News Continuous Bureau | Mumbai
ENG Vs IND 3rd Test: મુંબઈથી હજારોથી કિલોમીટર દૂર, લંડનના ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર 2025માં રમાયેલી ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ મેચ માત્ર એક રમતમાં નહોતી—એ રમતની લાગણીઓ, વિરાટ પ્રયાસો અને અદભૂત સંઘર્ષની વાર્તા બની. ઇંગ્લેન્ડે ભલે 22 રનથી જીત મેળવી, પરંતુ રવીન્દ્ર જાડેજા અને બેન સ્ટોક્સ વચ્ચેની ટક્કર એ હતી જેને લોકો વર્ષો સુધી યાદ રાખશે.
બંને ટીમોની પહેલી ઇનિંગ સમાન 387 રન સાથે પૂરી થઈ. શાનદાર બેટિંગ અને વોનેલી બોલિંગ વચ્ચે મેચ એવી ચઢાણ-ઉતારથી ભરેલી રહી કે દરેક ઇનિંગ નવી કહાની લઇને આવ્યો
ENG Vs IND 3rd Test: જાડેજા અને સ્ટોક્સ વચ્ચે બોલ અને બેટ વચ્ચે જોરદાર સ્પર્ધા
બીજી ઇનિંગ એ સમયે શરૂ થઈ જ્યારે સૌએ વિચાર્યું કે મેચ લગભગ સંતુલિત રહી છે—પણ અહીંથી શરૂ થયો સ્ટોક્સ અને જડેજા વચ્ચે એક ખાસ બેટલ. ઈંગ્લેન્ડના કેપ્ટન સ્ટોક્સે બોલિંગની સાથે સાથે કેપ્ટનશીપમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું. જ્યારે પણ ભારત થોડું નિયંત્રણ મેળવતું, સ્ટોક્સ આવીને મોટી વિકેટ લેતો. તેમના જાદુમાં જુસ્સો અને જવાબદારી બંને દેખાતા હતા. સ્ટોક્સે સતત અને લાંબા સ્પેલ્સ બોલિંગ કરી. સ્ટોક્સના આંકડા પ્રથમ ઇનિંગમાં 44, 2/63 અને બીજા ઇનિંગમાં 33, 3/48 હતા.
ENG Vs IND 3rd Test:રવીન્દ્ર જાડેજા ભારત માટે એકલા લડી રહેલા યોદ્ધા સમાન રહ્યા
બીજી બાજુ, રવીન્દ્ર જાડેજા ભારત માટે એકલા લડી રહેલા યોદ્ધા સમાન રહ્યા. જયારે એક તરફથી વિકેટો પડતી રહી, ત્યારે જાડેજા પોતાની બેટિંગથી ભારત માટે આશાનું કિરણ બની રહ્યા. 61 રનની ધૈર્યભરી ઇનિંગે દર્શાવ્યું કે ક્રિકેટ માત્ર પાવર પ્લે નહીં, સંયમ અને શિસ્ત પણ છે. દરેક દોડ તેના સંઘર્ષની વાર્તા કહી રહી હતી. જાડેજાએ પહેલી ઇનિંગમાં 72 રન અને બીજી ઇનિંગમાં 61 રન (181 બોલ) બનાવ્યા. ખાસ વાત એ છે કે જાડેજાએ બુમરાહ અને સિરાજ સાથે જે રીતે ભાગીદારી જાળવી રાખી તે યાદ રાખવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : Mumbai News: મુંબઈગરાઓની મુસાફરી થશે ઝડપી, મુંબઈની આ મહત્વપૂર્ણ મેટ્રો લાઇન લોકલ અને એરપોર્ટ સાથે થશે કનેક્ટ….
અંતે, એક ખેલાડીએ હારવું પડ્યું, પરંતુ આ મેચમાં, કોઈ હાર્યું નહીં, ક્રિકેટ જીત્યું. ટેસ્ટ ક્રિકેટમાં તેનાથી પણ મોટી જીત મળી હતી. કારણ કે T20 ક્રિકેટના આ યુગમાં, એ માનવું અને કલ્પના કરવી થોડી મુશ્કેલ છે કે ટેસ્ટ ક્રિકેટ પણ આટલું સુંદર હોઈ શકે છે.
