Site icon

Ban vs Pak: બાંગ્લાદેશે પાકિસ્તાનને હરાવી ઇતિહાસ રચ્યો, પાકિસ્તાનને ઘરઆંગણે હરાવ્યું, ટેસ્ટ સિરીઝમાં ક્લીન સ્વીપ…

Ban vs Pak: બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે પાકિસ્તાન સામે રમાયેલી ટેસ્ટ શ્રેણી 2-0થી જીતી લીધી છે. તેણે બીજી ટેસ્ટ મેચ 6 વિકેટથી જીતી લીધી હતી. બાંગ્લાદેશ ક્રિકેટ માટે આ ઐતિહાસિક ક્ષણ હતી.

Ban vs Pak Bangladesh beat Pakistan by 6 wickets in second Test to clinch a historic 2-0 series win in Rawalpindi

Ban vs Pak Bangladesh beat Pakistan by 6 wickets in second Test to clinch a historic 2-0 series win in Rawalpindi

News Continuous Bureau | Mumbai

Ban vs Pak: બાંગ્લાદેશે પાકિસ્તાન સામેની બે ટેસ્ટ મેચની શ્રેણીમાં સતત બંને ટેસ્ટ જીતીને અને શ્રેણી પર કબજો કરીને ઈતિહાસ રચ્યો છે. બાંગ્લાદેશે બીજી ટેસ્ટમાં પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું. આ સાથે બાંગ્લાદેશે બે મેચની ટેસ્ટ શ્રેણી પણ 2-0થી જીતી લીધી છે. બાંગ્લાદેશે પ્રથમ વખત પાકિસ્તાન સામે ટેસ્ટ શ્રેણી જીતી છે. બાંગ્લાદેશની આ ઐતિહાસિક જીતમાં મહેંદી હસન મેરાજ, લિટન દાસ, હસન મહેમૂદ અને નાહિદ રાણાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

Join Our WhatsApp Community

Ban vs Pak: પાકિસ્તાને 185 રનનો ટાર્ગેટ આપ્યો

આજે રાવલપિંડીમાં રમાયેલી બીજી મેચમાં યજમાન પાકિસ્તાને 185 રનનો ટાર્ગેટ આપ્યો હતો. બાંગ્લાદેશે મેચના અંતિમ દિવસે 4 વિકેટ ગુમાવીને આ સિદ્ધિ મેળવી હતી. પ્રથમ મેચ 10 વિકેટથી જીતનારી ટીમે પાકિસ્તાનને પ્રથમ વખત ટેસ્ટ મેચમાં હરાવ્યું એટલું જ નહીં બીજી મેચ જીતીને ક્લીન સ્વીપ પણ કર્યું.

આ સમાચાર પણ વાંચો : IC-814 series row : IC814 વિવાદ પર સરકારે કરી લાલ આંખ, Netflixએ સરકારને આપી આ ખાતરી..

Ban vs Pak: બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ

ટેસ્ટ ઈતિહાસમાં પહેલીવાર બાંગ્લાદેશે પાકિસ્તાન સામે સિરીઝ જીતી છે. આ પહેલા બાંગ્લાદેશે પાકિસ્તાનને પ્રથમ વખત ટેસ્ટ મેચમાં 10 વિકેટથી હરાવવાનું કારનામું કર્યું હતું. હવે બીજી મેચ પણ જીતીને આ ટીમે ક્લીન સ્વીપ કરીને ઈતિહાસ રચ્યો છે.

India vs England 5th Test Match:ઇંગ્લેન્ડ vs ભારત પાંચમો ટેસ્ટ: બેન સ્ટોક્સ બહાર, ઓલી પોપ કેપ્ટન; ઇંગ્લેન્ડ ૪ ફાસ્ટ બોલર સાથે, ભારત ૩ સ્પિનર ઉતારશે?
WCL 2025 Semifinal Row:ટેરર અને ક્રિકેટ સાથે ન ચાલે! વર્લ્ડ ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં ભારત પાકિસ્તાન સામે નહીં રમે…
India vs Pakistan Match :એશિયા કપ ૨૦૨૫: ભારત-પાકિસ્તાન મેચ રદ્દ થશે કે રમાશે? વિવાદ વચ્ચે સામે આવ્યા ૨ મોટા કારણો!
Asia Cup 2025 Dates and Venue: એશિયા કપ ૨૦૨૫: ભારતમાં નહીં, UAE માં યોજાશે! જાણો તારીખો અને ભારત-પાકિસ્તાન મેચ પર સસ્પેન્સ.
Exit mobile version