News Continuous Bureau | Mumbai
Dream11 Super Smash: ડ્રીમ11 સુપર સ્મેશ 2023-24માં કેન્ટરબરી મેજિશિયન્સ અને વેલિંગ્ટન બ્લેઝ વચ્ચેની મહિલા ક્રિકેટ મેચ ( Women’s Cricket Match ) માટેનો ટોસ હાલ વાયરલ થઈ રહ્યો છે. સામાન્ય રીતે ક્રિકેટ મેચ વખતે ટોસ દરમિયાન સિક્કો હવામાં ઉછાળવામાં આવે છે, પરંતુ અહીં આ મેચમાં એક અલગ પ્રકારનો ટોસ ( Toss ) જોવા મળ્યો હતો. જેમાં સિક્કો હવામાં ઉછાળવાને બદલે સિક્કો ( coin ) જમીન પર ફેકવામાં આવ્યો હતો. હા, વાસ્તવમાં, કેન્ટરબરી મેજિશિયન્સના કેપ્ટન ફ્રેન્કી મેકેએ નાટકીય રીતે સિક્કો જમીન પર ફેંક્યો હતો.
A perfect bumper and she got the tail 😛@dream11 @supersmashnz #SuperSmashNZ pic.twitter.com/c1onBk4S16
— FanCode (@FanCode) January 11, 2024
જો કે, આ મેચમાં કેન્ટરબરી મેજિશિયનની ( canterbury magicians ) કેપ્ટન ફ્રેન્કી મેકકેન ટોસ હારી ગઈ હતી. જેના કારણે વેલિંગ્ટન બ્લેઝની ( wellington blaze ) કેપ્ટન એમિલિયા કેરે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે કેન્ટરબરી મેજિશિયન્સના કેપ્ટન ફ્રેન્કી મેકેને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, ‘ છેલ્લી કેટલીક મેચોમાં અમારી પકડ મજબુત ન હતી. કારણ અમે અમારી ટીમ કેટલાક બદલાવ લાવી રહ્યા હતા. અમે કંઈક અલગ કરવા માંગતા હતા. અમારે જોવુ હતું કે આમ કરવાથી શું અમારી સ્થિતિને ફાયદો થશે.
ટોસ હારી, મેચ પણ હારી કેન્ટબરી ટીમ..
અફસોસની વાત એ રહી કે, આ એક વિચિત્ર ટોસ હોવા છતાં, કેન્ટરબરી મેજિશિયન ટીમ ટોસ હારી ગઈ હતી અને મેચ પણ હારી ગઈ હતી. જેમાં તેમને વેલિંગ્ટન બ્લેઝ ટીમની સામે 47 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં વેલિંગ્ટને પ્રથમ બેટિંગ કરતા તેની કેપ્ટન એમિલિયા કેરના 55 બોલમાં 77 રનની મદદથી 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 154 રન બનાવ્યા હતા. જવાબમાં કેન્ટરબરી મેજિશિયન્સની ટીમ 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને માત્ર 107 રન બનાવી શકી હતી.
આ સમાચાર પણ વાંચો : ISRO: ઇસરોએ ‘ઉત્કૃષ્ટ સિદ્ધિ’ કેટેગરીમાં વર્ષ 2023 માટે “ઇન્ડિયન ઓફ ધ યર એવોર્ડ” એનાયત કર્યો હતો
આ ટુર્નામેન્ટમાં કુલ છ ટીમો ભાગ લઈ રહી છે, જેમાં વેલિંગ્ટન, ઓટાગો, સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ, કેન્ટરબરી, ઓકલેન્ડ, નોર્ધન ડિસ્ટ્રિક્ટનો સમાવેશ થાય છે. 19 ડિસેમ્બરથી શરૂ થયેલી ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ 28 જાન્યુઆરીએ રમાશે.