Site icon

Asia Cup 2025 : BCCIનો મોટો નિર્ણય, ભારત (India) એશિયા કપ (Asia Cup)માંથી બહાર, પાકિસ્તાન (Pakistan) સાથે ક્રિકેટ સંબંધ તોડી નાખ્યા

Asia Cup 2025 : પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક વલણ અપનાવ્યું, હવે ક્રિકેટના મેદાનમાં પણ તોડફોડ

Asia Cup 2025 : India Ends Cricket Ties with Pakistan, BCCI Pulls Out of Asia Cup

Asia Cup 2025 : India Ends Cricket Ties with Pakistan, BCCI Pulls Out of Asia Cup

News Continuous Bureau | Mumbai

 Asia Cup 2025 :ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પાકિસ્તાન (Pakistan) સાથે તમામ ક્રિકેટ સંબંધો તોડી નાખવાનો મોટો નિર્ણય લીધો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારત હવે આગામી એશિયા કપ (Asia Cup)માં ભાગ નહીં લે. પહેલગામ આતંકી હુમલા (Pahalgam Terror Attack) બાદ ભારતે પાકિસ્તાન સામે રાજકીય અને કૂટનીતિક સ્તરે કડક વલણ અપનાવ્યું છે, અને હવે એનો અસર રમતગમતના ક્ષેત્રમાં પણ જોવા મળી રહ્યો છે.

Join Our WhatsApp Community

 Asia Cup 2025  BCCIએ પાકિસ્તાન સામે કડક વલણ અપનાવ્યું

BCCIએ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ને જાણ કરી છે કે ભારત હવે એશિયા કપમાં ભાગ નહીં લે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ મોહસિન નકવી હાલમાં ACCના અધ્યક્ષ છે, જેના કારણે ભારતે આ નિર્ણય લીધો છે. BCCIએ અગાઉ પણ ICCને પત્ર લખીને પાકિસ્તાન સામે મેચ રમવા અંગે અસહમતિ દર્શાવી હતી.

 Asia Cup 2025 : પાકિસ્તાનના આતંકી સમર્થન સામે ભારતનો જવાબ

પહેલગામ માં થયેલા આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર (Operation Sindoor) ચલાવીને પાકિસ્તાનના 9 આતંકી ઠેકાણાઓને નષ્ટ કર્યા હતા. ત્યારબાદ ભારતે પાકિસ્તાન સાથે તમામ પ્રકારના સંબંધો પર પુનર્વિચાર શરૂ કર્યો છે. હવે BCCIના નિર્ણયથી સ્પષ્ટ છે કે ભારત પાકિસ્તાન સામે કોઈ પણ મેદાનમાં સહકાર નહીં રાખે.

આ સમાચાર પણ વાંચો :  Terrorist Abu Saifullah killed :સૈફુલ્લાહ (Saifullah)ની રહસ્યમય હત્યા, લશ્કર (Lashkar)નું નેપાળ મોડ્યુલ તૂટી પડ્યું

 Asia Cup 2025 :   IND vs PAK મેચ હવે નહીં જોવા મળે

ક્રિકેટ પ્રેમીઓ માટે દુઃખદ સમાચાર એ છે કે હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે IND vs PAK મેચ જોવા નહીં મળે. દરેક બે વર્ષમાં યોજાતા એશિયા કપમાં ભારતની ગેરહાજરીથી ટૂર્નામેન્ટની લોકપ્રિયતા પર પણ અસર પડી શકે છે. જોકે BCCIના આ નિર્ણયને દેશભરમાંથી સમર્થન મળી રહ્યું છે.

 

India vs England 5th Test Match:ઇંગ્લેન્ડ vs ભારત પાંચમો ટેસ્ટ: બેન સ્ટોક્સ બહાર, ઓલી પોપ કેપ્ટન; ઇંગ્લેન્ડ ૪ ફાસ્ટ બોલર સાથે, ભારત ૩ સ્પિનર ઉતારશે?
WCL 2025 Semifinal Row:ટેરર અને ક્રિકેટ સાથે ન ચાલે! વર્લ્ડ ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં ભારત પાકિસ્તાન સામે નહીં રમે…
India vs Pakistan Match :એશિયા કપ ૨૦૨૫: ભારત-પાકિસ્તાન મેચ રદ્દ થશે કે રમાશે? વિવાદ વચ્ચે સામે આવ્યા ૨ મોટા કારણો!
Asia Cup 2025 Dates and Venue: એશિયા કપ ૨૦૨૫: ભારતમાં નહીં, UAE માં યોજાશે! જાણો તારીખો અને ભારત-પાકિસ્તાન મેચ પર સસ્પેન્સ.
Exit mobile version