Site icon

વર્લ્ડ બેંકે કોરોના મહામારીમાં ગરીબોની અસાધારણ મદદ માટે મોદી સરકારની કરી પ્રશંસા- અન્ય દેશોને આપી આ સલાહ

News Continuous Bureau | Mumbai

કોરોનામાં(Corona) ભારતે ગરીબોને અનેક પ્રકારની સહાયતા આપીને તેમને ટકાવી રાખ્યાં હતા. જોકે આ દરમિયાન ઓક્સિજનના અભાવે(Lack of oxygen) ઘણા લોકોના મોત પણ થયા હતા તે વાત પણ સાચી છે, પરંતુ હવે ભારતના આ પ્રયાસની ઈન્ટરનેશનલ સ્તરે(Internationally) નોંધ લેવાઈ છે. વિશ્વ બેંકના(World Bank) પ્રમુખ ડેવિડ માલપાસે(David Malpass) કહ્યું કે કોવિડ -૧૯ રોગચાળા(The Covid-19 pandemic) દરમિયાન ભારતની ગરીબ અને જરૂરિયાતમંદોને(poor and needy) મદદ કરવી અત્યંત અનોખી છે. અન્ય દેશોએ પણ ભારત જેવી વ્યાપક સબસિડી આપવાને બદલે ડાયરેક્ટ કેશ ટ્રાન્સફરનો(Direct Cash Transfer) વિકલ્પ અપનાવવો જોઈએ.

Join Our WhatsApp Community

વિશ્વ બેંક વતી 'પોવર્ટી એન્ડ શેર્ડ પ્રોસ્પેરિટી(Poverty and Shared Prosperity)' રિપોર્ટ જાહેર કરતા માલપાસે જણાવ્યું હતું કે, ગરીબી ઘટાડાના વૈશ્વિક પ્રગતિના(global progress) સમયગાળાના અંત આવ્યો છે. વર્લ્ડ બેન્કના પ્રમુખ માલપાસે કહ્યું કે ભારતે ડિજિટલ કેશ ટ્રાન્સફર(Digital Cash Transfer) દ્વારા ૮૫ ટકા ગ્રામીણ પરિવારોને ભોજન(Food to rural families) કે રોકડ આપીને ઉલ્લેખનીય મદદ કરી હતી. ભારતે આ સુવિધા ૬૯ ટકા આર્થિક રીતે નબળા શહેરી વર્ગોને આપી હતી. વર્લ્ડ બેન્કના પ્રમુખે કહ્યું કે છેલ્લા ત્રણ દાયકામાં એક અબજથી વધુ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. સૌથી ગરીબ દેશોની આવકને પણ મજબૂત આધાર મળ્યો. પરંતુ વૈશ્વિક મહામારી કોવિડ-૧૯ને(Global pandemic covid) કારણે સૌથી ગરીબ લોકોને સૌથી વધુ કિંમત ચૂકવવી પડી હતી. માલ્પાસે જણાવ્યું હતું કે બ્રાઝિલ(Brazil) આર્થિક સંકોચન છતાં ૨૦૨૦ માં ગરીબી ઘટાડવામાં સફળ રહ્યું હતું. બ્રાઝિલે આ માટે મુખ્યત્વે પરિવાર આધારિત ડિજિટલ કેશ ટ્રાન્સફર સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો. કોરોના રોગચાળાએ રેખાંકિત કર્યું છે કે કેવી રીતે દાયકાઓથી પ્રાપ્ત પ્રગતિ અચાનક અદ્રશ્ય થઈ શકે છે. શિક્ષણ, સંશોધન, વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્‌સમાં રોકાણ કરવું જાેઈએ. સરકારોએ આગામી કટોકટી માટે સજ્જતામાં સુધારો કરવાની જરૂર છે.

આ સમાચાર પણ વાંચો :  WHO ચેતવણી- 66 બાળકોના મૃત્યુ સાથે સંકળાયેલા 4 ભારતીય કફ સિરપ જીવલેણ જણાયા

Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Meghalaya: ભાજપ પ્રેરિત મેઘાલયમાં રાજકીય ઉથલપાથલ, આટલા મંત્રીઓએ અચાનક આપ્યા રાજીનામા, જાણો શું છે કારણ
PM Modi Birthday: જાણો વડનગર ના રેલવે સ્ટેશનથી લઈને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બનવા સુધીનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો પ્રવાસ
PM Modi: વડાપ્રધાન બન્યા પછી ન ઘરેણાં ખરીદ્યા, એક પ્લોટ હતો તે પણ કર્યો દાન, જાણો તેમની કુલ સંપત્તિ અને તેમના પરિવાર વિશે
Exit mobile version