Glenn Maxwell : આ મેક્સવેલ તો દારુડીયો નીકળ્યો, એટલે બધો ઢેંચ્યો કે હવે હોસ્પિટલ ભેગો થયો….

Glenn Maxwell : ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ પર તપાસ શરૂ કરી છે. આ સિનિયર ક્રિકેટરના હોસ્પિટલમાં દાખલ થવાનું કારણ જાણવા માટે આ તપાસ કરવામાં આવી રહી છે. ચર્ચા છે કે તાજેતરમાં જ સ્ટાર ઓલરાઉન્ડરને 'દારૂ સંબંધિત ઘટના' બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મેક્સવેલ આવતા મહિને ઘરઆંગણે વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચની વનડે શ્રેણીમાંથી પણ બહાર થઈ ગયો છે.

Glenn Maxwell CA investigates after Maxwell is hospitalised following alcohol-related incident

Glenn Maxwell CA investigates after Maxwell is hospitalised following alcohol-related incident

News Continuous Bureau | Mumbai 

Glenn Maxwell : ઓસ્ટ્રેલિયાનો સ્ટાર ક્રિકેટર ગ્લેન મેક્સવેલ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. અહેવાલ છે કે ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે એક ઈવેન્ટમાં એટલો દારૂ પીધો હતો કે તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. હવે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. મેક્સવેલને વેસ્ટ ઈન્ડિઝ સામેની આગામી વનડે શ્રેણી માટે સોમવારે જાહેર કરવામાં આવેલી ઓસ્ટ્રેલિયન ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યો નથી. એવું કહેવામાં આવ્યું છે કે તેને ‘આરામ’ આપવામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

મેક્સવેલની તબિયત લથડી

મીડિયામાં પ્રકાશિત અહેવાલો અનુસાર, ગ્લેન મેક્સવેલ સાથી ક્રિકેટર બ્રેટ લીના રોક બેન્ડ ‘સિક્સ એન્ડ આઉટ’નો શો જોવા માટે એડિલેડ પહોંચ્યા હતા. આ પછી તેઓએ પબમાં જોરદાર પાર્ટી કરી. જેના કારણે તેમની તબિયત લથડી હતી. આ પછી એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને મેક્સવેલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. જોકે, તેને ટૂંક સમયમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

ઓસ્ટ્રેલિયાની ODI ટીમમાં સ્થાન ન મળ્યું

ગ્લેન મેક્સવેલ સોમવારે ફરી ચર્ચામાં આવ્યો જ્યારે તેને ઓસ્ટ્રેલિયાની ODI ટીમમાં સ્થાન ન મળ્યું. ઓસ્ટ્રેલિયાએ 2 ફેબ્રુઆરીથી વેસ્ટ ઈન્ડિઝ સામે 3 વનડે મેચોની શ્રેણી રમવાની છે. સ્ટીવ સ્મિથ આ સીરીઝમાં ઓસ્ટ્રેલિયાની કેપ્ટનશીપ કરશે. આ ટીમમાં ફ્રેઝર મેગાર્કનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગ્લેન મેક્સવેલની જગ્યાએ ફેઝર મેગાર્કને ટીમમાં તક આપવામાં આવી છે. કહેવામાં આવ્યું છે કે મેક્સવેલને વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ આરામ આપવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Share Market crash : શેરબજાર ઉંધા માથે પટકાયું! સેન્સેક્સ 1000થી વધુ પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને અધધ આટલા લાખ કરોડનું નુકસાન..

મેક્સવેલ ટી20 શ્રેણીમાં ટીમમાં વાપસી કરશે

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા આ સમગ્ર ઘટના પર નજર રાખી રહ્યું છે. CAએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, ‘બોર્ડ સપ્તાહના અંતે એડિલેડમાં ગ્લેન મેક્સવેલ સાથે શું થયું તેની માહિતી એકત્ર કરી રહ્યું છે. પરંતુ તેને ODI ટીમમાંથી બહાર રાખવાનું કારણ આ નથી. મેક્સવેલ ટી20 શ્રેણીમાં ટીમમાં વાપસી કરશે.

IPL 2026 Auction: IPL 2026 માટે રણમેદાન તૈયાર! ઓક્શન પછી કઈ ટીમ કેટલી શક્તિશાળી? જુઓ તમામ 10 ટીમોના લેટેસ્ટ લિસ્ટ.
IPL Auction 2026: IPL ઓક્શન ૨૦૨૬માં ઇતિહાસ રચાયો, ચેન્નઈ સુપર કિંગ્સે બે અનકેપ્ડ ખેલાડીઓને ₹૨૮.૪૦ કરોડમાં ખરીદીને સૌને ચોંકાવ્યા!
IPL Auction 2026: જમ્મુ-કાશ્મીરના આકિબ નબી પર ધનવર્ષા: દિલ્હી કેપિટલ્સે ₹૮.૪૦ કરોડમાં ખરીદીને સૌને ચોંકાવ્યા! જાણો, કોણ છે આ મેચ વિનર?
IPL Auction 2026: કઈ ટીમ કોને ટાર્ગેટ કરશે? પર્સમાં કેટલી રકમ, અને કોણ બનશે નવો કરોડપતિ?
Exit mobile version