Cricket League Tournament : વાંકલ ધરમપુર ખાતે બાવીસા કુળ પરિવાર પ્રથમવાર ક્રિકેટ લીગ ટુર્નામેન્ટ યોજાઇ

Cricket League Tournament : ઢોડિયા સમાજ બાવીસા કુળ પરિવાર દ્વારા પ્રથમવાર ક્રિકેટ લીંગ ટુર્નામેન્ટ સિઝન-૧ નું આયોજન કરવામાં આવ્યું

News Continuous Bureau | Mumbai 

Cricket League Tournament : 

Join Our WhatsApp Community

 ઢોડિયા સમાજ બાવીસા કુળ પરિવાર દ્વારા પ્રથમવાર ક્રિકેટ લીંગ ટુર્નામેન્ટ સિઝન-૧ નું આયોજન કરવામાં આવ્યું હતું. બાવીસા પરિવારના ધરમપુરના ધારાસભ્ય અરિવંદભાઇ પટેલના હસ્તે ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો હતો. બે દિવસ યોજાયેલી ક્રિકેટ મેચમાં બાવીસા પરિવારની ૧૦ જેટલી ટીમોએ ભાગ લીધો હતો. 

Cricket League Tournament Bavisa clan family organized its first cricket league tournament at Wankal Dharampur

શ્રીજી ક્રિકેટ મેદાન, વાંકલ ખાતે યોજાયેલી ટુર્નામેન્ટમાં નવેરા ટીમ ચેમ્પિયન બની હતી. જેને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. જયારે વેલવાચ ટીમ રનર્સઅપ રહી હતી. જેને પણ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત બેસ્ટ બોલર અને સૌથી વધુ વિકેટ રાજેન્દ્ર બાવીસા વેલવાચ, સૌથી વધુ રન માટે જલુ બાવીસા ફલધરાને પણ સન્માનિત કરાયા હતા.

આ ટુર્નામેન્ટમાં પાટી, રાનપાડા, નવેરા, દુલસાડ, કાંજણરણછોડ, વેલવાચ, બરૂમાળ અને ફલધરાની ૧૦ ટીમોએ ભાગ લીધો હતો. ખાસ કરીને બાવીસા પરિવાર એકબીજાથી પરિચિત બને અને યુવાનો ક્રિકેટ જેવી ટુર્નામેન્ટમાં આગળ આવે તેવા આશય સાથે બાવીસા કુળ પરિવારના શ્રી અજયભાઇ આંબા, ભાવેશભાઇ વલસાડ, રાજેન્દ્રભાઇ વેલવાચ, સુનિલભાઇ પાટી, વિવેકભાઇ ધરમપુર, મિનેષભાઇ પાટી દ્વારા ટુર્નામેન્ટનું આયોજનનું આયોજન થયું હતું. 

ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા, કાર્યપાલક ઇજનેર મનિષ પટેલ, અનિલભાઇ પટેલ, સિંચાઇ સમિતિ અધ્યક્ષ જિલ્લા પંચાયત નવસારી પરિમલ પટેલ,સહાયક માહિતી નિયામક ઉમેશ બાવીસા, કાંતિભાઇ બાવીસા, ભરતભાઇ પટેલ ફલધરા, ભિનેશભાઇ બાવીસા સહિત આગેવાનો, યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

આ સમાચાર પણ વાંચો :  BIS raid : આઈ એસ આઈ (ISI) માર્ક વગરના રમકડાં વેચવાવાળા વ્‍યાપારીઓ પર ભારતીય માનક બ્યુરોના દરોડા

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

IND vs PAK Asia Cup: ન હાથ મિલાવ્યા, ન ડ્રેસિંગ રૂમનો દરવાજો ખોલ્યો, ભારતીય ટીમે પાકિસ્તાન ને આ રીતે દેખાડ્યું નીચું
India vs England 5th Test Match:ઇંગ્લેન્ડ vs ભારત પાંચમો ટેસ્ટ: બેન સ્ટોક્સ બહાર, ઓલી પોપ કેપ્ટન; ઇંગ્લેન્ડ ૪ ફાસ્ટ બોલર સાથે, ભારત ૩ સ્પિનર ઉતારશે?
WCL 2025 Semifinal Row:ટેરર અને ક્રિકેટ સાથે ન ચાલે! વર્લ્ડ ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં ભારત પાકિસ્તાન સામે નહીં રમે…
India vs Pakistan Match :એશિયા કપ ૨૦૨૫: ભારત-પાકિસ્તાન મેચ રદ્દ થશે કે રમાશે? વિવાદ વચ્ચે સામે આવ્યા ૨ મોટા કારણો!
Exit mobile version