Site icon News Continuous Bureau | Mumbai

Winter session : સંસદનું શિયાળુ સત્ર ડિસેમ્બરના બીજા સપ્તાહમાં શરૂ થવાની સંભાવના; આ બિલો કરી શકાય છે રજૂ..

Winter session : 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ તરત જ સંસદનું શિયાળુ સત્ર શરૂ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સત્ર ડિસેમ્બરના બીજા સપ્તાહમાં શરૂ થઈ શકે છે. આ સત્ર દરમિયાન ઘણા મહત્વપૂર્ણ બિલો પર ચર્ચા અને પસાર થવાની અપેક્ષા છે.

Winter session : Parliament Winter Session Likely To Commence In Second Week Of December Sources

Winter session : Parliament Winter Session Likely To Commence In Second Week Of December Sources

News Continuous Bureau | Mumbai 

 Winter session : સંસદનું શિયાળુ સત્ર (Parliament Winter session) ડિસેમ્બર (December) ના બીજા સપ્તાહમાં શરૂ થઈ શકે છે અને ક્રિસમસ (25 ડિસેમ્બર) પહેલા સમાપ્ત થઈ શકે છે. સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રોને ટાંકીને આ માહિતી આપી હતી. સૂત્રોએ જણાવ્યું કે તેલંગાણા, રાજસ્થાન, છત્તીસગઢ, મિઝોરમ અને મધ્યપ્રદેશની વિધાનસભા ચૂંટણી (Assembly Election) ના પરિણામોના થોડા દિવસો બાદ એટલે કે 3 ડિસેમ્બરે (December) શિયાળુ સત્ર શરૂ થવાની સંભાવના છે.

Join Our WhatsApp Channel

આની ચર્ચા થઈ શકે છે

સત્ર દરમિયાન મુખ્ય ફોજદારી કાયદાઓને બદલવા માટેના ત્રણ મોટા બિલો (Bill) પર ચર્ચા થવાની સંભાવના છે. ગૃહ મામલાની સ્થાયી સમિતિએ તાજેતરમાં ત્રણ ખરડાઓ પર પોતાનો અહેવાલ સ્વીકાર્યો છે. સંસદ (Parliament) માં પેન્ડિંગ અન્ય એક મોટું બિલ મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂક સાથે સંબંધિત છે. વિપક્ષ અને ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનરોના વિરોધ વચ્ચે સંસદના વિશેષ સત્રમાં ચોમાસુ સત્રમાં રજૂ કરાયેલા આ બિલને પસાર કરાવવાનો સરકારે આગ્રહ રાખ્યો ન હતો. આ બિલ દ્વારા સરકાર મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોનો દરજ્જો કેબિનેટ સેક્રેટરીની બરાબરી પર લાવવા માંગે છે. હાલમાં તેઓ સુપ્રીમ કોર્ટના જજની સમકક્ષ દરજ્જો ધરાવે છે.

આ સમાચાર પણ વાંચો :  Google New feature : હવે ઓનલાઇન શોપિંગમાં થશે હજારો રૂપિયાની બચત, ગૂગલનું આ નવું ફીચર અનુભવને બનાવશે સરળ…

સંસદનું શિયાળુ સત્ર ક્યારે યોજાય છે?

સંસદનું શિયાળુ સત્ર સામાન્ય રીતે નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં શરૂ થાય છે. તે ક્રિસમસ પહેલા સમાપ્ત થાય છે, પરંતુ આ વખતે સત્ર અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

Tax Relief Jobs Salary Debate PM મોદીના નિવેદન પર રાહુલ ગાંધીનો વળતો પ્રહાર ટેક્સ રાહત છતાં પગાર અને રોજગાર મુદ્દે પૂછ્યા તીખા સવાલ
DGCA SpiceJet Notice DGCA ની સ્પાઈસજેટ સામે કડક કાર્યવાહી 50% થી વધુ ફ્લાઈટ્સ રદ થતા શોકોઝ નોટિસ જારી કરી; આટલા દિવસમાં ખુલાસો માંગ્યો
Pakistan Minister SCO Meeting ભારત આવેલા પાકિસ્તાની મંત્રીને તાજમહેલ જવાની મંજૂરી નહીં માત્ર SCO બેઠકમાં જ થઈ શકશે સામેલ
Mallikarjun Kharge Slams PM Modi ‘એવું લાગ્યું જાણે વડાપ્રધાન વિપક્ષના નેતા હોય’ FICCI સંબોધન પર મલ્લિકાર્જુન ખડગેના PM મોદી પર આકરા પ્રહારો
Exit mobile version