Site icon

Virat kohli: વિરાટ કોહલીની ટીકા કરવા બદલ પાકિસ્તાની પૂર્વ ક્રિકેટર મોહમ્મદ હાફીઝને આ ઇંગ્લિશ ખેલાડીએ લગાવી ફટકાર, લખ્યું- શું બકવાસ છે…!

Virat kohli: પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ હફીઝે હાલમાં જ વિરાટ કોહલીની ટીકા કરી હતી અને કહ્યું હતું કે, તે સ્વાર્થી ખેલાડી છે. હાફિઝના આ નિવેદન પર ભારતીય ક્રિકેટ ફેન્સ સહિત વિશ્વભરના ક્રિકેટ ખેલાડીઓ અને ચાહકોએ પણ નારાજગી વ્યક્ત કરી હતી.

English player slammed former Pakistani cricketer Mohammad Hafeez for criticizing Virat Kohli,

English player slammed former Pakistani cricketer Mohammad Hafeez for criticizing Virat Kohli,

News Continuous Bureau | Mumbai 

Virat kohli : પાકિસ્તાન ક્રિકેટ ટીમના ( Pakistan Cricket Team ) પૂર્વ ક્રિકેટર મોહમ્મદ હફીઝે ( Mohammad Hafeez ) હાલમાં જ વિરાટ કોહલીની ટીકા ( Criticism ) કરી હતી અને કહ્યું હતું કે, તે સ્વાર્થી ખેલાડી છે. હાફિઝના આ નિવેદન પર ભારતીય ક્રિકેટ ફેન્સ સહિત વિશ્વભરના ક્રિકેટ ખેલાડીઓ અને ચાહકોએ પણ નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારે હવે ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોને ( Michael Vaughan )  સોશિયલ મીડિયા પર તેને પાઠ ભણાવ્યો હતો.

Join Our WhatsApp Community

માઈકલ વોને હાફિઝને તેના નિવેદન પર ન માત્ર યોગ્ય જવાબ આપ્યો પરંતુ, વિરાટ કોહલીની એક તસવીર શેર કરીને હફીઝને જાહેરમાં ફટકાર પણ લગાવી. માઈકલ વોને હાફિઝની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા લખ્યું, ‘શું બકવાસ છે હાફિઝ, ભારતે શાનદાર ક્રિકેટ રમી છે અને 8 ટીમોને હરાવી છે, કોહલી પાસે 49 સદી છે. તેની 49 સદી પહેલા તેની છેલ્લી ઈનિંગ મુશ્કેલ પીચ પર એન્કર ઈનિંગ્સ હતી. તેમની ટીમ 200થી વધુ રનથી જીતી હતી.

વિરાટની બોલિંગનો વીડિયો કર્યો શેર

માઈકલ વોન માત્ર અહીં જ અટક્યા નથી. તેણે ફરી એક ટ્વિટ કરીને વિરાટ કોહલીની બોલિંગની તસવીર શેર કરી હતી, જેમાં તેણે ટી20માં મોહમ્મદ હફીઝને બોલ્ડ કર્યો હતો. આ સાથે તેણે લખ્યું, ‘એવું લાગે છે કે કોહલીએ તને બોલ્ડ કર્યો હતો. આ કારણે તમે સતત કોહલીને ટોણા મારી રહ્યા છો. આ પછી મોહમ્મદ હફીઝે પણ માઈકલ વોનનો એક જૂનો વીડિયો શેર કર્યો છે, જેમાં તે તેનો કેચ લેતો જોવા મળી રહ્યો છે. તેના પર પણ માઈકલ વોને હાફિઝનું અપમાન કર્યું હતું. માઈકલ વોને લખ્યું, ‘ગુડ મોર્નિંગ મોહમ્મદ હાફીઝ, વાસ્તવમાં આ ODI ક્રિકેટમાં મારા શ્રેષ્ઠ શોટ્સમાંથી એક હતો. દરેકને આ બતાવવા બદલ આભાર. આ પહેલા તેણે એક વીડિયો શેર કર્યો હતો જેમાં વિરાટ કોહલી મોહમ્મદ હફીઝને બોલિંગ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં ભારતીય ક્રિકેટ ચાહકો માઈકલ વોનની આ સ્ટાઈલને ખૂબ પસંદ કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચોઃ  Nitish Kumar: ફરી એકવાર વિવાદમાં નીતિશ કુમાર! વિધાનસભામાં માંઝીની વાત પર ગુસ્સે થઈ કહ્યું- મારી ભૂલ હતી કે આ વ્યક્તિને મેં..!

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

IND vs PAK Asia Cup: ન હાથ મિલાવ્યા, ન ડ્રેસિંગ રૂમનો દરવાજો ખોલ્યો, ભારતીય ટીમે પાકિસ્તાન ને આ રીતે દેખાડ્યું નીચું
India vs England 5th Test Match:ઇંગ્લેન્ડ vs ભારત પાંચમો ટેસ્ટ: બેન સ્ટોક્સ બહાર, ઓલી પોપ કેપ્ટન; ઇંગ્લેન્ડ ૪ ફાસ્ટ બોલર સાથે, ભારત ૩ સ્પિનર ઉતારશે?
WCL 2025 Semifinal Row:ટેરર અને ક્રિકેટ સાથે ન ચાલે! વર્લ્ડ ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં ભારત પાકિસ્તાન સામે નહીં રમે…
India vs Pakistan Match :એશિયા કપ ૨૦૨૫: ભારત-પાકિસ્તાન મેચ રદ્દ થશે કે રમાશે? વિવાદ વચ્ચે સામે આવ્યા ૨ મોટા કારણો!
Exit mobile version