Site icon News Continuous Bureau | Mumbai

લ્યો બોલો! લાઇટ બિલ ન ભરતાં કનેક્શન કાપવા આવેલા અધિકારીઓને મહિલાએ મીટર રૂમમાં જ પૂરી દીધા, જાણો વિરારનો વિચિત્ર કિસ્સો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૭ જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Channel

બુધવાર

વિરાર પૂર્વમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલાએ મહાવિતરણના અધિકારીઓને મીટર રૂમમાં પૂરી દીધા હતા. હકીકતે આ મહિલાએ વીજળીનું બિલ ભર્યું ન હતું અને એથી મહાવિતરણના અધિકારીઓ આ મહિલાના ઘરનું વીજજોડાણ કાપવા માટે આવ્યા હતા. આ કાર્યવાહીથી રોષે ભરાયેલી મહિલાએ મીટર રૂમની બહાર તાળું મારી દીધું હતું.

વિરાર પૂર્વના પાંચ પાયરી વિસ્તારમાં આવેલી ગોવિંદ-એકતા સોસાયટીમાં આ ઘટના બની હતી. બંને અધિકારીઓએ મહિલાને તાળું ખોલવાની વિનંતી કરી હતી, પરંતુ મહિલા માની ન હતી. બાદમાં સોસાયટીના સભ્યોએ આ મહિલાને સમજાવી હતી અને મહિલાએ તાળું ખોલ્યું હતું. આ સમગ્ર ઘટના મોબાઇલ કૅમેરા કેદ થઈ હતી.

ઘાટકોપર વાંદરાઓથી ત્રસ્ત, જીવદયાપ્રેમીઓ ખાવાનું નાખે છે અને વાંદરાઓ વિસ્તાર છોડતા નથી; જાણો મુંબઈના ઘાટકોપરના હાલ

ઉલ્લેખનીય છે કે આ અંગે કોઈ ગુનો નોંધવામાં આવ્યો નથી. મહાવિતરણના અધિકારીએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે આ મહિલાને પોતાની ભૂલ સમજાતાં, તેણે માફી માગી હતી, એથી અમે આ અંગે કોઈ કાર્યવાહી કરી નથી.

Air India Pilot Drug Test ગાંજો પીને એર ઈન્ડિયાનું વિમાન ઉડાવી રહ્યો હતો પાઈલટ? AAIBની તપાસમાં હચમચાવી દેતો ખુલાસો
Driving Licence New Rules ટ્રાફિક નિયમો તોડ્યા તો સીધું ડ્રાઇવિંગ લાયસન્સ રદ થશે! નીતિન ગડકરીની મોટી જાહેરાત; જાણો શું છે નવી પોઇન્ટ સિસ્ટમ?
Railway passengers ઓનલાઇન જનરલ ટિકિટ લીધી હોય તો આ ભૂલ ન કરતા, સીધો લાગશે 500 રૂપિયા દંડ
TMC rebel MPs લોકસભા અધ્યક્ષે 20 બાગી સાંસદોને અયોગ્યતા કેસમાં જવાબ આપવા આ તારીખ સુધી વધારાનો સમય આપ્યો, મહુઆ મોઇત્રાએ વ્યક્ત કર્યું આશ્ચર્ય
Exit mobile version