News Continuous Bureau | Mumbai
Gautam Gambhir: ગૌતમ ગંભીરે હેડ કોચનું પદ સંભાળ્યા બાદ હવે ભારતીય ટીમમાં ( Team India ) પરિવર્તનનો પવન ફૂંકાવા લાગ્યો છે. રાહુલ દ્રવિડના કાર્યકાળ પૂર્ણ થયા બાદ ગૌતમ ગંભીરની આ પદ પર નિમણૂક કરવામાં આવી છે. તેથી ટીમમાં ઘણા ફેરફાર થશે તેવું જોવામાં આવ્યું છે. જેમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ T20 ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હોવાથી આ સ્થાનો માટે હવે નવા ખેલાડીઓની વિચારણા કરવામાં આવશે. આ જગ્યા પર કોણ ફિટ થશે તેની હાલ ટેસ્ટિંગ થઈ રહી છે. આ દરમિયાન એવું લાગી રહ્યું છે કે ભારતીય ટીમમાં બે કેપ્ટનનો યુગ શરૂ થશે. ટીમ ઈન્ડિયા કોચિંગ કાર્યકાળ દરમિયાન બે કેપ્ટન ( Team India Captain ) સાથે મેદાનમાં ઉતરશે. આ જવાબદારી હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ પર રહેશે. ટીમ ઈન્ડિયા 27 જુલાઈથી શ્રીલંકાનો પ્રવાસ કરશે. આ પ્રવાસમાં પ્રથમ ત્રણ મેચની T20I શ્રેણી અને ત્યારબાદ ODI શ્રેણી રમાશે.
મિડીયા રિપોર્ટ અનુસાર, T20 વર્લ્ડ કપમાંથી બ્રેક લેનારા ખેલાડીઓ શ્રીલંકા પ્રવાસથી ( Sri Lanka tour ) ટીમમાં પુનરાગમ કરશે. માત્ર જસપ્રીત બુમરાહ આ પ્રવાસમાં નહીં હોય. T20 વર્લ્ડ કપમાં વાઇસ કેપ્ટન રહેલા હાર્દિક પંડ્યા ( Hardik Pandya ) આ સિરીઝમાં વાપસી કરશે. આ ઉપરાંત ટી20 ટીમની જવાબદારી તેમના ખભા પર રહેશે. હાર્દિક પંડ્યા આ સિરીઝથી T20 ટીમનો કાયમી કેપ્ટન રહેશે. તેથી ODI ફોર્મેટ માટે KL રાહુલના નામ પર પણ હાલ વિચાર કરવામાં આવી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Gajkesari Yoga: આજે બની રહ્યો છે ગજકેસરી યોગનો શુભ સંયોગ, વૃષભ સહિત આ 5 રાશિઓને દરેક ક્ષેત્રમાં મળશે સફળતા.. જાણો વિગતે..
Gautam Gambhir: કેએલ રાહુલ આ પહેલા ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રહી ચૂક્યો છે….
બીસીસીઆઈના ( BCCI ) સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રણ મેચની વનડે શ્રેણીમાં કેએલ રાહુલના ( KL Rahul ) ખભા પર કેપ્ટનશીપની જવાબદારી રહેશે. કેએલ રાહુલ આ પહેલા ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રહી ચૂક્યો છે. કેએલ રાહુલ વનડે વર્લ્ડ કપ 2023 પછી આ ફોર્મેટમાં પુનરાગમન કરશે. વનડે વર્લ્ડ કપમાં તેનું પ્રદર્શન સારું રહ્યું છે. જો કે ફાઇનલમાં તેની ધીમી ઇનિંગ્સ માટે તેની ટીકાઓ થઈ હતી, પરંતુ તેણે બાકીની ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કર્યું હતું. પરંતુ આ બાદ વનડેનો બોજ ફરી એકવાર રોહિત શર્માના ખભા પર આવી જશે. તે નિશ્ચિત છે કે તે ચેમ્પિયન્સ ટ્રોફી સુધી આ સિલસિલો જાળવી રાખશે.
