Site icon

મોટા સમાચાર : ભારત પર જેટલું દેવું છે તેનાથી વધુ વિદેશી મુદ્રા ભંડાર. જો ઋણ ચુકવવામાં આવે તો ભારત વિકસિત દેશ બની જાય.

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,

મુંબઈ

Join Our WhatsApp Community

08 ફ્રેબ્રુઆરી 2021 

આર્થિક સ્તર પર દરેક જગ્યાએ નકારાત્મક સમાચાર વચ્ચે એક સકારાત્મક સમાચાર એવા છે કે ભારતનું વિદેશી મુદ્રા ભંડાર સતત વધી રહ્યું છે.છેલ્લા પ્રાપ્ત સમાચાર મુજબ ભારત દેશનો વિદેશી મુદ્રા ભંડાર 590 અબજ ડોલરના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો છે. બીજી તરફ ભારત ઉપર માત્ર 554 અબજ ડોલરનું દેવું છે. આમ ભારત પર દેવાથી 36 અબજ ડોલર વધુ પૈસા છે.

જો ભારત દેશ પોતાનું ઋણ ચૂકવી દે તો તે રાતોરાત વિકસિત દેશ બની જાય. આ સંદર્ભે ભારતના અર્થ રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે જો ભારત ઇચ્છે તો હવે પરિસ્થિતિ સુધરી શકે છે. કોરોના ના સમય પછી જીએસટી કલેક્શન પ્રતિ મહિને એક લાખ કરોડથી ઉપર પહોંચી ગયું છે અને આથી નિર્ધારિત સમયમાં ભારત દેશ 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બની જશે.

ઉલ્લેખનીય છે કે હમણાં જ ભારતે જે બજેટ રજૂ કર્યું તેમાં જણાવ્યું હતું કે ભારત પોતાનું ઋણ વધારશે પરંતુ વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે.

S Jaishankar on Hormuz Strait: દુનિયા અટકી પણ ભારત ચાલ્યું! હોર્મુઝની સામુદ્રધુનીમાં ભારતીય જહાજોને કેમ કોઈ નથી રોકતું? એસ. જયશંકરે કૂટનીતિનો કર્યો મોટો ખુલાસો.
Turmeric prices India: હળદરમાં સિઝનનાં પ્રારંભે જ મંદીથી ખેડૂતો પરેશાન
Harish Rana Passive Euthanasia: ‘હવે શાંતિથી જા, બેટા…’: હરીશ રાણાની અંતિમ વિદાયનો વીડિયો જોઈ દેશની આંખો ભીની; ૧૩ વર્ષના સંઘર્ષ બાદ મળશે કાયમી મુક્તિ
Diplomatic Thaw: બાંગ્લાદેશના PM તારિક રહેમાનનો ‘માસ્ટરસ્ટ્રોક’! દિલ્હી મોકલ્યો ખાસ દૂત, અજિત ડોભાલ અને RAW ચીફ સાથેની ‘ગુપ્ત’ મુલાકાતથી મચ્યો હડકંપ.
Exit mobile version