Site icon

દીકરી બની આશીર્વાદ: એક બીમાર દીકરી માટે નોકરી છોડી દીધી … હવે વર્ષે 14 કરોડ રૂપિયાની કમાણી કરે છે આ માતા!

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 1 ઓક્ટોબર  2021
શુક્રવાર

કોરોના આવ્યો ત્યારથી ઓનલાઇન બિઝનેસ એ સારું એવું જોર પકડ્યું છે. અને લોકો બહાર વસ્તુ લેવા જવા કરતાં, ઘરે બેઠા જ વસ્તુ મળી જાય એ વધુ પસંદ કરે છે. ઓનલાઇન બિઝનેસની એવી જ એક વાત સામે આવી છે કે જેની શરૂઆત બહુ જ રોમાંચક છે.

Join Our WhatsApp Community

વાત જાણે એમ છે કે એક મહિલાને તેની બીમાર દીકરીની સંભાળ રાખવા માટે નોકરી છોડી દેવી પડી હતી. જ્યારે તેણીએ નોકરી છોડી દીધી, ત્યારે તેણીએ ઘણી મૂંઝવણોનો સામનો કરવો પડ્યો. ત્યારબાદ તેણે સાથીઓની સલાહ પર ઓનલાઈન બિઝનેસ શરૂ કર્યો. ત્યારથી તે આ વ્યવસાયમાંથી વર્ષે કરોડો રૂપિયાની કમાણી કરી રહી છે. દરેક જગ્યાએ તેમની સફળતાની ચર્ચા થઈ રહી છે.

ઓહો!  ઝુનઝુનવાલાએ ફક્ત બે શેરમાંથી મહિનામાં 900 કરોડની કમાણી કરી લીધી;  આ બે શેરમાં રોકાણ કરનારા બધા જ થયા માલામાલ: જાણો વિગત

આ મહિલાના સંઘર્ષ અને તેની સફળતાની વાર્તા 'મિરર યુકે' માં પ્રકાશિત થઈ છે. નોર્થેમ્પ્ટનની 33 વર્ષીય મહિલાએ તેની એક વર્ષની બીમાર પુત્રીની સંભાળ રાખવા માટે પોતે જ્યાં નોકરી કરતી હતી ત્યાં રજા માંગી હતી. નીલજાને રજા ન મળતા  નોકરી છોડી દેવી પડી હતી. પછી નિર્વાહનો મોટો પ્રશ્ન ઉભો થયો. તેમના એક સાથીએ તેમને ઓનલાઈન બિઝનેસ શરૂ કરવાની સલાહ આપી હતી. તેથી તેનું જીવન બદલાઈ ગયું.

આ મહિલાએ ટિલ્ઝમાર્ટ નામનું ઓનલાઇન શોપિંગ પોર્ટલ શરૂ કર્યું. આમાં રમકડાં, ભેટો, ફૂડ હેમ્પર્સ અને ફિટનેસ વસ્તુઓ સામેલ કરી હતી. તેણે આ બિઝનેસ ચાર લાખ રૂપિયામાં શરૂ કર્યો હતો. શરૂઆતમાં, તેને આ વ્યવસાયમાં નુકસાન થયું. અનુભવમાંથી શીખતા તેણે થોડા સમય માટે વિરામ લીધો. તે પછી તેણે ફરી નવા જોમ સાથે ધંધો શરૂ કર્યો.

આ મહિલાએ 2019માં એમેઝોન પેજ સાથે પોતાની વેબસાઇટ Tilzmart.com શરૂ કરી. તેમાં તેને સારી સફળતા મળી હતી. ટૂંકા સમયમાં વેબસાઇટ લોકપ્રિય બની. તેની પાસે 70થી વધુ બ્રાન્ડ છે. વળી, તેની વાર્ષિક આવક 14 કરોડ રૂપિયાથી વધુ છે. તેમની પાસે 25 કર્મચારીઓ પણ છે. તેમણે પ્રતિકૂળતામાંથી અલગ માર્ગ અપનાવીને આ હાંસલ કર્યું છે. મિત્રો, સાચું જ કહ્યું છે કે મુસીબત જોઈને માથે હાથ દઈ બેસી રહેવાથી કંઈ નથી મળતું, તેથી મુસીબતોનો સામનો કરીને આગળ વધવાથી જીવનમાં સફળતા અવશ્ય મળે છે.

અર્થતંત્ર ફરી પાટે ચઢી રહ્યાના સંકેત! GST કલેક્શનમાં જબરદસ્ત ઉછાળો, સતત ત્રીજા મહિને કર્યો આટલા લાખ કરોડનો આંકડો પાર

I-PAC Raid Case: મમતા સરકારની અરજી ફગાવી, ED અધિકારીઓ વિરુદ્ધની FIR પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક; દેશમાં અરાજકતા અંગે કરી મોટી ટિપ્પણી
PM Modi Wishes: વડાપ્રધાન મોદીએ મકર સંક્રાંતિ, ઉત્તરાયણ અને માઘ બિહુની પાઠવી હાર્દિક શુભેચ્છાઓ; દેશમાં સમૃદ્ધિની કરી મંગલકામના.
Makar Sankranti Weather:શિમલા કરતાં પણ ગુરુગ્રામ ઠંડુ! ઉત્તર ભારતમાં 0.6 ડિગ્રી સાથે રેકોર્ડબ્રેક ઠંડી, જ્યારે મુંબઈ-થાણેના લોકો પરસેવે રેબઝેબ.
PMO New Address: ‘સાઉથ બ્લોક’ નો દાયકાઓ જૂનો દબદબો ખતમ; હવે ‘સેવા તીર્થ’ બનશે પીએમ મોદીનું નવું સરનામું, જાણો શું બદલાશે
Exit mobile version