Site icon News Continuous Bureau | Mumbai

India vs Pakistan: આ તારીખે જાહેર થશે એશિયા કપનો કાર્યક્રમ, ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ પર નજર. જાણો ક્યાં અને ક્યારે થશે ટક્કર..

India vs Pakistan: તમામ ક્રિકેટ પ્રેમીઓ આતુરતાથી આગામી એશિયા કપના સત્તાવાર કાર્યક્રમની જાહેરાતની રાહ જોઈ રહ્યા છે, જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓછામાં ઓછા 2 મુકાબલો જોવા મળી શકે છે.

asia-cup-2023-schedule-on-wednesday-all-eyes-on-ind-vs-pak-match

asia-cup-2023-schedule-on-wednesday-all-eyes-on-ind-vs-pak-match

 News Continuous Bureau | Mumbai
India vs Pakistan: એશિયા કપ 2023ના સત્તાવાર કાર્યક્રમની જાહેરાતની ભારત (India) અને પાકિસ્તાનના ક્રિકેટ પ્રેમીઓ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આ વખતે હાઇબ્રિડ મોડલમાં રમાનારી એશિયા કપની પ્રથમ 4 મેચ પાકિસ્તાનમાં અને બાકીની 9 મેચ શ્રીલંકા(Sri Lanka)માં યોજાશે. તે જ સમયે, ભારત અને પાકિસ્તાન વચ્ચે ટૂર્નામેન્ટ(Tournament)માં ઓછામાં ઓછી 2 મેચ રમાશે તેવી પૂરી શક્યતા છે.

એશિયા કપ(Asia cup)માં ભારત અને પાકિસ્તાન(Pakistan)ની ટીમો એક જ ગ્રૂપમાં છે અને બંને ટીમો વચ્ચે પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે જોવા મળી શકે છે. તે જ સમયે, સુપર-4 તબક્કામાં, 10 સપ્ટેમ્બરે ફરી એકવાર બંને ટીમો વચ્ચે ટક્કર થશે. બંને મેચ શ્રીલંકાના દામ્બુલા અથવા કેન્ડીમાં રમાઈ શકે છે. આ સિવાય બંને ટીમો ફાઇનલમાં પ્રવેશ કરશે ત્યારે તે સ્થિતિમાં ત્રીજો મુકાબલો જોવા મળી શકે છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Opposition Parties Meeting: રાહુલ ગાંધી, મમતા બેનર્જી અને શરદ પવારની કુલ સંપત્તિ કેટલી; વિપક્ષી નેતાઓમાં સૌથી અમીર કોણ?

પાકિસ્તાન પોતાની પ્રથમ મેચ નેપાળ સામે ઘરઆંગણે રમશે

પાકિસ્તાનની ટીમ એશિયા કપ 2023માં પોતાના અભિયાનની શરૂઆત નેપાળ સામેની મેચથી કરશે. આ મેચ 30 કે 31 ઓગસ્ટે મુલતાનના મેદાન પર રમાશે. ટુર્નામેન્ટનો ઉદઘાટન સમારોહ પણ તે જ દિવસે યોજાશે. તે જ સમયે, આ મેચ પછી, પાકિસ્તાનની ટીમ સીધી શ્રીલંકા માટે રવાના થશે. તે જ સમયે, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની ટીમો પાકિસ્તાનમાં તેમની ગ્રુપ મેચ રમીને શ્રીલંકા જવા રવાના થશે.

19 જુલાઈએ સત્તાવાર જાહેરાત થઈ શકે છે

એશિયા કપ આ વખતે 31 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર છે. જેમાં હવે તેનું ઓફિશિયલ શેડ્યૂલ 19 સપ્ટેમ્બર સુધીમાં જાહેર થઈ શકે છે. પાકિસ્તાનના નવા ચીફ ઝકા અશરફે આ હાઇબ્રિડ મોડલ અંગે થોડી નારાજગી વ્યક્ત કરી હતી, પરંતુ હવે તેમણે તેમની અગાઉની સમિતિના નિર્ણયને સ્વીકારી લીધો છે.

Pakistan Cricket Central Contract પાકિસ્તાન ક્રિકેટમાં ધરખમ ફેરફાર, સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી મોહમ્મદ રિઝવાન સહિત 13 ખેલાડીઓનું પત્તું કપાયું
Blind Cricket Asia Cup ફાઇનલ રમ્યા વિના પાકિસ્તાન બન્યું ચેમ્પિયન, ભારતે ટ્રોફી સમારોહનો કર્યો બહિષ્કાર; જાણો કારણ
SAFF Championship Final મેચ ભારત જીત્યું, પણ દિલ પાકિસ્તાને જીત્યા! ફાઇનલમાં હાર બાદ ટીમ ઈન્ડિયાને આપ્યું ‘ગાર્ડ ઓફ ઓનર’
MS Dhoni Retirement Reasons Analysis IPL માંથી ધોનીની વિદાયનું સત્ય શું? સ્વૈચ્છિક નિર્ણય, ઈજા કે ટીમનું ટ્રાન્ઝિશન; 7 મુદ્દામાં સમજો સમગ્ર ચિત્ર
Exit mobile version