંગામા વચ્ચે આ સત્રમાં 18 કલાક કામ થઈ શક્યુ નથી.

સંસદનું સત્ર સમાપ્ત થવાની સાથે સાથે રાજ્યસભા અધ્યક્ષ વૈકેયા નાયડુએ કહ્યુ કે, સાંસદોએ આત્મનિરિક્ષણ કરવાની જરુર છે. સંસદની કાર્યવાહી માં ખલેલ પહોંચાડવી યોગ્ય નથી.

વિપક્ષે આ સત્રમાં ખેડૂતોના મુદ્દા, મોંઘવારી, લખીમપુર હિંસા, પેગાસસ જાસૂસી મુદ્દો ,એમએસપી અંગે ચર્ચા કરવાની માંગ કરી હતી પણ વિપક્ષનો આરોપ છે કે, આ મુદ્દાઓ પર સરકારે ચર્ચા કરી નથી.

ઉલ્લેખનીય છે  કે સંસદનુ શિયાળુ સત્ર 29 નવેમ્બરથી શરુ થયુ હતુ. જે 23 ડિસેમ્બર સુધી ચાલવાનુ હતુ.

જ્યારે રાશન ન ખરીદી શકવાને કારણે માતા સાથે ખરાબ રીતે રડ્યો હતો ગોવિંદા; જાણો અભિનેતા ના સંઘર્ષ ના દિવસો વિશે

Uttarakhand Disaster: ઉત્તરાખંડના સહસ્ત્રધારા માં ફાટ્યું વાદળ, રમકડાંની જેમ તણાઈ કાર, જાણો ક્યાં થયું કેટલું નુકશાન
Dog punishment: હવે માણસ ની જેમ કુતરાઓ ને પણ થશે આવી સજા, ઉત્તર પ્રદેશ સરકારે લીધો અનોખો નિર્ણય
Waqf Act: વક્ફ કાયદો: સવારે મુસ્લિમ પક્ષ જીતનો દાવો કરતો હતો, પરંતુ વાર્તા તો કઈ અલગ જ નીકળી, જાણો સમગ્ર મામલો
Supreme Court: સુપ્રીમ કોર્ટે વનતારા કેસની સુનાવણી દરમિયાન કરી મહત્વપૂર્ણ ટિપ્પણી, હાથી રાખવા ને લઈને કહી આવી વાત
Exit mobile version