Site icon

Year Ender : એક એવો દેશ જે ફ્કત હિંદુ કેલેન્ડરને અનુસરે છે… અહીં 1 જાન્યુઆરીએ નવુ વર્ષ નથી ઉજવાતું.. જાણો શું છે કારણ..

Year Ender : ભારતમાં હિન્દુ કેલેન્ડરનો લાંબો ઈતિહાસ છે. જો કે, ભારતમાં ગ્રેગોરિયન કેલેન્ડર પણ અનુસરવામાં આવે છે. પરંતુ, તે વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જે ગ્રેગોરિયન કેલેન્ડરને અનુસરતું નથી. આ દેશ માત્ર હિંદુ કેલેન્ડરને અનુસરે છે. તો જાણો અહીં વિગતે..

Year Ender A country which only follows Hindu calendar... New Year is not celebrated here on January 1

Year Ender A country which only follows Hindu calendar... New Year is not celebrated here on January 1

News Continuous Bureau | Mumbai 

Year Ender : વિશ્વના ઘણા દેશો 1 જાન્યુઆરીને ( 1st January ) નવા વર્ષની ( New Year ) શરૂઆત માને છે . ભારત સહિત વિશ્વના 200 થી વધુ દેશો ગ્રેગોરિયન કેલેન્ડરને ( Gregorian calendar ) અનુસરે છે. સમગ્ર વિશ્વ ગ્રેગોરિયન કેલેન્ડરને અનુસરે છે, જે મુજબ 31 ડિસેમ્બર પછી નવું વર્ષ શરુ થાય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તમામ પ્રકારના વ્યવસાય વગેરે આ કેલેન્ડર મુજબ જ થાય છે. 31 ડિસેમ્બરની મધ્યરાત્રિ પછી, દરેક લોકો જ્યાં વર્ષ 2024 નું જશ્ન બનાવી રહ્યા છે. ત્યાં વિશ્વમાં એક એવો દેશ પણ છે જે ફક્ત હિંદુ કેલેન્ડરને ( Hindu calendar )  અનુસરે છે, ગ્રેગોરિયન કેલેન્ડરને નહીં. આ કેલેન્ડર તે દેશમાં સો કરતાં વધુ વર્ષોથી ઉપયોગમાં લેવાય છે.

Join Our WhatsApp Community

ભારતમાં હિન્દુ કેલેન્ડરનો લાંબો ઈતિહાસ રહ્યો છે. જો કે, ભારતમાં ગ્રેગોરિયન કેલેન્ડર પણ અનુસરવામાં આવે છે. પરંતુ, આ વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જે ગ્રેગોરિયન કેલેન્ડરને અનુસરતું નથી. આ દેશ માત્ર હિંદુ કેલેન્ડરને અનુસરે છે. આ દેશનું નામ નેપાળ ( Nepal ) છે. હિન્દુ ધર્મનું વિક્રમ સંવત કેલેન્ડર નેપાળનું સત્તાવાર કેલેન્ડર છે.

હિંદુ કેલેન્ડર વિક્રમ સંવત ( Vikram Samvat ) તરીકે લોકપ્રિય બન્યુ છે. આ કેલેન્ડર ભારતમાં પણ લાંબા સમયથી ઉપયોગમાં લેવાતું હતું. પરંતુ, જ્યારે દેશને આઝાદી પછી કેલેન્ડર અપનાવવાનું નક્કી કરવું પડ્યું, ત્યારે વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ ગ્રેગોરિયન સાથે વિક્રમ સંવત પણ અપનાવ્યું. જો કે, દેશના વડાપ્રધાને બાકીના વિશ્વ સાથે આંતરરાષ્ટ્રીય સંકલન જાળવવા માટે આ ગ્રેગોરિયન કેલેન્ડર અપનાવ્યું હતું.

આજે પણ નેપાળ રાષ્ટ્ર સદીઓથી વિક્રમ સંવત કેલેન્ડરને જ અનુસરે છે….

ભારતની જેમ નેપાળ પણ હિન્દુ રાષ્ટ્ર છે. પરંતુ, નેપાળ અત્યાર સુધી વિક્રમ સંવત કેલેન્ડરને અનુસરે છે. નેપાળ રાષ્ટ્ર ક્યારેય અંગ્રેજોનું ગુલામ નહોતું તેથી જ આ રાષ્ટ્રે હંમેશા વિક્રમ સંવતનું પાલન કર્યું છે. નેપાળમાં અંગ્રેજોની સત્તા ન હોવાથી તેઓ તેમની પરંપરાઓ નેપાળ પર લાદી શક્યા નહીં. તેથી આજે પણ નેપાળ રાષ્ટ્ર સદીઓથી વિક્રમ સંવત કેલેન્ડરને જ અનુસરે છે. રસપ્રદ વાત એ છે કે, વિક્રમ સંવત ગ્રેગોરિયન કેલેન્ડર કરતાં 57 વર્ષ આગળ છે.

આ સમાચાર પણ વાંચો : John abraham: જોન અબ્રાહમે મુંબઈ ના આ પોશ એરિયામાં ખરીદ્યુ આલીશાન ઘર, કિંમત જાણી ને ઉડી જશે તમારા હોશ

નેપાળમાં વિક્રમ સંવતનો સત્તાવાર ઉપયોગ રાણા વંશ દ્વારા 1901માં શરૂ કરવામાં આવ્યો હતો. હિન્દુ ધર્મમાં, આ કેલેન્ડરનું નામ રાજા વિક્રમાદિત્યના નામ પરથી રાખવામાં આવ્યું હતું, જેનો જન્મ ભારતના ઉજ્જૈન રાજ્યમાં 102 બીસીમાં થયો હતો. નેપાળી કેલેન્ડરમાં માર્ચના અંતમાં અથવા ગ્રેગોરિયન કેલેન્ડરમાં એપ્રિલની શરૂઆતમાં નવું વર્ષ શરૂ થાય છે. હિન્દુ કેલેન્ડર ચંદ્રની સ્થિતિ અને સૂર્યની આસપાસ પૃથ્વીની ક્રાંતિના સમય પર આધારિત છે. ઘણા લોકો તેને પંચાગ પણ કહે છે.

વિક્રમ સંવત કેલેન્ડરના અઠવાડિયામાં સાત દિવસ હોય છે અને સામાન્ય રીતે વર્ષમાં 12 મહિના હોય છે. પરંતુ, કેટલીકવાર હિન્દુ કેલેન્ડરમાં વર્ષ 13 મહિના સુધી ચાલે છે. વિક્રમ સંવતની શરૂઆત રાજા ભર્તૃહરિએ કરી હતી. વિક્રમાદિત્ય તેમના નાના ભાઈ હતા. ભર્તૃહરિને તેમની પત્નીએ દગો આપ્યો હતો. આનાથી દુઃખી થઈને ભર્તૃહરિએ સંસાર ત્યાગ કર્યો હતો અને રાજ્ય વિક્રમાદિત્યને પોતાનું રાજ્ય સોંપી દીધું હતું. રાજા વિક્રમાદિત્ય ખૂબ જ લોકપ્રિય રાજા હતા. દંતકથા છે કે સંવત તેમના નામ પરથી પડ્યું અને લોકપ્રિય બન્યું છે.

PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Donald Trump: મોટો ખુલાસો: જો વિદેશી વિદ્યાર્થીઓ નહીં આવે તો અમેરિકાની યુનિવર્સિટીઓ તૂટી પડશે! ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Delhi Car Blast:પોલીસની ચાલ કે આતંકવાદીનો ડર? દિલ્હી બ્લાસ્ટ: કાર પર લખેલા એક શબ્દથી ડૉ. ઉમર ગભરાઈ ગયો અને વિસ્ફોટ થયો.
Exit mobile version