Site icon

Pakistan Batsman : 23 વર્ષીય પાકિસ્તાની બેટ્સમેને શ્રીલંકાને તેના ઘરમાં ઝુકાવ્યું, ચોથી સદી ફટકારી

શ્રીલંકા અને પાકિસ્તાન ક્રિકેટ ટીમ વચ્ચે કોલંબોમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે આજે 23 વર્ષીય પાકિસ્તાની બેટ્સમેન અબ્દુલ્લા શફીકે શાનદાર સદી ફટકારી છે. શફીકની ટેસ્ટ કારકિર્દીની આ ચોથી સદી છે

23-year-old Pakistan batsman beats Sri Lanka at home, hits fourth century

23-year-old Pakistan batsman beats Sri Lanka at home, hits fourth century

News Continuous Bureau | Mumbai

Pakistan batsman : શ્રીલંકા અને પાકિસ્તાન ક્રિકેટ ટીમ વચ્ચે કોલંબોમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે આજે 23 વર્ષીય પાકિસ્તાની બેટ્સમેન અબ્દુલ્લા શફીકે શાનદાર સદી ફટકારી છે. શફીકની ટેસ્ટ કારકિર્દીની આ ચોથી સદી છે. તેણે 149 બોલમાં સદી રમીને પાકિસ્તાનને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું છે. શ્રીલંકન ક્રિકેટ ટીમ સામે આ ફોર્મેટમાં શફીકની આ બીજી સદી છે.

Join Our WhatsApp Community

પાકિસ્તાનના ઓપનર અબ્દુલ્લા શફીકે પ્રથમ દાવમાં પોતાની શાનદાર બેટિંગ કરીને ટીમને મજબૂત શરૂઆત અપાવી. સાથી ઓપનિંગ બેટ્સમેનના વહેલા આઉટ થયા બાદ તેણે પાકિસ્તાની ઇનિંગ્સને સંભાળી લીધી અને હાલમાં તે 122 રન પર બેટિંગ કરી રહ્યો છે. શ્રીલંકાના બોલરો હાલમાં તેને આઉટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

શફીકની કારકિર્દી શાનદાર રહી

જણાવી દઈએ કે જમણા હાથના બેટ્સમેન શફીકે પોતાના ટેસ્ટ ક્રિકેટ કરિયરમાં અત્યાર સુધી 14 મેચ રમી છે. 26 ઇનિંગ્સમાં તેણે અત્યાર સુધીમાં 47થી વધુની એવરેજ અને લગભગ 43ના સ્ટ્રાઇક રેટથી 1,100થી વધુ રન બનાવ્યા છે. ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં તે 4 સદી ઉપરાંત તેણે ચાર અડધી સદી પણ ફટકારી છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 160* રન છે.

આ સમાચાર પણ વાંચો :  mahhi vij : માહી વિજની દીકરી તારાને નમાઝ અદા કરતી જોઈને લોકો નો ફાટી નીકળ્યો ગુસ્સો, અભિનેત્રીએ વીડિયો શેર કરીને આપ્યો જડબાતોડ જવાબ

શ્રીલંકા સામે શાનદાર રેકોર્ડ

જણાવી દઈએ કે 23 વર્ષીય બેટ્સમેન શફીકને ટેસ્ટ ક્રિકેટમાં શ્રીલંકન ટીમ સામે રમવાની મજા આવે છે. તેના આંકડાઓ પોતે તેના સાક્ષી છે. શ્રીલંકા સામે 4 ટેસ્ટમાં 60ની એવરેજ અને 44ની આસપાસના સ્ટ્રાઈક રેટથી 300થી વધુ રન બનાવ્યા. ટેસ્ટમાં તેની 4 સદીમાંથી 2 આ ટીમ સામે આવી છે.

પાકિસ્તાને શ્રેષ્ઠ બોલિંગ કરી

હાલમાં મેચની વાત કરીએ તો 2 ટેસ્ટ મેચની સિરીઝમાં પાકિસ્તાન 1-0થી આગળ છે. પાકિસ્તાને પ્રથમ મેચ જીતી હતી. બીજી ટેસ્ટમાં પણ પાકિસ્તાનની ટીમનો જ દબદબો છે. બોલિંગની વાત કરીએ તો અબરાર અહેમદ (4) અને નસીમ શાહ (3)ના શાનદાર પ્રદર્શનના કારણે શ્રીલંકા 166 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. હાલમાં પાકિસ્તાને પ્રથમ દાવમાં 3 વિકેટ ગુમાવીને 220 રન બનાવ્યા છે.

IND vs PAK Asia Cup: ન હાથ મિલાવ્યા, ન ડ્રેસિંગ રૂમનો દરવાજો ખોલ્યો, ભારતીય ટીમે પાકિસ્તાન ને આ રીતે દેખાડ્યું નીચું
India vs England 5th Test Match:ઇંગ્લેન્ડ vs ભારત પાંચમો ટેસ્ટ: બેન સ્ટોક્સ બહાર, ઓલી પોપ કેપ્ટન; ઇંગ્લેન્ડ ૪ ફાસ્ટ બોલર સાથે, ભારત ૩ સ્પિનર ઉતારશે?
WCL 2025 Semifinal Row:ટેરર અને ક્રિકેટ સાથે ન ચાલે! વર્લ્ડ ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં ભારત પાકિસ્તાન સામે નહીં રમે…
India vs Pakistan Match :એશિયા કપ ૨૦૨૫: ભારત-પાકિસ્તાન મેચ રદ્દ થશે કે રમાશે? વિવાદ વચ્ચે સામે આવ્યા ૨ મોટા કારણો!
Exit mobile version