Champions Trophy 2025: BCCIએ અટકળો પર મૂક્યું પૂર્ણવિરામ, ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા નહીં જાય પાકિસ્તાન; ભારત આ રીતે લેશે ભાગ..

Champions Trophy 2025: ભારતીય ક્રિકેટ બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભાગ લેવા પાકિસ્તાન નહીં જાય. બીસીસીઆઈનું કહેવું છે કે ટીમ તેની મેચ તટસ્થ સ્થળો પર રમશે. તમને જણાવી દઈએ કે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન આવતા વર્ષની શરૂઆતમાં થવાનું છે અને ટૂર્નામેન્ટની યજમાનીનો અધિકાર પાકિસ્તાન પાસે છે.

Champions Trophy 2025 India Will Not Travel to Pakistan, Want to Play Matches in Dubai - Report

Champions Trophy 2025 India Will Not Travel to Pakistan, Want to Play Matches in Dubai - Report

News Continuous Bureau | Mumbai

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને મોટું અપડેટ આવ્યું છે. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મોટો ઝટકો આપ્યો છે. એક રિપોર્ટ અનુસાર ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન નહીં જાય. ટીમ ઈન્ડિયા તેની મેચ દુબઈમાં રમી શકે છે. જો કે તેની સત્તાવાર જાહેરાત હજુ થવાની બાકી છે. રિપોર્ટ અનુસાર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પણ પાકિસ્તાન ન જવાનું કારણ આપ્યું છે. બીસીસીઆઈએ સુરક્ષા કારણોને ટાંક્યા છે.

Join Our WhatsApp Community

Champions Trophy 2025: ભારતીય ટીમ  પાકિસ્તાન નહીં જાય

મીડિયા રિપોર્ટ મુજબ ભારતીય ટીમ આવતા વર્ષે યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન નહીં જાય. હાલમાં જ BCCIએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે વાત કરી છે. જેમાં બીસીસીઆઈએ સુરક્ષાના કારણો દર્શાવ્યા છે. ભારતીય ટીમ તેની તમામ મેચ દુબઈમાં રમી શકે છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર તાજેતરમાં પાકિસ્તાનની મુલાકાતે ગયા હતા. આ પછી ટીમ ઈન્ડિયાને લઈને પણ ઘણી ચર્ચા થઈ હતી. પરંતુ હવે એક એવા સમાચાર આવ્યા છે જે પાકિસ્તાનને ચોંકાવી દેશે.

Champions Trophy 2025:પીસીબીએ બીસીસીઆઈને મનાવવાનો ઘણો પ્રયાસ કર્યો –

અહેવાલો અનુસાર, પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતને મનાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે કામમાં આવ્યું ન નહીં. પીસીબીએ એવો પણ પ્રસ્તાવ મૂક્યો હતો કે ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનમાં મેચ રમીને ભારત પરત ફરવું જોઈએ. આને લગતા અન્ય સૂચનો પણ આપવામાં આવ્યા હતા. પરંતુ બીસીસીઆઈએ સુરક્ષાનું કારણ આપીને તમામ પ્રસ્તાવોને ફગાવી દીધા હતા.

Champions Trophy 2025:પાકિસ્તાનની આશા પર ફરી વળ્યું પાણી –

ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જવાના કારણે PCBને મોટો ફટકો પડશે. તેનાથી તેને આર્થિક નુકસાન પણ થશે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાને તેના સ્ટેડિયમમાં ઘણું કામ કરાવ્યું છે. તેમને નવેસરથી તૈયાર કરવામાં આવ્યા છે. ICCએ આ માટે ફંડ પણ બહાર પાડ્યું હતું.

Champions Trophy 2025:ટીમ ઈન્ડિયા દુબઈમાં રમી શકે છે મેચ –

ટીમ ઈન્ડિયા તેની તમામ ચેમ્પિયન્સ ટ્રોફી મેચ દુબઈમાં રમી શકે છે. અગાઉ શ્રીલંકા વિશે પણ ચર્ચા થઈ હતી. પરંતુ બીસીસીઆઈએ દુબઈનો પ્રસ્તાવ મૂક્યો છે. તેથી, હવે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 હાઇબ્રિડ મોડલમાં યોજવામાં આવી શકે છે.

IPL 2026 Auction: IPL 2026 માટે રણમેદાન તૈયાર! ઓક્શન પછી કઈ ટીમ કેટલી શક્તિશાળી? જુઓ તમામ 10 ટીમોના લેટેસ્ટ લિસ્ટ.
IPL Auction 2026: IPL ઓક્શન ૨૦૨૬માં ઇતિહાસ રચાયો, ચેન્નઈ સુપર કિંગ્સે બે અનકેપ્ડ ખેલાડીઓને ₹૨૮.૪૦ કરોડમાં ખરીદીને સૌને ચોંકાવ્યા!
IPL Auction 2026: જમ્મુ-કાશ્મીરના આકિબ નબી પર ધનવર્ષા: દિલ્હી કેપિટલ્સે ₹૮.૪૦ કરોડમાં ખરીદીને સૌને ચોંકાવ્યા! જાણો, કોણ છે આ મેચ વિનર?
IPL Auction 2026: કઈ ટીમ કોને ટાર્ગેટ કરશે? પર્સમાં કેટલી રકમ, અને કોણ બનશે નવો કરોડપતિ?
Exit mobile version